આ સામન્ય લાગતું ફૂલ છે ઔષધિની ખાણ નપુસંકતા દૂર કરી ગુપ્ત અને ચામડીના રોગો નો તો છે કાળ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જુઈની વેલ થાય છે. જુઈને સાહેલી પણ કહે છે. જુઈ બાગોમાં થાય છે. તે બે જાતની હોય છે. એક નાની તથા બીજી મોટી. નાની ભોંય પર પથરાયેલી હોય છે તેનો મોટો જબરો કુંજ થાય છે. તેની ઝીણી ઝીણી ડાળો હોય છે. મોટી જૂઈ નો વેલો આશરે દસ બાર ફૂટ ઉંચે ચડે છે. નાની જાતને બેલી કહે છે મોટી જાતને જુઈ કહે છે.

ઔષધમાં એનાં પાન નો ઉપયોગ થાય છે. જૂઈ ના ફૂલ નાની પાંખડીનાં હોય છે. સફેદ જુઈ સુગંધવાળી થાય છે. જુઈ ટાઢી, સ્વાદે કડવી, તુરી તથા મધુર છે. જૂઈ ના ફળ પીળા પણ થાય છે. તે સુગંધી ને વધારે શોભાવાળાં થાય છે.

તો ચાલો હવે આપણે જાણીએ જૂઈ થી થતા અલગ અલગ ફાયદો વિશે. જુઈ ગુણમાં શીતળ, વ્રણ ને સાફ કરી રૂઝ લાવનાર છે. પથરી, બળતરા, તરસ ગરમી તથા ચામડીના તમામ રોગ દૂર કરવા માટે જુઈ વપરાય છે. તેનાથી રક્ત વિકાર પણ દૂર થાય છે. તે પેશાબ લાવવો તથા માસિક લાવવા માટે વપરાય છે.

જુઈ દાંત તથા આંખના રોગને મટાડે છે. કાનમાં સબકા આવતાં હોય તો તેનાં પાનનાં ટીપાં કાનમાં ટપકાવવાથી સબાકા મટાડે છે. મોઢું આવી ગયું હોય તો જુઈનાં પાન, દારૂ હળદર, ત્રિફળા એ ત્રણે ના કોગળા કરવા ઉત્તમ છે.

જો મસાલાવાળા ખોરાક, પેકેજ્ડ ફૂડ અથવા બહારનું ખાવાનું બંધ ન થાય તેનાથી ઝાડા થાય છે તો જૂઈ નો ઘરેલું ઉપાય ખૂબ ફાયદાકારક સાબિત થશે. જૂઈના પાંદડાના રસ માં ઘી અને મીઠું નાખીને પીવાથી અતિસાર અને ઝાડા થી રાહત મળે છે.

જુઈ વીર્યમાં વધારો કરે છે. હાથ પગ ફાટી ગયા હોય તેવા ભાગમાં જૂઈના પાનનો રસ લગાવવો ઉત્તમ છે. તેનાં મૂળ ઉનાળામાં લાવી રાખી તેને બકરીના દૂધમાં નાખી ઉકાળી પીવાથી મૂત્રાઘાત, મૂત્રકૃચ્છ, શર્કરા તથા પથરી મટે છે.

જુઈનાં પાન, ચણોઠીનાં પાન, જેઠીમધ, મજીઠ અને ચમેલીનાં મૂળિયાં ૨૦-૨૦ ગ્રામ લઈ તેને અઢી લિટર પાણીમાં ઉકાળવું. આ પાણીના કોગળા મોઢું આવી ગયું હોય તે મટાડવા માટે કામ લાગે છે.

જુઈનાં ફૂલ ૧૦૦ ગ્રામ, બદામનું તેલ ૧૦૦ ગ્રામ, પાણી અડધો લિટર આ બધી વસ્તુઓને લઈ ઉકાળી તેલ બનાવવું. આ તેલ લગાડવાથી વીર્ય નો વધારો થાય છે. એ ઇન્દ્રિયને ઉત્તેજન આપે છે. ઘા કે જખમ ઉપર જુઈ ના પાન વાટી તેની પોટલી બાંધવાથી જખમ સાફ થઈ જલદીથી રૂઝાઈ જાય છે.

જુઈનાં પાનનો ઉપયોગ ત્વચાના રોગોમાં, ખાસ કરીને ધાધર અને પિમ્પલ્સ અથવા ખંજવાળમાં ખૂબ ફાયદાકારક છે. જો તમને તણાવ કારણે માથાનો દુખાવો થતો હોય તો જૂઈનો ઘરેલું ઉપાય ખૂબ ફાયદાકારક સાબિત થશે. તજ અને જૂઈના પાનનો રસ 1-2 ટીપાં નાકમાં નાખવાથી માથાનો દુખાવો મટે છે.

જૂઈના ફૂલ ના ઔષધીય ગુણધર્મો પેશાબમાં ગ્લુકોઝ નું સ્તર ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે. જૂઈના ફૂલ માંથી બનાવેલ ઉકાળો 10-20 મિલી પીવાથી પેશાબ ની તકલીફ મટે છે. પીળી જુહીના મૂળને પીસીને તેને યોનિમાર્ગ પર લગાવવાથી યોનિમાર્ગના રોગોમાં રાહત મળે છે. જુહીના ફૂલોને પીસીને તેને યોનિ પર લગાવવાથી યોનીની તકલીફ, યોનિમાં બળતરા અથવા યોનિમાર્ગની દુર્ગંધ દૂર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top