હેડકીનો ચમત્કારી ઈલાજ, ગમે તેવી હેડકી આવતી હોય માત્ર 2 મિનિટમાં જ બંધ કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો  હેડકી આવે તો સમજો કોઈ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં આમ નથી હોતું. એકાએક વાતાવરણ બદલાય, કંઈક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ પીવાની આદત હોય અથવા તો વધારે પડતું ટેન્શન લેવાથી પણ હેડકી આવે છે.

આપણે નિરંતર શ્વાસ લેતા રહીએ છીએ અને ફેફસામાં હવા જાય છે.  અને ત્યાંથી આવતી રહે છે. આ ક્રિયાની સાથે એ પરડો પણ હલે છે. જે છાતી અને પેટની વચ્ચે હોય છે. પણ ક્યારેક-ક્યારેક આ પ્રવાહની લયમાં ગરબડ સર્જાઇ જાય છે, જેનાથી ડાયફ્રોમ કંપવા લાગે છે, અને એડકી આવે છે.

આ કંપનને કાબુમાં લેવા માટે હવાનો પ્રવાહ સહજ બનાવવાના અનેક ઉપાયો છે. જેમ કે ઠંડું પાણી પીવું, સાત ઘૂંટડા પાણી પીશો તો એડકી મટી જશે, યાદ છે આ ઘરેલું ઉપાય કહેવાય છે, ખાંડ ખાવી, કેટલીક સેકંડ માટે શ્વાસ રોકી દેવો, બરફનો ભૂક્કો ગળી જવો, કોઇ થેલી ફુલાવી વગેરે.

આમાંની કોઇ પણ એક વિધિ કરવાથી હેડકીમાં આરામ મળશે. કદાચ તમારામાંથી કોઇએ જાણતા-અજાણતા આ ક્રિયા કરી પણ હશે અને હેડકીમાં રાહત મળી હશે. ઉતાવળે ભોજન ગળી જવાથી, દારૂ પીવાથી, વધારે મરચાવાળું ખાવાથી વગેરેથી હેડકી આવી શકે છે.

હેડકી આવે ત્યારે ગળા પર આઈસ બેગ અથવા ઠંડા પાણીમાં પલાળેલું કપડું રાખો તો ફાયદો થાય છે. આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો.  તેને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે.

એક થિયરી પ્રમાણે હેડકી આવે ત્યારે એક ચમચી મધ અસરકારક સાબિત થાય છે. એકાએક મળનારી મધની મીઠાશથી શરીરની નર્વ્સ બેલેન્સ થઈ જાય છે. હેડકી આવે તો એક ગ્લાસ ભરીને ઠંડુ પાણી પી જાઓ. અમુક લોકો તો એમ પણ કહે છે કે પાણી પીતી વખતે નાક પણ બંધ કરવું જોઈએ.

આંગળી મોઢામાં મુકવાથી પણ હેડકી બંધ થઈ શકે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે તમે શાંતિથી આ કરો, ઉતાવળ કરવામાં તમને ખાંસી પણ થઈ શકે છે. પીનટ બટર ખાવાથી પણ હેડકી દૂર થાય છે. જ્યારે પીનટ બટર તમારા દાંત અને જીભથી અન્નનળીમાં જાય છે તો તેનાથી શ્વાસ લેવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે, જેનાથી હેડકી રોકાઈ જાય છે.

પેપર બેગમાં દસ વાર શ્વાસ અંદર લેવાથી અને બહાર છોડવાથી પણ હેડકી રોકાઈ શકે છે. આનાથી લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું લેવલ વધે છે જે નર્વ્સને રિલેક્સ કરે છે. જ્યારે હેડકી આવે ત્યારે અમુક સેકન્ડો માટે શ્વાસ રોકી લેવા જોઈએ. આ ઘણો જૂનો નુસ્ખો છે અને આનાથી હેડકી રોકવામાં મદદ મળે છે.

હેડકી શરુ થાય એટલે તરત જ બેસીને અથવા સુઈને ગૂંઠણને છાતી સુધી લાવો. આનાથી ફેફ્સા પર પ્રેશર આવે છે અને હેડકી રોકાઈ જાય છે. તેનાથી માંસપેશીઓની સંકોચાવવુ દૂર થાય છે. હેળકી આવતા તુલસી અને ખાંડ ખાઈને પાણી પીવી લેવું.

થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે. દૂધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે. સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. જાયફળને ચોખાના ધોવાણમાં પીરસીને પીવાથી હેડકી બંધ થાય છે.

સુંઠ અને ગોળને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.અડદ અને હીંગનું ચુર્ણ દેવતા પર નાંખી તેનો ધુમાડો મોંમા લેવાથી હેડકી બંધ થાય છે.

ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે. આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.

જાણકારોનું કહેવું છે કે હેડકી આવે ત્યારે તમને કોઈ ચોંકાવનારી વાત કહે અથવા તમારું માઈન્ડ ડાયવર્ટ થઈ જાય તો હેડકી બંધ થવામાં મદદ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top