ચામડી ના અલ્સર, દાંત અને પેટને લગતા દરેક રોગ જેવા અનેક રોગોમાં રામબાણ છે આ ઔષધીય પાન, ઉપયોગ કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાંબુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેવી જ રીતે આ જાંબુના ઝાડ ના પાન પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ એ ડાયાબિટિશ ના દર્દી માટે પારંપરિક ઔષધ છે. જાંબુ ની છાલ, ગર્ભ અને ઠળિયા બધુંજ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ઘણી બધી વ્યક્તિ જાંબુના ઠળિયાને સૂકવીને તેનો પાઉડર બનાવી તેનું સેવન કરે છે. જેથી તેમને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પરંતુ જાંબુના ઝાડ ના પાન અને ઠળિયા ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક થાય છે જાંબુના ઠળીયા સાથે જાંબુના પાન ને સુકવી જાંબુના ઠળિયાનો પાઉડર બનાવવાની પ્રક્રિયા માં સાથે ઉમેરો અને તેનો પાવડર બનાવી દિવસમાં બેવાર સેવન કરવાથી ઉત્તમ પરિણામ આપશે.

સ્કિન અલ્સર એ આપણી સ્કિનને સંબંધિત સમસ્યા છે.  જેના માટે તમે જાંબુના પાન નો ઉપયોગ કરી શકો છો અલ્સરની સમસ્યા માં શરીર પર સોજો આવે છે, અને તે જગ્યાએ ભૂલ થી અડી જવાય દુખાવો થાય છે.

જે વ્યક્તિઓને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેઓએ જાંબુના પાન નું સેવન કરવું જોઇએ. તેની અંદર રહેલા ઔષધિય ગુણ આપણા શરીરની અંદર હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

જાંબુના પાન નો ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીરની અંદર રક્ત પરિભ્રમણની પ્રકિયા સારી રીતે થાય છે. પરંતુ જો આ રક્ત ભ્રમણ ની પ્રક્રિયા ઝડપી થાય એટલે કે હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા થાય તો આપણે હૃદયને નુકસાન કારક છે.  નિયમિત સ્વરૃપે તેનું સેવન કરવામાં આવે તો આ રક્ત પરિભ્રમણ ની ક્રિયા સારી રીતે ચાલે છે.

ઘણી બધી વ્યક્તિઓને મોઢામાં અવારનવાર ચાંદાં / છાલા પડી જતા હોય છે જેને કારણે તેઓ સારી રીતે ભોજન કરી શકતા નથી અને મોઢા અંદર છાલા બળતરા કર્યા રાખે છે. આ છાલા થી છુટકારો મેળવવા માટે જાંબુના પાન નું સેવન કરી શકો છો.  તેની અંદર રહેલા એન્ટિ-બાયોટિક ગુણ આ છાલા ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થાય છે.

તેમજ ઘણી વાર જો તમારા પેટની અંદર પાચનતંત્રમાં ગડબડ હોય તો પણ વ્યક્તિઓને મોઢામાં છાલા પડે છે ત્યારે પણ જાંબુના પાન પાચનતંત્ર અને સારું કરવામાં ફાયદાકારક રહે છે.  અને તમારા છાલા જલદી મટી જાય છે.

શરીરમાં જો પાચનતંત્ર આપણું ખરાબ હોય તો બીજી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.  માટે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે જાંબુના પાન એક અકસીર ઇલાજ તરીકે કાર્ય કરે છે તેમજ તે અપચાની સમસ્યા થી પણ છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે

આયુર્વેદ ની અંદર તાવ ના ઈલાજ તરીકે જાંબુના પાન નો સેવન કરવાનું જણાવેલ છે.  જે તાવ આવવાની સાથે જ જો તમે તેનું સેવન કરો છો તો તે તાવને વધવા દેતો નથી તેમજ તે તાવ ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે

જ્યારે આપણા પેટ્ની અંદર ભોજન સારી રીતે પચતું નથી ત્યારે આપણે લૂઝ મોશન ની સમસ્યા ઉદ્ભવે છે. અને જાંબુના પાન ની અંદર રહેલ એન્ટિમીકરોબાયલ ગુણ  ની લૂઝ મોશન સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે.

પથરી ના ઈલાજ માટે પણ જાંબુ બહુ ફાયદાકારક હોય છે. પથરી ની સમસ્યા થવા પર જાંબુ ના બીજ ને સુકવીને બારીક પીસી લો અને તેને દહીં ની સાથે ખાઓ. કેટલાક જ દિવસો માં પથરી ની સમસ્યા થી છુટકારો મળી જશે.

પિત્ત ની સમસ્યા થી પરેશાન છો તો જાંબુ ના સિરકા માં પલાળીને રાખો અને દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરો. તેનાથી પિત્ત શાંત થાય છે.

જાંબુના પાન તો બારેમાસ તમને મળી રહે છે. જો તમારા પેઢા નબળા હોય તો જાંબુના પાન નું મંજન કરવાથી ફાયદો થાય છે. જો પેઢા માથી લોહી નીકળતું હોય તો આ જાંબુના પાન ને ગરમ પાણી માં ઉકાળીને કોગળા કરવાથી રાહત મળે છે.

જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય તો તે ઉતારવા માટે જાંબુના પાન નો રસ પીવડાવવાથી નશો જડપથી ઉતરી જાય છે. જો કોઈના મો માથી સતત વાસ આવતી હોય તો જાંબુના પાન ને ચાવવાથી તે દૂર થાય છે. જાંબુના પાન નું સેવન ગાય ના દૂધ સાથે કરવાથી લોહિવાળા હરસ માં ફાયદો કરે છે. નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top