સ્ટોક માર્કેટના ‘બચ્ચન’કહેવાતા હર્ષદ મેહતાના કૌભાંડ ની પૂરી સચ્ચાઈ, જાણો તેના વિશેની અનસૂની માહિતી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હર્ષદ મહેતાનું નામ સાંભળ્યું જ હશે. 1990 ના દાયકામાં હર્ષદ મહેતા તે વ્યક્તિ છે જેણે દેશના નાણાકીય બજારને ખરાબ રીતે હચમચાવી દીધું હતું. 1991માં દેશમાં આર્થિક સુધારાની શરૂઆત થઈ. વર્ષ 1990 થી 1992 એ ભારતીય અર્થવ્યવસ્થામાં મોટા પરિવર્તનનો સમય હતો. પરંતુ તે દરમિયાન એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું. જેણે શેર ખરીદવા અને વેચવાની પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કર્યા.

શેરબજારમાં ગજબનાક સફળતા મેળવવાને કારણે હર્ષદ મહેતા ‘બિગ બુલ’ તરીકે પણ ઓળખાતા હતા. તેમનાથી પ્રેરાઈને સામાન્ય લોકો પણ શેરબજાર તરફ આકર્ષાયા હતા. હર્ષદ મહેતા દ્વારા કરાતા તેજીના ધંધા પર ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું જ્યારે એપ્રિલ ૧૯૯૨માં સીબીઆઈએ કેટલાક દલાલો દ્વારા કરાઈ રહેલી છેતરપિંડીને ઉઘાડી પાડી હતી. હર્ષદ મહેતા એમાં મુખ્ય હતા. આ કૌભાંડ આશરે ૪,૦૫૨ કરોડનું હતું.

મહેતાની પત્ની જ્યોતિ મહેતાની ૨૭ વર્ષ પછી એક દલાલ સામેના કેસમાં જીત થઈ હતી. આ દલાલ પર હર્ષદ મહેતાના ૬ કરોડ રૂપિયા બાકી નીકળતા હતા. કોર્ટે જ્યોતિ મહેતાનો દલાલ અને બેન્ક પાસેથી લેણી નીકળતી ચાર કરોડ રૂપિયાની રકમનો દાવો માન્ય રાખ્યો હતો. કોર્ટે ૨.૬૦ કરોડ રૂપિયાના વ્યાજનો દાવો પણ માન્ય રાખ્યો હતો.

વિશેષ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શાલિની ફણસલકર જોશી ૧૯૯૨ના શેરબજાર કૌભાંડ સંબંધિત કેસો સંભાળી રહ્યા છે. તેમણે સદ્ગત હર્ષદ મહેતાના પત્ની જ્યોતિ મહેતાના દાવાને માન્ય રાખીને દલાલ કિશોર જાનાની અને ફેડરલ બેન્ક પાસેથી હર્ષદ મહેતાની લેણી નીકળતી રકમ ૧૮ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ કૌભાંડ આશરે 4,000 કરોડ રૂપિયાનું હતું અને તે પછી જ સેબીને શેરબજારમાં થતી ગડબડો રોકવા માટે સત્તા આપવામાં આવી હતી. આ કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતાનું 2002 માં અવસાન થયું હતું. પરંતુ 1992 ના બહુચર્ચિત શેર બજારના કૌભાંડની યાદો હવે બહુ ઓછા લોકોના મગજમાં છે.

હર્ષદ મહેતાનો જન્મ 29 જુલાઈ 1954 ના રોજ ગુજરાતના રાજકોટ શહેરના પનેલ મોટી ખાતે થયો હતો.તેમને બાળપણ મુંબઇના કાંદિવલીમાં વિતાવ્યું.તેમણે હોલી ક્રોસ બેરોન બજાર માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો.મહેતાએ લાજપત રાય કોલેજમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો હતો. આઠ વર્ષ સુધી તેણે નાની-મોટી નોકરીઓ કરી. તેમની પ્રથમ જોબ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ સાથેના સેલ્સ પર્સન તરીકે હતી.ત્યારબાદ તે હરિજીવન દાસ નેમિદાસ સિક્યોરિટીઝ નામની દલાલી પેઢીમાં જોડાયો.

