અસહ્ય કમરના દુખાવા, અનિંદ્રા, શ્વાસ અને કફ માંથી કાયમી છુટકારો મેળવવા માત્ર જાયફળનો કરો આ રીતે ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાયફળનાં ઝાડ સિત્તેર-એસી ફૂટ ઊંચાં થાય છે. તેમાં નર અને માદા જુદાં થાય છે. તેનું ઉત્પત્તિસ્થાન મલાક્કા બેટ છે. ભારતમાં બંગાળા, નીલગિરિ અને મલબારમાં એ થાય છે. જાવા, સુમાત્રા, મલાયા અને સિલોનમાં તેનાં પુષ્કળ ઝાડ થાય છે. ચીનનાં જંગલોમાં પણ તેનો ઝાડ કુદરતી રીતે ઊગે છે. તેનાં ઝાડ હંમેશાં લીલાં રહે છે અને ઘણાં જ સુંદર દેખાય છે. તેનાં પાન ત્રણથી સાડા ત્રણ ઇંચ લાંબાં, દોઢ ઇંચ પહોળાં, અંડાકાર અને આછા પીળા રંગનાં હોય છે.

તેનાં ફળ ગોળ અથવા લંબગોળ જામફળ જેવડાં થાય છે. તેનાં ફળની અંદર જે બી હોય છે તેને જ જાયફળ કહે છે. ભારત કરતાં ચીનનાં જાયફળ સારાં ગણાય છે. આ ફળની છાલ સવા ઈંચ જાડી, ધોળી અને સુગંધીદાર હોય છે. ફળ પાકે ત્યારે બીને વીંટળાઈ રહેલી લાલ રંગની જે જાળીદાર અંતર છાલ નીકળે છે તેને જાવંત્રી કહે છે.

એક જ ફળમાંથી જાયફળ અને જાવંત્રી એવી બે શ્રેષ્ઠ સુગંધીદાર ઔષધિઓ મળે છે. બંનેના ગુણ લગભગ સરખા છે, પણ જાવંત્રીમાં વિષદન ગુણ વધારે છે. જાયફળ ઘણી જાતનાં થાય છે. જે જાયફળ વજનમાં હલકાં, પોલાં અને બરડ હોય છે તે ઊતરતા પ્રકારનાં તેમ જ જે જાયફળ મોટાં, ચીકણાં અને ભારે હોય છે તે ઉત્તમ ગણાય છે.

જાયફળ રસમાં કડવું, ગરમ, રુચિ ઉત્પન્ન કરનાર, હલકું, તીખું, અગ્નિને પ્રદીપ્ત કરનાર, ઝાડાને રોકનાર, સ્વરને હિતકારી, કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું વિરસપણું, મળ-દુર્ગધ, કાળાશ, કૃમિ, ઉધરસ, ઊલટી, શ્વાસ, શોષ, સળેખમ (પીનસ રોગ) અને હૃદયરોગને મટાડે છે. જાયફળ વીર્યવર્ધક, સ્તંભક અને માદક છે.

જાવંત્રી હલકી, મધુર, ગરમ, રુચિ ઉત્પન્ન કરનાર અને વર્ણ ને સારો કરનાર છે. એ કફ, ઉધરસ, ઊલટી, શ્વાસ, તરસ, કૃમિ અને વિષનો નાશ કરે છે. જાવંત્રી ઉત્તેજક છે. આયુર્વેદમાં જાયફળ અને જાવંત્રીનો ઉપયોગ અતિસાર, મરડો, ગ્રહણી, અર્શ, કૉલેરા, વાતરોગ, પ્રમેહ, વીર્યવિકાર, નિર્બળતા, નિદ્રાનાશ, દંતશૂળ, વગેરે અનેક રોગો પર વપરાય છે. જાયફળ પ્રસૂતા અને બાળકોના રોગો પર પણ વપરાય છે. એ વીર્યવર્ધક અને બલ્ય છે. દૂધ વગેરેમાં નાખવાથી તે સ્વાદમાં વધારો કરે છે.

જાયફળને કે જાવંત્રીના તેલને સરસવના તેલમાં મેળવીને સાંધાઓના જૂના સોજા (પર મર્દન કરવાથી ચામડીમાં ઉષ્ણતા અને ચેતના આવી, પરસેવો વળી, સંધિવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ, સંધિવા મટે છે. જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

જાયફલ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે. રાત્રે બરાબર ઉંઘ ન આવતી હોય તેમના માટે પણ જાયફળ એક ઉપચાર છે.

માતાનું દૂધ પીનાર બાળકને દૂધ છોડાવીને બહારનું દૂધ પીવડાવતા પચતું ન હોય તો દૂધમાં અડધી ચમચી પાણી મેળવીને, તેમાં એક જાયફળને ઉકાળો. આ દૂધને થોડું ઠંડું કરીને નવશેકા દૂધને ચમચીથી બાળકોને પીવડાવો, આવું દૂધ શિશુની પાચનશક્તિને સારી કરી દે છે.

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે.

ઉંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ, જટામાસીનું ચુર્ણ ૧ ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ ૩ ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ એક ગ્રામ મધ કે ઘી માં ભેળવીને ચાટવાથી સરસ ઉંઘ આવે છે. જાયફળના તેલનું પોતું દાંતમાં રાખવાથી દાંતના કીડા મરી જઈ દાંતની પીડા મટે છે.

શરદી અને તાવ માટે જાયફળ શ્રેષ્ઠ આયુર્વેદિક દવા માનવામાં આવે છે. જાયફળ અને જાવંત્રીને એકસાથે ભેળવુને પીસી લઈ તેને કાપડમાં બાંધી અને સૂંઘવાથી તાવમાં રાહત મેળવવામાં મદદ કરશે. જો આ મિશ્રણને મધ સાથે મિક્સ કરીને તેને પાણીની સાથે લેવામાં આવે તો શરદી તાવ અને ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકો છો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top