માત્ર 5 મિનિટમાં જ દાજવાથી થતી જીભની બળતરા અને ચાંદાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણીવાર ગરમાગરમ ખોરાક ખાવાથી અથવા ગરમ ચા પી લેવાથી જીભ બળી જાય છે. આવી સ્થિતિમાં કોઈ મસાલાવાળો ખોરાક ખાવાથી પણ જીભ પર ચચળે છે. તેમજ જીભનો એ ભાગ સ્વાદહીન થઈ જાય છે. જો તમારી પણ ક્યારેક જીભ દાઝી જાય ત્યારે થતી બળતરા થી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપાય અજમાવી તરત જ આ સમસ્યા દૂર કરી શકો છો.

એલોવેરા તમારી જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ખુબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે, એલોવેરા જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી છે. ખાંડ તો લગભગ દરેક વ્યક્તિના ઘરમાં મળી રહે છે. જીભ પર એક ચમચી ખાંડ મૂકો અને ધીમે-ધીમે તેનુ સેવન કરો.

જો તમને જીભમા બળતરા થતી હોય તો તેનાથી તાત્કાલિક આરામ મેળવવા માટે મધ એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. મધ તમારી જીભની પીડા અને બળતરાને તુરંત ઘટાડી દે છે અને તેમા રહેલા એન્ટિબેક્ટેરિયલ તત્વો તમારી ત્વચાને તાત્કાલિક રાહત આપે છે. જીભની બળતરાને દૂર કરવા માટે ખાંડ પણ એક સારો એવો ઘરેલું ઉપાય છે.

તમે ઈચ્છો તો દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. જીભના એ દાઝેલા ભાગ પર દેશી ઘી લગાવી દો જે દાઝેલી જીભને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. જીભ દાઝી જાય તો તમે ફૂદીનાવાળી ચાનુ સેવન કરીને અથવા તો ફૂદીના વાળી ચવિંગમ ખાઇને પણ રાહત મેળવી શકો છો. આ જીભને ઠંડકનો અનુભવ તો કરાવશે જ પણ સાથે તમારી બળતરા પણ ઓછી કરશે.

જ્યારે તમને જીભમા અસહ્ય પીડા કે બળતરા થતી હોય ત્યારે તમે આઇસક્રીમ અથવા તો કોઈપણ અન્ય ઠંડી વસ્તુનુ સેવન કરો જેથી, તમને જીભની બળતરામા રાહત મળે અને આ સિવાય બરફનો ટૂકડો પણ મોઢામાં મૂકી જીભમાં થતી બળતરા દૂર કરી શકાય છે.

એક મુટ્ઠી કોથમીરનાં પાન લો અને તેમને સારી રીતે વાટી લો. તેને વાટ્યા બાદ તેના રસને જીભ પર લગાવો. જામફળનાં પાનને વાટીને તેનાં જ્યૂસને જીભ પર લગાવી શકાય છે. તેનાથી જીભની બળતારમાં તરત આરામ મળે છે. વિટામિન-ઇ કેપ્સ્યુલ પણ જીભમા થતી બળતરામાંથી તમને ઝડપથી આરામ અપાવે છે. તે જીભમા થતી બળતરાને ઝડપથી ઠીક કરે છે.

આદુ અને લસણમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી અને માઈક્રોબિયલ-રોધી ગુણ હોય છે. જીભ પરથી બળતરા દૂર કરવા માટે બંનેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય માટે 2-3 લસણની કળી અને 1 ઈંચ આદુને મોંમાં મૂકીને ચાવો. તમે ભોજનમાં પણ તેનો ઉપયોગ કરી શકો.

કંઈક ગરમ અથવા તીખું ખાવાથી જીભ દાઝી ગઈ હોય તો તરત જ બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરી તેનાથી કોગળા કરી લો. દિવસમાં 2 થી 3 વાર આ પ્રયોગ કરવાથી ટૂંક સમયમાં રાહત મળી જશે. જ્યાં સુધી જીભ ઠીક ન થાય ત્યાં સુધી મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. જો તમને જીભમા અસહ્ય બળતરા થતી હોય તો તુરંત જ મોઢા દ્વારા શ્વાસ લો. જો તમે મોઢા દ્વારા શ્વાસ લેશો તો ઠંડી હવા તમારા મોઢાની અંદર જશે જેથી, તમને જીભમા થતી બળતરામા પણ તુરંત રાહત મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top