કમળ કાકડી એક હેલ્દી ફૂડ છે, જે ચાઈનીઝ કુજિન અને દવાઓમાં સૌથી વધારે ઉપયોગ થતી વનસ્પતિ છે. આમાં ઘણા બધા પોષક તત્વ હોય છે, જે મેડિકલની દુનિયા માટે ફાયદકારક હોય છે. કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન અને એવા ઘણા પોષક તત્વ સમાયેલા હોય છે. જે ઘણા મોટા મોટા રોગોને દૂર કરી શકે છે.
કમળ કાકડીને અંગ્રેજીમાં ‘લોટસ સ્ટેમ’ કહેવાય છે. આને પોતાનો જ સ્વાદ હોય છે. ઘણા બધા ઘરોમાં આનું અથાણું, ચિપ્સ, ભજીયા અને શાક બનાવવામાં આવે છે, જે દરેકને પસંદ આવે છે.
કમળ કાકડીનો રસ ચામડી માટે ઘણો ફાયદાકારક છે. એનો મોં, હાથ અને પગ પર લેપ કરવાથી તે ફાટતા નથી અને એમના સોંદર્યમાં વધારો થાય છે. કમળ કાકડી તમારા શરીર માંથી ટોકસીનને દુર કરે છે, અને નિતમિત રૂપથી કમળ કાકડીનું સેવન શરીરમાં પથરીની આશંકા પણ ઓછી કરે છે. જો પથરી થઇ હોય તો કમળ કાકડી લેવાથી રાહત પણ આપે છે.
બેહોશી (બેભાન થવું) થશે દુર આ ફાયદો થોડો અલગ છે. કમળ કાકડી ખાવી કે કમળ કાકડી અને ડુંગળીનો રસ મિક્ષ કરીને પીવાથી દારૂનો નશો ઉતરી જાય છે. બેહોશીમાં કાકડી કાપીને સુંઘાડવાથી ભાન આવે છે.
શરીરમાં પાણીની માત્રા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે જ કમળ કાકડીનું સેવન કરવાથી શરીરમાં વગર કામના પદાર્થો પણ બહાર નીકળે છે. કમળ કાકડીના બીજને પીસીને તેને ઠંડાઈમાં નાખીને પીવાથી ઉનાળાની ઋતુમાં ગરમી જન્ય વિકારોથી છુટકારો પ્રાપ્ત થશે.
કમળ કાકડીમાં ખનીજોની માત્રા પણ ભરપુર હોય છે. આખા દિવસ દરમ્યાન શરીરમાં જેટલા વિટામીન જોઈએ છે, કમળ કાકડી લગભગ એ બધાને પુરા કરી આપે છે. આમાં વિટામીન એ, બી, સી હોય છે જે શરીરને ઘણા પ્રકારની વસ્તુઓ માટે તૈયાર કરી શકે છે, અને સાથે જ રોગ પ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે.
કમળ કાકડીનું મૂળ ૧૦ ગ્રામને એક કપ દૂધ અને એક કપ પાણીમાં મિક્ષ કરીને ધીમા ગેસ પર ઉકાળો. જયારે દૂધ શેષ રહી જાય ત્યારે સ્ત્રીને પીવડાવવાથી ગર્ભાવસ્થામાં થવા વાળી ઉંદરશુલથી મુક્તિ મળે છે. કમળ કાકડીના નિયમિત સેવનથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ પણ ઓછી થઇ જાય છે. એટલા માટે આનું સેવન કરી શકો છો, અને સ્વાસ્થ્ય ભરેલ જીવન જીવી શકો છો.
કમળ કાકડીની મીગી એક તોલા, સફેદ કમળની પાંખડી એક તોલા, જીરું અડધો ચમચી અને મિશ્રી (સાકર) એક ચમચી બધાને સારી રીતે પીસીને સેવન કરવાથી શ્વેત પ્રદર રોગમાં લાભ થાય છે. કમળ કાકડીના રસમાં સાકર મિક્ષ કરી એનું સેવન કરવાથી પેશાબ અટકતો હોય તો એ સમસ્યા દુર થાય છે.
કમળ કાકડીના બીજ પાણીની સાથે પીસીને ચહેરા પર લેપ કરવાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને ચમકદાર થાય છે. ખાસ કરીને વિપુળ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે વાઈરલ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. સાથે રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે. આ સાથે આંખ, બાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.
બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ સાથે કમળ કાકડી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમાં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. વધી રહેલા વજનને અટકાવશે જે લોકો વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. તેના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે. અને સાથે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.