આયુર્વેદમાં આને ગણવામાં આવે છે ઔષધિનો રાજા, માત્ર 1 ચમચી આનું સેવન કફ, શ્વાસ અને વાયુના 50થી વધુ રોગો કરી દેશે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાયુની ગતિને સવળી કરનારા, ભૂખ લગાડનાર, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, મળ બાંધનાર, સોજો દૂર કરનાર, વેદના દૂર કરનાર, ત્રણ ને ચોખ્ખો રાખનાર, વ્રણમાં રૂઝ લાવનાર, શક્તિ આપનાર, વીર્ય શક્તિ વધારનાર, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખોનું તેજ વધારનાર, યકૃતને બળ આપનાર, હૃયને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશયનો સોજો મટાડનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, આયુષ્ય વધારનાર, હિતકર, સંતાન ઉત્પન્ન કરવામાં (ગર્ભ ધારણ કરાવે) મદદરૂપ ઔષધિ.

હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગો નો  સમૂળ માંથી નાશ કરે છે. આ રીતે જોઈએ તો હરડે ત્રીદોષ નાશક ઔષધિ છે.

હરડે પાવડર વ્યક્તિ એ યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ.  હરડે ચૂર્ણ ની માત્ર નો  આધાર વ્યક્તિ ની ઉંમર, જરુરીયાત તથા તેની પ્રકૃતી ઉપર આધાર રાખે છે.સારા સ્વાસ્થ્ય ની ઈચ્છા જો લોકો રાખતા હોય તેમણે રોજ હરડેનું સેવન કરવું જોઈએ. રાતે જમ્યા પછી અડધી હરડે ચાવીને ખાવી. ત્યારબાદ એક નાનો ગ્લાસ ગરમ દુધ પીવું જોઈએ. ખૂબ ચાવીને ખાધેલી હરડે અગ્ની ને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે જો ભોજન સાથે ખાવા માં આવે તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયોને  સતેજ બનાવે છે. કફ પિત્ત અને વાયુ ને શરીર માંથી દૂર  છે. મળ તથા મૂત્ર ને વિખેરી નાખે છે. જમ્યા પછી જો હરડે ખાવા માં આવે તો ખાધેલ ખોરાક ને લીધે થતાં વાત્ત પિત્ત અને કફ ના દોષો દૂર કરે છે.

હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ. મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

હરડે આ પ્રકાર ના સર્વ રોગ નો નાશ કરે છે. ભૂખ ઓછી લાગવી, અપચો, દુખાવો, આફરો, પેટનો ગોળો, કબજિયાત, પેટના રોગો, હરસ, કમળો, યકૃત-બરોળ ના રોગો, કરમિયા, તાવ, ચામડીના રોગો, લોહી બગાડ, ઉધરસ, શ્વાસ, હેડકી, અવાજ બેસી જવો, સફેદ પાણી પડવું, મીઠા પેશાબની તકલીફ, પેશાબ પરાણે થવો, ગર્ભાશયમાં સોજો, દેના રોગો, પેશાબ બંધ થઈ જવો. હરડે ત્રિફળા ચૂર્ણ, અભિયાદી મોદક, અભયારિષ્ટ, પથ્યાદી ક્વાથ, પથ્યાદી ગૂગળ, સપ્તામૃત લોહ, પંચસકાર ચૂર્ણ વિગેરે પ્રકાર ના તમામ ચૂર્ણ બનવા માં કામ માં આવે છે.

હરડેનું ચુર્ણ,  ઘી, મધ, ગોળ,અને તલનું તેલ  આ બધી વસ્તુ એક સરખા વજને લઈ ને મિશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ જેવા રોગો માટે છે.  પીત્ત ને લીધે દુખાવો થતો હોય તો તેમ પણ આ ઉપચાર અકસીર માનવ માં આવે છે.

કોઈપણ પ્રકારનાં પ્રમેહમાં હરડે અને હળદરનું સમભાગ ચૂર્ણ મિશ્ર કરીને લેવું. તેનાથી પેશાબ ના રોગો માં ઘણી રાહત મળે છે. હરડે અને ગજપીપરનેએક સરખા  ભાગે મિશ્ર કરીને તેટલા જ પ્રમાણમાં તેમાં ગોળ ઉમેરવો, સોપારી જેવડી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અમ્લપિત્ત માં ઘણો ફાયદો થઈ છે .

હરડે ને મધ સાથે ચાટવાથી ઊબકા કે ઊલટી જેવુ થતું હોય તો શાંતિ મળે છે.હરડે નો  બારીક પાવડર ગરમ પાણીમાં પલાળી  પેસ્ટ કરી ચાંદી પર લગાડવાથી  દાદર સોરાયસીસ અને  ખરજવા જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો માં અડધી થી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી નવશેકા દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.હરડે અને સુંઠ સરખા ભાગે પાણી માં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાથી દર્દી ને ઘણી રાહત થાય છે . અને જો હરસ બહાર દેખાતા ન હોય તો તેવા પ્રકાર ના રોગ માટે સવારે ગોળ અને હરડે ખાવા. પિત્તજ ગુલ્મ થયો હોય તો હરડે અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પિત્તથી થતો ગોળો મટી જાય છે.

હરડે, અરડૂસી અને ગોળ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી શરીરની રક્તશુદ્ધિ થાય છે. ચામડીના રોગો પણ મટે છે. સાથે શરીરમાં કોઈપણ સ્થળે આંતરિક રક્તસ્ત્રાવ થતો હોય તો તેનો વેગ ઓછો થાય છે. ખૂબ જૂની શરદી રહેતી હોય અને કેમેય કરીને મટતી ન હોય તો હરડે સાથે ત્રિકટુ ભેળવી મધ સાથે તેનું સેવન કરવું.

જો તમારે તમારા શરીર ને તંદુરસ્ત રાખવું હોય અને લાંબુ સ્વસ્થ જીવન જીવવું હોય તો તમારે હરડે નું સેવન કરવું જોઈએ. હરડે શરીર ના બધા કોષોને જીવંત રાખવાનું કામ કરે છે, મરવા દેતી નથી. આથી આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી તેમ ઘણો ફાયદો થાય છે . જો તમારું શરીર તંદુરસ્ત હશે તો તમે લાંબુ જીવન જીવી શકશો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top