1984 માં તેમણે ગ્રો મોર રિસર્ચ અને એસેટ મેનેજમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી અને બીએસઈમાં દલાલ તરીકે સભ્યપદ લીધું. મહેતાએ બજારમાં દરેક દાવપેચ પ્રસંત પરીજીવનદાસ પાસેથી શીખ્યા. સ્ટોક માર્કેટમાં બુલ રન શરૂ કરતાં મહેતાને ‘બિગ બુલ’ કહેવાતા.

હર્ષદ મહેતાને લઈને બનાવવામાં આવેલી વેબ સીરિઝ “સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી” ટેલિવિઝનના પડદા ઉપર તે કૌભાંડના 28 વર્ષ પછી પણ ધૂમ મચાવી રહી છે.

આ સીરિઝ જાણીતા પત્રકારો સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની નવલ “ધ સ્કેમ” ઉપરથી બનાવવામાં આવી છે. શૅરબજારમાં 1992ના ગાળામાં જે અભૂતપૂર્વ તેજી આવી તે ખરેખર તો સિક્યોરિટી કૌભાંડ હતું. બૅન્કો જે સરકારી સિક્યોરિટી રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા પાસેથી ખરીદે તેની સામે નાણાં ઉપાડવા માટે બૅન્કોના લેજર બુકમાં બોગસ એન્ટ્રીઓ પાડવાનું જે કાવતરું થયું તેના કારણે શૅરબજારમાં જે જબરદસ્ત તેજી થઈ તેમાં થોડાઘણા કમાયા પણ આ કૌભાંડનો ફુગ્ગો ફૂટ્યો પછી જેઓ બરબાદ થયા તેમાં અનેકે આપઘાત કરવાનો વારો આવ્યો અને શૅરબજારમાં મોટી મંદીના મંડાણ થયા હતા. આ કૌભાંડનો રેલો પછી તો દૂર દૂર સુધી દિલ્હી સુધી પહોંચ્યો અને તત્કાલીન વડા પ્રધાન પી વી નરાસિંહ રાવનું નામ પણ તેમાં સુડોવાયું. આ કૌભાંડની તપાસ માટે એક સંસદીય સમિતિની નિમણૂક કરવામાં આવી હતી.

આ કૌભાંડ પહેલુંવહેલું બહાર આવ્યું ત્યારે નિયમનકાર સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેંજ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ આ વિશેની જાણકારી આપવા જે પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં બોલાવી ત્યારે આ લખનાર તેમાં હાજર હતા. સુચેતા દલાલે ત્યારે સેબી ચૅરમૅનને એક સવાલ પૂછ્યો કે, આ કૌભાંડ કેટલા કરોડનું છે? રૂા.500 કરોડનું, રૂા. 1000 કરોડનું, રૂા. 2000 કરોડનું? અધ્યક્ષ દરેક સવાલનો જવાબ આપવામાં થોથવાતા હતા. છેવટે સુચેતાએ આ કૌભાંડનો આંકડો રૂા. 5000 કરોડનો કહ્યો, ત્યારે તેમણે મોઘમ જવાબ આપ્યો.  બસ, બીજે દિવસે છાપાઓમાં મોટી હેડલાઈન્સ સાથે તે સમાચાર છપાયા અને શૅરબજારના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેમની સામે 27 આરોપો મુકવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ચાર પુરવાર થયા. તેમનું 2001માં અવસાન થયું ત્યારે તેઓ આર્થિક રીતે બરબાદ થઇ ચુક્યા હતા.

જોકે, પછી અદાલતમાં તે કૌભાંડ રૂા. 500 કરોડનું હોવાનું પુરવાર થયું. આ કૌભાંડના પગલે સેબીએ શૅરબજારમાં અને મૂડી બજારમાં પાયાના જે સુધારા કર્યા તેનો લાભ આજે પણ બજારને મળી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top