સ્વસ્થ આહારમાં, મોટાભાગના લોકો સલાડને શ્રેષ્ઠ વિકલ્પ માને છે. કોઈને વેજ સલાડ ખાવાનું પસંદ હોય, તો કોઈ તમામ પ્રકારના ફળોનું સલાડ બનાવીને સર્વ કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટામેટાં અને કાકડી ને એક સાથે પીરસાય તો તમારું આરોગ્ય તંદુરસ્ત બનવાને બદલે બગડે છે. સામાન્ય રીતે લોકો કાકડી અને ટામેટા નું સલાડ ખાય છે, પરંતુ તે બિલકુલ સ્વસ્થ નથી. એવું અમે નહી પરંતુ હેલ્થ એક્સપર્ટ માને છે.
જો તમે કાકડી અને ટમેટાનું એક સાથે સેવન કરો છો તો ગેસ, બ્લોટિંગ, પેટમાં દુખાસો, થાક, અપચો જેવી સમસ્યાનો શિકાર થઈ શકો છો. કાકડી અને ટમેટાને એકબીજાની વિરુદ્ધ માનવામાં આવે છે. અને આ બંન્નેના પાચનનો સમય પણ અલગ-અલગ હોય છે. તેથી પેટમાં જઈને તે મુશ્કેલી ઉભી કરે છે.
ટમેટા અને કાકડી સ્લો અને ફાસ્ટ ડાઇઝેશન વાળા ફુડ છે. જો તમે ફાસ્ટ અને સ્લો ડાઇઝેશન ફુડનું એક સાથે સેવન કરો છો તો એક ફુડ પચીને તમારા ઇન્ટેસ્ટાઇનમાં પહેલા પહોંચી જાય છે. તો બીજાનું પ્રોસેસિંગ થયા કરે છે. આ કારણે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.
કાકડીમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. કાકડીમાં પણ એક એવો પણ ગુણ છે, જે વિટામિન સીના અવશોષણ સાથે હસ્તક્ષેપ કરે છે. તેથી ટામેટાં અને કાકડીઓ એક સાથે ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેથી, તમારે આ બંને ખોરાક એક સાથે ખાવાની કાળજી લેવી જોઈએ. જો તમે આ બંનેના શોખીન છો, તો પછી તેનું અલગ રીતે સેવન કરવું વધુ સારું છે. તમે એક લંચ માટે અને બીજો રાત્રિભોજન માટે લઈ શકો છો. આનાથી તમારા શરીરમાં આ બંને ખોરાકનો ચોક્કસપણે ફાયદો થશે.