આજકાલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ને લગતી કોઈ ને કોઈ તકલીફ થતી હોય છે. આજકાલ દરેક વ્યક્તિને કમર અને મણકા ની ગાદી ખસી જવાની તકલીફમાં ખૂબ જ વધારો થયો છે. દરેક વ્યક્તિને સાંન્ધા ને લગતી તકલીફો સંધિવા ના સમસ્યાઓમાં ખૂબ જ વધારો થયો છે.
જ્યારે મણકા વચ્ચેની ગાદી કરોડરજ્જુમાંથી નીકળતાં ચેતાતંતુ પર દબાણ કરે ત્યારે તેને સાયટીકા કહે છે. જ્યારે ગાડીના દબાણથી પગમાં શરીરની સૌથી મોટી ચેતા (સાયટીક નર્વ) પર ઈજા થવાથી કમરના નીચેના ભાગથી શરૂ કરી આખા પગના પાછળના ભાગે પગના તળિયા સુધી દુખાવો કે ઝણઝણાટી થાય ત્યારે એ પરિસ્થિતિને સાયટીકા તરીકે ઓળખવામાં આવે છે.
શરીરનું વધારે વજન, બેઠાડું જીવન, વધુ મુસાફરી અને વધુ પડતી શ્રમયુક્ત રમત સાયટીકા થવાની શક્યતા વધારે છે. દરેક દર્દી દીઠ આ દુખવાની તીવ્રતા ઓછી-વત્તી હોય શકે છે, મોટાભાગના કિસ્સામાં એક જ બાજુના પગમાં તકલીફ થાય. ક્યારેક તકલીફ વધે તો બીજા પગમાં પણ અસર થાય છે.
જો દુખાવાની સાથે પગના અમુક સ્નાયુઓમાં નબળાઈ જણાય અને એ વધતી રહે અથવા પેશાબ કે સંડાસ પરનું નિયંત્રણ ખોરવાઈ જતું લાગે તો તાત્કાલિક તપાસ કરાવીને ડોકટરી સારવાર લેવી જરૂરી છે. ક્યારેક આવી સ્થિતિમાં ઓપરેશન કરવવાની જરૂર ઊભી થાય છે.
આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે. આ દુ:ખાવાને કારણે તેના દર્દીઓ ઓપરેશન કરાવીશું તો જ છૂટકારો મળશે એવું માનતા હોય છે.
માણસની ઉંમર થાય તેમ શરીરમાં ઉંમર સાથે ફેરફારો જોવા મળતા હોય છે. એવી જ રીતે કમરના મણકામાં પડતા ઘસારા પણ એવી જ બાબત હોય છે. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકિયા ચાલુ રહેતાં તે કમરમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે.
કમરના મણકા, તેની ગાદી તથા તેમાંથી નીકળતી નર્વસ એ ખૂબજ સેન્સિટિવ બંધારણ ધરાવે છે. તેથી જ આમાં સર્જરીનાં પરિણામ સારાં મળવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. એટલે અસરકારક સારવારથી સારું પરિણામ મળે છે.
કમરનાં દુ:ખાવાની સર્જરી કરાવવા મોટાભાગનાં દર્દીઓ રાજી હોતા નથી. પરંતુ આ સર્જરીતી બચવા માટે દર્દીઓ એ સૌ પ્રથમ પોતાના રોગને જાણીને પોતાની રોજિંદા જીવનમાં થતી ભૂલોને સમજીને તેને બદલવાના પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે દર્દીઓને શરૂઆતમાં સમયમાં ખૂબ દુ:ખાવો હોય ત્યારે ઉતાવળમાં સર્જરીનો નિર્ણાય કરતા હોય છે.
પરંતુ સર્જરી પછી પણ તેમને 100% રીકવરી મળતી હોતી નથી. અચાનક કમરનો દુ:ખાવો થાય તો ગભરાવાની જરૂર હોતી નથી, કારણ કે સમય સાથે ક્મરના મણકાનો દુ:ખાવો ઓછો થઈ જ જતો હોય છે. એ વાત ચોક્કસ છે કે સમય સાથે મણકાની ગાદી વધુ સ્ટીફ થઇ (જકડાઈ) જતી હોય છે. સ્ટીફ ગાદી કમરાના મણકાની મુવમેન્ટને સ્ટેબિલાઈઝ કરે છે અને તેમાંથી દુ:ખાવો ઓછો થતો જાય છે. આ પ્રક્રિયા ઘણી ધીમી છે. પરંતુ તે બધા જ દર્દીઓમાં થતી જોવા મળે છે.
મોટાભાગના દર્દીઓએ કમરની કસરતો દ્ધારા પોતાની જાતે જ ગાદી જોડાવવાની પ્રક્રિયા (સેલ્ફ હીલિંગ)ને ફાસ્ટ કરી દુ:ખાવામાં ખૂબ જ રાહત મેળવી શકે છે. કમરની કસરતો એ આપણી જરૂરિયાત છે. જેમ આપણે રોજ જમીએ છીએ એવું સમજી દર્દી કસરત કરે તો થોડા જ સમયમાં એ ખૂબ જ સારાં પરિણામો પ્રાપ્ત કરી શકે છે. કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો), લો-ઇમ્પેકટ એરોબિકસ કરવામાં આવે છે.
જે માણસો ખૂબ જ ધુમ્રપાન કરે છે. જો તે બંધ કરવામાં આવે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને હીલિંગ પ્રક્રિયા ઝડપી બને છે. જે લોકો લાંબા સમયથી ધ્રુમપાન કરતા હોય છે તેઓને કમરના દુ:ખાવાની તકલીફો રહેતી હોય છે.
જે દર્દીઓને કમરનો દુ:ખાવો હોય તથા તેમનું વજન વધારે હોય તેઓ વજન ઊતારે તો કમરના મણકા, આસપાસના સ્નાયુ તથા લિગામેન્ટ પરનું ભારણ ઘટે છે અને કમરના દુ:ખાવામાં પણ રાહત મળે છે. વજન ઊંચકવાની સાચી પદ્ધતિ (કમરમાંથી વાંકા ન વળવું, ઘુંટણમાંથી વાંકા વળી વજન ઊંચકવું), સારા ફુટવેર, ફર્નીચરને ધડકો મારવાની સાચી પદ્ધતિ, ઓફિસમાં કામ કરવાના ટેબલની લંબાઈ તથા કોમ્પ્યુટરની પોઝિશન તથા લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવું જોવી. વસ્તુ સુધારવામાં આવે તો પણ કમરના દુ:ખાવામાં ખૂબ જ રાહત મળે છે.