શિયાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, સાંધાના દુખાવા, જાડું થતું લોહી અને ઠંડી સામે આપશે કાયમી રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. 50 ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે. આપણા પૂર્વજો અને વડીલોએ શિયાળા માટેની  કેટલીક ખાસ વાનગીઓ તૈયાર કરી છે.

જેમાં લોકો વિવિધ અન્ટ સામાગ્રી ઉમેરીને આજના સમયપ્રમાણે નવા રંગરૂપ સાથે બનાવીને ખાય છે. જેના સેવનથી તંદુરસ્તી લાંબો સમય જળવાય, શરીર ઠંડીનો સામનો કરી શકે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે.

મરી, સૂંઠ, તજ, લવિંગ વગેરે જેવાં ઔષધિય તત્ત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ. સાથે જ આ ઔષધિય તત્ત્વોમાંથી વિટામીન મળી રહે છે. ઠંડીનો માહોલ હવે ધીરે ધીરે જામવા લાગ્યો છે. લોકો પણ થોડા દિવસોથી ઠંડકનો અહેસાસ કરવા લાગ્યા છે.  શિયાળાની શરૂઆતની સાથે દર વર્ષની જેમ ઠંડીમાં સ્વાસ્થ્ય જળવાઇ રહે અને શરીરમાં ગરમીનું પ્રમાણ બની રહે તે માટે કેટલાક લોકોએ તો વસાણા ખાવાની શરૂઆત પણ કરી દીધી છે.

શિયાળામાં વર્ષોથી આપણા દાદા-પરદાદાના સમયથી વસાણા બનાવવામાં આવતાં હતા. વસાણા ખાવા પાછળના પણ તેમના અલગ કારણો હતા. જેમ કે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સાંધા અને પદના દુખાવામાં ફાયદો કરે છે. જાડું થતું લોહી અટકાવે છે . પહેલાંના સમયમાં આ વસાણા ઘરમાં બનતા હતા. પરંતુ હવે સમયના અભાવે અને મોંઘવારીના કારણે લોકો વસાણા ઘરે નથી બનાવતા. તેઓ તૈયાર લેવાનું જ પસંદ કરે છે.

જો કે હજુ પણ કેટલાક ઘરોમાં જાતે જ વસાણા બનાવવામાં આવે છે. શિયાળામાં ખાસ કરીને સાલમપાક, ગુંદરપાક અને મેથીના લાડું લોકોને ખુબ ભાવતા હોય છે. આયુર્વેદના મતે મેથી શરીર માટે સારી છે. આ વસાણા ખાવાથી શરદી થતી નથી તેમજ શરીરને પણ મજબૂતી મળી રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top