દુનિયાનું એક અનોખુ ફળ જેના સેવન માત્રથી રોગપ્રતિકારક શક્તિ વધી પાચનની અનેક સમસ્યા માથી મળી જાય છે છુટકારો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એવોકાડો(રુચિરા) માં પાચનતંત્ર સરસ ચાલતું રાખવા માટે અત્યંત જરૂરી એવા ફાઈબર્સ એટલે કે રેષા ભરપુર હોય છે. એમાં મોનોસેચ્યુરેટેડ અને પોલી સેચ્યુરેટેડ ચરબી હોય છે. આ ચરબી આરોગ્ય માટે ઉપકાર સમાન હોય છે. એ શરીરને ઉર્જા આપીને તરવરાટ જાળવી રાખે છે.

એવોકાડો માં કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શર્કરા પણ એવા પ્રકારની હોય છે કે જે આપણા શરીરમાં ધીમે ધીમે પચે છે. એના કારણે એમાંથી સૌથી વધારે ઉર્જા આપણા શરીરને મળે છે. તે પોઝીટીવ ચરબી સ્વરૂપે શરીરમાં સચવાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તરત જ કાર્બન માં રૂપાંતરિત થઈ શરીરને ઉપયોગી ઉર્જા આપવા લાગે છે.

એવોકાડો માં બહારની બાજુએ ઘાટા લીલા કલરની ચામડી આવેલી હોય છે. જે ખરબચડી હોય છે. મગરની ચામડી જેવી બહાર તેની છાલ હોવાથી તેને એલિગેટર ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ભારતમાં તેને માખણ ફળ તરીકે ઓળખવામાં આવે છે. અંદરની બાજુએ તેમાં કડક ગોટલી આવેલી હોય છે. તે સ્વાદે હલકુ કડવું અને ખટાશ વાળું હોય છે.

એવોકાડો ની અંદર ભરપૂર માત્રામાં કેલરી અને ફેટ હોય છે. તેમાંથી અંદાજે સો ગ્રામ જેટલા એવોકાડો ની અંદર ૬૦ થી ૮૦ કેલેરી જેટલી એનર્જી પ્રાપ્ત થાય છે. આથી દુબળા પાતળા લોકો પોતાનું વજન વધારવા માગતા હોય તો તેના માટે એવોકાડો સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.

એવોકાડો માં ફોલેટનું પ્રમાણ ભરપૂર હોય છે. એવોકાડો માં કેટલા પ્રકારના ફાયટોકેમિકલ્સ પણ છે જે કેન્સર પહેલાના અને કેન્સર ગ્રસ્ત કોષોને શોધવામાં તેમજ રંગસૂત્રોના નુકસાન માટે જવાબદાર કીમોથેરાપી ની આડઅસર ને પણ ઘટાડે છે.

એવોકાડો માં મળતાં ડાયેટરી ફાઇબર તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વોને કાઢવામાં જ મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને શરીરની બળતરાની સમસ્યાને પણ ઘટાડે છે. સુર્યના યુવી કિરણોથી બચવા માટે એવોકાડો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો. બહાર નીકળતા પહેલા એવોકાડો સનસ્ક્રીન લોશન ને ત્વચા  પર લગાવી લો. તેમાં રહેલા પોષક તત્વો સુરજના કિરણોથી બચાવવામાં મદદ કરશે.

એવોકાડો ખાવાથી તમારા શરીરનું લ્યૂટિન સ્તર 25 ટકા વધી જાય છે. લ્યૂટેઇન મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે, તે મગજની એકાગ્રતાના સ્તરને વધારે છે, યાદશક્તિ તેજ બનાવે છે અને મગજની પ્રક્રિયાની ઝડપને પણ વધારે છે.  મોં માં આવતી દુર્ગંધ દૂર કરવા માટે પણ એવોકાડો નો ઉપયોગ થાય છે.

દીવસમાં અડધું એવોકાડો ખાવાથી 5.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 4.6 ગ્રામ ફાઇબર મળે છે. એક સંશોધન પ્રમાણે ફાઇબર મળવાથી શરીરમાં લોહીની શર્કરાનું સ્તર વધવાની પ્રક્રિયા ધીમી પડે છે જેનો લાભ ટાઇપ ટુ ડાયાબીટીસને થાય છે. એવોકાડો આંખોની રોશની વધારવા માટે અને નંબરના ચશ્મા માંથી છુટકારો અપાવવા માટે સૌથી વધુ ગુણકારી સાબિત થાય છે

એવોકાડો નું સેવન વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. મિત્રો તમને જણાવીએ કે તે આ માટે એવોકાડો ની પેસ્ટ બનાવી તેની અંદર ઈંડાનો પીળો ભાગ ઉમેરો.  ત્યાર બાદ તેમાં દહીં અને ઓલિવ ઓઈલ ભેળવી બરાબર હલાવી લો. અને ત્યારબાદ આ મિશ્રણને વાળમાં લગાવવાથી વાળ એકદમ સિલ્કી, મજબૂત અને કુદરતી ચમકદાર બનશે.

એવોકાડો ની અંદર ફાઇબર ની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. કબજિયાત રહેતો નથી આંતરડા સાફ રહે છે. તેમજ તેમાં પાચક તત્વો આવેલા હોવાથી અપચાની તકલીફ દૂર રહે છે. લીવર મજબૂત થાય છે. અને લીવર સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

એવોકાડો ની અંદર એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાના કારણે શરીરમાં જુદા જુદા અંગો ની અંદર સોજો આવ્યો હોય તો તે ઘટે  છે. સાંધાના દુખાવા પણ મટાડે છે. આમ આર્થરાઇટિસ એટલે કે ‘વા’ ની તકલીફમાં પણ એવોકાડો ઉત્તમ સાબિત થાય છે. સગર્ભા સ્ત્રીને સગર્ભાવસ્થા દરમિયાન સવારના સમયે ઊલટી-ઊબકા થતા હોય છે. એવે સમયે એવોકાડો ફ્રુટ ખાવાથી ઉલટી-ઉબકા નું પ્રમાણ ઘટે છે. આમ મોર્નિંગ સિકનેસ માં પણ તે ફાયદાકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top