માત્ર 1 દિવસમાં કફ – ખાંસી અને ફેફસાના રોગોમાં વગર દવાએ મળી જશે છુટકારો, માત્ર આ 100% અસરકારક ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખાંસી એ એક સામાન્ય રોગ છે. જે કોઈ પણ ઋતુ માં થઈ શકે છે. ઠંડુ કે ગરમ પાણી પીવું, હવામાનમાં પરિવર્તન અને ફેફસાના  ચેપને લીધે કફની સમસ્યા થાય છે. ખાંસી એ કોઈ મોટો રોગ નથી, પરંતુ જ્યારે ખાંસી થાય ત્યારે આપણે કોઈ પણ કામ આરામથી કરી શકતા નથી.

વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે. ઋતુના આ સંધિકાળમાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ હોય છે. આ સરળ ઘરેલુ ઉપચારોથી તમને શરદી-ખાંસીમાં અવશ્ય રાહત મળશે તો ચાલો જાણીએ ખાંસી મટાડવા માટેના કેટલાક ઘરેલું ઉપાય.

ખાંસી થઈ હોય ત્યારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી કફમાં રાહત મળે છે. સૂવાના સમયે ખાંસી વધુ હેરાન કરે છે. જો તમને સૂવાના સમયે વધુ ઉધરસ આવતી હોય તો, મોઢામાં લવિંગ નાખી અને તેને ચાવવું. તેનાથી ધીરે ધીરે કફ મટે છે.

ઉધરસ મટાડવા માટે મધ એક સારું ઘરેલુ ઉપાય છે. આ ઘરેલુ ઉપાયથી ખાંસી ઝડપથી મટે છે. તુલસીના આખા પાનને શુદ્ધ મધમાં નાખીને પીવાથી ખાંસીમાં ખૂબ રાહત મળે છે. ઉધરસને ઝડપથી મટાડવા માટે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ એક અઠવાડિયા સુધી કરો.

ત્રિફલાનો ઉપયોગ ખાંસી સંબંધિત અનેક રોગોની સારવાર માટે થાય છે. તે માર્કેટમાં અથવા ઓનલાઇન સરળતાથી મળી રહે છે. ખાંસી મટાડવા માટે ત્રિફળા પાવડરમાં સમાન માત્રામાં મધ મેળવીને ચાટવાથી ખાંસી અને કફમાં ઘણી રાહત મળે છે.

જ્યારે ખાંસી આવે ત્યારે આદુના રસમાં ગોળ મેળવીને ખાઓ. આ ખાવાથી જામી ગયેલી ખાંસી પણ બહાર નીકળી જાય છે. સુખી ખાંસી થાય ત્યારે શુધ્ધ મધમાં તજનો પાઉડર ભેળવીને દિવસમાં બે વાર સવાર-સાંજ  ચાટવાથી સુકી ઉધરસમાં ઘણો આરામ મળે છે.

તુલસી એ ખાસીનું એક દવા તરીકેનું કામ કરે છે. ખાંસી મટાડવા માટે ચામાં તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. એક ચમચી તુલસીના પાનનો રસ સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે. કાળા મરીની ચા વિશે ઓછા લોકોએ સાંભળ્યું હશે, પરંતુ લોકો આ ચા ખાંસીને મટાડવા માટે પીવે છે. ચામાં એક ચપટી કાળા મરી ઉકાળો અને પછી પીવો. તેનાથી કફ મટે છે.

સિંધવ મીઠાના નાના ટુકડાને આગ પર લાલ થાય ત્યાં સુધી  ગરમ કરો. હવે આ ટુકડાને એક કપ ગરમ પાણીમાં નાંખો અને એક સેકંડમાં આ ટુકડાને બહાર કાઢી લો. રાત્રે સૂતા પહેલા આ સિંધવ મીઠાનું પાણી પીવો. તેનાથી કફ મટે છે. 125 ગ્રામ પાણીમાં 1 ગ્રામ મીઠું મિક્સ કરો અને પાણી અડધુ ન થાય ત્યાં સુધી ઉકાળો. સવાર-સાંજ આ પાણી પીવાથી ખાંસીમાં રાહત મળે છે.

દૂધમાં સૂંઢ નાખીને ઉકાળો. હવે રાત્રે સુતા પહેલા આ દૂધ પીવો. આ દૂધ થોડા દિવસ પીવાથી ખાંસીમાં ઘણો ફાયદો જોવા મળે છે. શુદ્ધ મધમાં સુકી દ્રાક્ષ નાખીને પીવાથી ખાંસીમાં પણ ઘણી રાહત મળે છે. મધ અને સૂકી દ્રાક્ષ બજારમાં સરળતાથી મળી રહે છે.

લીંબુના રસમાં હીંગ, આલ્કોહોલ, ત્રિફળા, સુગર કેન્ડી ભેળવીને ચાટવાથી ખાંસીમાં ઘણી હદ સુધી રાહત મળે છે. કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટાડી શકાય છે. કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી પણ ઉધરસ મટે છે.

ઉકળતા પાણીમાં થોડો અજમો અને થોડા તુલસીના પાન નાંખી થોડી વાર રહેવા દો. થોડું ઠંડુ થાય પછી આ પાણી નવશેકું જ પીઓ. શરદી-ખાંસીમાં ખૂબ રાહત થશે. અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. દિવસમાં બે વાર એક ચમચી આ ચૂર્ણ લેવાથી ખાંસીમાં રાહત મળે છે.

દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે. રાત્રે સૂતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈને પછી થોડું દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. દાડમની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. આમલીના બિયાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, તેનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘી માં મેળવીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top