જમીન પર સૂવા થી સંપૂર્ણ શરીર મા રક્ત નો સંચાર યોગ્ય રીતે થશે તથા ઘણા રોગો માંથી પણ મુક્તિ મળશે. જો આપણે સીધા જમીન પર સૂઈએ તો આપણી હાઈટ મા પણ વધારો થશે. અને તણાવ પણ દૂર થશે. જમીન પર તમે ચતા સૂવો એટલે શરીર નો ભાર બંને બાજુ સમાન હોય છે.
હવે આ ફાયદાઑ વિશે જાણ્યા પછી તમે ન તો બેડ ઉપર સુવાનું પસંદ કરશો અને ન તો મોટા ગાદલા ઉપર. જમીન ઉપર સુવાથી આખું શરીર એક સીધી સપાટીમાં હોય છે, અને આવી રીતે તમને આ સમસ્યાઓથી છુટકારો મળશે. હાડકાની સંરચનામાં સુધારો,મિત્રો તમારી પથારી ભલે કેટલી પણ આરામદાયક કેમ ન હોય, પણ તે તમારા હાડકાઓને એક સીધી રેખામાં નથી રાખી શકતા.
જો તમને પેટને લગતા રોગો હોય તો તેમાં પણ તમારે જમીન ઉપર સુવાથી ઘણો ફાયદો થાય છે. પેટને લગતા રોગો જેવા કે કબજિયાત, એસિડિટી, ગેસ અપચો,જમીન ઉપર હોવાથી વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે. પાચન ક્રિયા વધારે મજબૂત થાય છે. તેથી વ્યક્તિને પેટને લગતા કોઈ પણ રોગો થતા નથી. તે ઉપરાંત પેટ નો આકાર સારો બને છે. તેથી વ્યક્તિને હંમેશા દરરોજ ત્રણ કલાક સુધી જમીન ઉપર સૂવું જોઈએ.
જેથી વ્યક્તિને કોઈપણ પ્રકારની પેટની બીમારી થશે નહીં. ઘણી વખત એવું થાય છે કે તમને ખબર પણ નથી રહેતી કે શરીરમાં અંદરના ભાગમાં નાની મોટી ઈજા હાડકાને ક્ષતિગ્રસ્ત કરે છે. જમીન ઉપર સુવાથી એક સીધમાં રહેવાને કારણે તે યોગ્ય રીતે જોડાય છે અને જલ્દી રીકવરી કરે છે.
મોટા ગાદલા ઉપર સુવાને કારણે મોટાભાગના લોકોને પીઠના દુ:ખાવાની સમસ્યા થવા લાગે છે. તેવામાં નીચે જમીન ઉપર સુવાની ટેવથી પીઠના દુ:ખાવા માંથી હંમેશા માટે છુટકારો મળી જશે. જાણકારી માટે જણાવી દઈએ કે, નીચે સુવાથી કરોડરજ્જુનું હાડકું એકદમ સીધું રહે છે. જેથી શરીરમાં લોહીનો સંચાર યોગ્ય રીતે થતો રહે છે અને ધીમે ધીમે પીઠના દુ:ખાવા માંથી આરામ મળવા લાગે છે.
કરોડરજ્જુના હાડકાના સ્વાસ્થ્યમાં ફાયદાકારક, એ તો આપણે સ્કુલમાં ભણીને આવ્યા છીએ કે, શરીરના ઉપરના ભાગને યોગ્ય રીતે કામ કરવામાં કરોડરજ્જુ મહત્વનું કામ કરે છે. તેની સાથે મગજની નસ પણ જોડાયેલી હોય છે, તેથી કરોડરજ્જુનું સીધું રહેવું ઘણું જરૂરી છે. સોફ્ટ ગાદલાં પર સૂવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી, પરંતુ જો જમીન પર સૂવામાં આવે તો તે બરાબર થઈ શકે છે.
કેટલાંક લોકોને ઇન્સોમેનિયા એટલે કે અનિદ્રાનો પ્રશ્ન રહેતો હોય છે, તેવી પરિસ્થિતિમાં પણ જો બેડને બદલે જમીન પર સૂવામાં આવે તો આસાનીથી ઊંઘ આવી જશે. જમીન ઉપર સુવાથી તમારી કરોડરજ્જુ સંપૂર્ણ એક રેખા વાળી સ્થિતિમાં હોય છે. જો થાક કે કોઈ બીજા કારણોથી તેમાં કોઈ તકલીફ આવે છે, તો રાત્રે સુતી વખતે તે ઠીક થઇ જાય છે.
જમીન ઉપર સુવું તેને જલ્દી રીકવરીમાં મદદ કરે છે. નીચેના શરીરના અંગનું સ્વાસ્થ્ય, જાણકારી માટે જણાવી દઈએ કે, જમીન ઉપર સુવાથી ખંભાની સાથે શરીરના નીચેના ભાગનું સંતુલન ઠીક રહે છે. જો સૂતી વખતે તમારા ખભા સરખી રીતે ન રહી શક્યા હોય તો તેના લીધે ડોક, ગરદન અને બેકમાં પણ દુઃખાવો થઈ શકે છે.
સીધા ખભા રાખવા માટે જમીન પર સૂવું જોઈએ. પલંગ પર ઘણાં લોકો આડા-અવળાં અને અવ્યવસ્થિત રીતે સૂતાં હોય છે તેથી આ પ્રકારનાં દુઃખાવા થઈ શકે છે. વ્યક્તિને વધારે પડતા માનસિક ટેન્શન નો સામનો કરવો પડતો હોય તો તેવા વ્યક્તિએ દરરોજ જમીન પર એક કલાક સૂવું જોઈએ. તેનાથી તેના મનનું સંતુલન થાય છે. મનમાં સકારાત્મક વિચાર આવે છે. મનને ઠંડક મળે છે.
તમારા મગજ સુધી પૂર્ણ માત્રામાં લોહીનું પરિભ્રમણ થાય છે. તેથી મગજમાં પૂરતું લોહી પહોચે છે. માનસિક ટેન્શન ઓછું થાય છે. કેટલાક હેલ્થ એક્સપર્ટના ઓપિનિયન એવા છે કે સ્પાઇનને જો સીધી રીતે રાખવામાં આવે તો તે વધારે સારી રહી શકે છે, જો જમીન પર સૂવામાં આવે તો સ્પાઇનનું અલાઇન જળવાઈ રહે છે. જમીન પર સૂવાથી લોઅર બેક પેઇન ઓછું થાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.