વગર દવાએ અને ખર્ચે આખા શરીરે કળતર-તાવ, પગની પિંડીમાં તોડ અને દુખાવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરમાં કળતર અને પગમાં તોડ એ ઘણા બધા કારણોથી થાય છે. જેમ કે લાંબા સમય સુધી ઉભા રહેવાથી, ચાલવાથી કે વ્યાયામ કરવાથી પણ રોજબરોજના જીવનમાં હાથ-પગમાં દર્દ થઈ શકે છે. શરીરમાં તોડથી રાહત મેળવવા માટે ઘણા ઉપાયો છે. યો ચાલો આજે અમે તમને એવા ઉપાયો બતાવીએ જેનાથી શરીરમાં કળતરથી છુટકારો મેળવી શકાય છે.

જો તમને કળતર આવે તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તે ઉતરી જાય છે. આ સિવાય સખત તાવમા માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી પણ તાવ ઉતારી જાય છે અને તાવ મગજમા ચડતો નથી. આ સિવાય કોફી બનાવતી વખતે તેમા તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી તેને નીચે ઉતારી ઢાંકી રાખીને ત્યારબાદ મધ નાખીને પીવાથી કળતરની સમસ્યા દૂર થાય છે.

શતાવરી, અશ્વગંધા, સુંઠ, બળદાણા, કૌચાબીજ, ગોખરું, વિદારીકંદ, જાયફળ, નાગકેશર, મજીઠ, તજ અને ગંઠોડા સરખા વજને લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. દરરોજ સવારે અને સાંજે 1 ચમચી ગરમ દુધ કે ઘી સાકરમાં મિલાવી ચાટવાથી શરીરનું કળતર અને પગની તોડ મટે છે.

ચેરી શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે, તેમાં સારી માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે. તે સાંધા અને માંસપેશીઓના દર્દને દુર કરે છે. જે લોકોને વાની તકલીફ હોય તેને શરીર કળતું હોય છે, જેથી વાની સમસ્યામાં ચેરીના રસનું સેવન દરરોજ કરવું જોઈએ. તે સિવાય દિવસમાં 10 થી 12 ચેરીઓ ચાવીને ખાવી જોઈએ. જેનાથી સાંધાના દ્દુખાવા અને શરીરની સમસ્યા ઠીક થઈ જશે.

કળતર અને પિંડીની તોડથી રાહત આપનારા ગુણો એરંડીમાં ભરપુર છે, એરંડી શરીરમાં સોજો અને દર્દમાં આરામ આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ માથાનો દુખાવો, તાવ અને સાંધાના ઈલાજમાં ખુબ જ ઉપયોગી છે. વા ના કારણે શરીરમાં કળતર થતું હો તો તેને નિયંત્રણમાં રાખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એરંડા, એરંડાનું તેલનો ઉપયોગ કરવાથી શરીરનું કળતર અને પગની તોડ મટે છે.

દુધમાં અશ્વગંધા અડધી ચમચી, 2-૩ બદામનો ભૂકો, 2 ગ્રામ સુંઠ અને એક એલચીની ભૂકી તથા ખાંડ નાખી ઉકાળીને દરરોજ સવારે અને સાંજે પીવું. નાસ્તામાં ઘઉંના લોટ-ગોળ-સુંઠની રાબ ખાવી. આ ઉપચાર કરવાથી શરીરમાંથી કળતર મટે છે.

200 મિલી ગાયના દુધમાં ચારોળી 5 ગ્રામ, કિસમીસ 5 ગ્રામ, એલચી 2 નંગની ભૂકી, ખાંડ 1 થી 1.5 ચમચી તથા થોડું કેસર નાખી, ઉકાળો કરી નીચે ઉતારી, જરા ઠર્યા પછી દૂધ સવારે અને સાંજે પીવું. વધુ ઝડપથી લાભ લેવા, તેમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી નાખીને દૂધ પીવું.

શરીર કળતરમાં આ જડીબુટ્ટી શરીરમાં દર્દ અને સોજો કાબુમાં કરવામાં ખુબ જ મદદ કરે છે.  જેઠીમધનો પાવડર વાની બીમારીને શરીરમાંથી નાબુદ કરે છે. પગની તોડ શરીરમાં કળતરનું મુખ્ય કારણ છે, માટે જેઠીમધ આ ઉપાયમાં ખુબ જ ઉપયોગી થાય છે. જેઠીમધને ઉકાળો કે પાવડરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમા સાંતળીને સિંધવ ભભરાવી તેનુ સેવન કરવાથી દરેક પ્રકારના કળતર મટે છે. આ સિવાય જો તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેના રસનુ સેવન કરવામા આવે તો તમામ પ્રકારના તાવ મટે છે. આ સિવાય જ્યારે પણ તાવની સમસ્યાથી પીડાવ છો તો કાંદાનો રસ વારંવાર પીવાથી તે તાવ પણ ઉતરી જાય છે.

એક ચમચી લાલ મરચું અને 2 ચમચી જૈતુનનું તેલ લઈને સરખી રીતે મેળવીને શરીરમાં જ્યાં કળતર થતું હોય ત્યાં લગાવી કપડાથી પાટો બાંધી દેવો. રાત્રે પણ આ લગાવીને સુઈ જવું અને સવારે આ ભાગ પાણીથી ધોઈ લેવો. આ ઉપાય થોડા સમય  સુધી કરવાથી શરીરનું કળતર મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top