ઘણા લોકો કાચા ડુંગળી ખાવાનું પસંદ કરે છે. ડુંગળી ખાવાથી અનેક પ્રકારના રોગો તમારાથી દૂર રહે છે. ડુંગળી પાણીથી ભરપુર હોય છે. ડુંગળીમાં ફાઇબર, ફોલિક એસિડ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ એજન્ટ હોય છે. રોજ એક કાચી ડુંગળી ખાવાથી કેટલીક ગંભીર બીમારીઓને જડમૂળથી દૂર કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું ડુંગળીથી આપણાં શરીરને થતાં લાભો વિશે.
કાચી ડુંગળીમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પેટની અંદર ચોંટે છે અને બહાર નીકળવામાં આપણી મદદ કરે છે. ડુંગળી પેટને સાફ કરી દે છે. એટલા માટે જે લોકોને કબજિયાતની બિમારી હોય એમને ડુંગળી જરૂર ખાવી જોઈએ.
ડુંગળીમાં એમીનો એસીડ અને મિથાઈલ સલ્ફાઈડ હોય છે જે કોલોસ્ટ્રોલ ઓછું કરીને સારું કોલોસ્ટ્રોલ બનાવવામાં આપણી મદદ કરે છે. શરદી- તાવ અને કફમાં પણ કાચી ડુંગળી મદદરૂપ થાય છે. કાચી ડુંગળીનો રસ બનાવીને એનું સેવન કરવું જોઈએ. ડુંગળીના રસમાં ગોળ અથવા ખાંડ પણ મેળવીને ખાઈ શકો છો.
એનાથી ગળાની ખરાબી પણ દુર થાય છે. કાચી ડુંગળી ડાયાબિટીઝ માં પણ ફાયદાકારક હોય છે. ડુંગળી શરીરમાં ઇન્સ્યુલીનની માત્રા વધારે છે. ડાયાબિટીઝના દર્દીને કાચી ડુંગળી ખાવાની સલાહ આપે છે. ખાંસી, શ્વાસ, ગળા, ફેફસાના રોગો અને કાકડા માટે ડુંગળી ખાવથી રાહત થાય છે. ડુંગળી કમળાના રોગમાં પણ મદદગાર છે. આ માટે અડધો કિલો ડુંગળી કાપીને સરકોમા નાંખો તેમા થોડુ મીઠું અને મરી ઉમેરો.
રોજ સવારે અને સાંજે એક ડુંગળી ખાવાથી કમળો મટે છે. ડુંગળીને બારીક પીસીને પગના તળિયા પર લગાવવાથી માથાના દુખાવામા રાહત મળે છે. જો કાનમા દુ:ખાવો થતો હોય કે સોજો આવી જતો હોય તો ડુંગળી અને અળસીના રસના કાનમા બે ટીપા નાખવાથી રાહત મળે છે. ડુંગળીના રસનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
તેમાં હાજર મેગ્નેશિયમની માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે. ડુંગળીનો ઉપયોગ ત્વચાની બળતરા ઘટાડવા માટે કરી શકાય છે. રસના રૂપમાં તેનું સેવન કરવાથી પણ ખૂબ ફાયદાકારક અસર જોવા મળે છે. ડુંગળીના રસમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરીનું પ્રમાણ તરત જ લોહીમાં ઓગળી જાય છે અને શરીરની બળતરા દૂર કરે છે.
સાંજે સૂતા પહેલા કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વને કારણે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાઈ છે. જે લોકો દરરોજ રાત્રે એક કાચી ડુંગળી ખાઈને સુવે છે તેને ગરમીની ઋતુમાં લુ લાગવાનું જોખમ ઓછુ રહે છે. કાચી ડુંગળીમાં રહેલા તત્વોના કારણે ગરમીમાં લુ થી રક્ષા મળે છે.
સફેદ ડુંગળીનો રસ કે તેને ખાવાથી એનિમિયામાંથી રાહત મળે છે. આ ડુંગળી ખાસ કરીને મહિલાઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. માહવારીની સમસ્યામાં મહિલાઓએ આ ડુંગળીનું સેવન કરવું. જો તમે ગઠિયાના રોગ કે સાંધાના દુઃખાવવાથી પરેશાન છો તો તમે ડુંગળીના રસથી માલિશ કરો.
ડુંગળીના રસની સાથે સરસિયાનું તેલ મિક્સ કરો અને તેનાથી પણ માલિશ કરશો તો રાહત મળી શકે છે. ડુંગળી ખાવાથી પાચન પ્રક્રિયામાં પણ સુધાર આવે છે. અને તે ડાયેરિયા અને ગેસ્ટિક અલ્સરમાં પણ રાહત આપે છે. ડુંગળી વંધ્યત્વના પ્રશ્નોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વળી બાળકમાં જન્મથી થતી ખામીઓને રોકે છે. સારા અને સ્વસ્થ વાળો માટે પણ સફેદ ડુંગળી ખાવી લાભકારક છે. તેનાથી વાળ સારા બને છે અને ખોપડી પણ સ્વસ્થ રહે છે.
ઘાવમાં લીમડાના પાનનો રસઅને ડુંગળીનો રસ સમાન રીતે મેળવીને લગાવાવથી ઝડપથી ઘાવ ભરવા લાગે છે. ડુંગળીના રસમાં દહીં, તુલસીનો રસ તથા લીંબુનો રસ મેળવી વાળમાં લગાવો. તેનાથી વાળના ખરવાનું બંધ થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે. ડુંગળીના 3-4 ચમચી રસમાં ઘી મેળવી પીવાથી શારીરિક શક્તિ વધે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.