મોટાભાગની મુશ્કેલીઓ આપણા પેટથી શરૂ થાય છે. પછી ભલે તે પાચક સમસ્યા હોય, કબજિયાત હોય કે એસિડિટી, ગોળ અને જીરાનું પાણી આ બધી સમસ્યાઓની સાથે અનેક ગંભીર સમસ્યાઓથી પણ રાહત આપે છે. ગોળ અને જીરું બંને સ્વાદ માટે તેમજ આરોગ્ય માટે ફાયદાકારક છે.
શારીરિક થાક, લોહીની ઉણપ, તાવ, પીરીયડમાં તકલીફ કે પછી શરીરના વજન ઘટાડવું જેવા રોગોનો સામનો કરવા ગોળ અને જીરાનું પાણી ફાયદાકારક છે. સૌ પ્રથમ અમે જણાવીશું ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીત.
ગોળ અને જીરુંનું પાણી તમને અનેક રોગોથી સુરક્ષિત રાખે છે. એક કડાઈમાં એક કપ પાણી નાંખો અને તેને ગરમ કરો. પાણી ગરમ થયા પછી પાણીમાં એક ચમચી જીરું અને એક ચમચી ગોળ નાખો. ત્યારપછી થોડા સમય માટે પાણી ઉકળવા દો. જ્યારે પાણી ઉકાળી જાય ત્યારે ગેસ બંધ કરો અને તેને ફિલ્ટર કરો. જ્યારે પાણી નવશેકું થઈ જાય ત્યારે તેનું સેવન કરો. હવે અમે તમને જણાવીશું ગોળ અને જીરાના પાણી પીવાના ફાયદા વિશે.
જીરું અને ગોળ આપણા શરીરમાંથી ગંદકી દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જીરું અને ગોળનું પાણી કબજિયાત, ગેસ, પેટનું ફૂલવું અને પેટમાં દુખાવા માટે ફાયદાકારક છે. જો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે, તો આપણે અનેક પ્રકારના રોગોથી બચી શકીશું. પીરિયડ્સ અને પેટમાં દુખાવાની અનિયમિતતાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે ગોળ અને જીરાનું પાણી ફાયદાકારક સાબિત થાય છે.
તાવ, શરદી અને માથાનો દુખાવો થાય તો ગોળ અને જીરુંનું આ પાણી ખૂબ ફાયદાકારક છે. શરીરમાં લોહીના અભાવને લીધે નબળાઇ અને થાકની અસર થાય છે. શરીરમાં લોહીનો અભાવ હોય તો ગોળ અને જીરાનું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરમાં લોહીની ખોટ પૂરી થાય છે. મહિલાઓએ દરરોજ ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. કારણ કે સ્ત્રીઓમાં લોહીની વધુ ઉણપ હોય છે.
જીરું અને ગોળનું પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે અને ખોરાક સરળતાથી પચાવે છે. જે લોકોનો ખોરાક પચતો નથી તેઓએ દરરોજ સવારે ખાલી પેટ પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઈએ. એક અઠવાડિયા સુધી આ પાણી પીવાથી તમારી પાચન શક્તિમાં સુધાર થશે. તમને માથામાં અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થાય છે, તો જીરા અને ગોળનું પાણી પીવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ગોળ અને જીરુંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણાં પોટેશિયમ અને મેગ્નેશિયમ છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને જીરાનું પાણી પીવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને જીરાનું પાણી ખુબજ ફાયદાકારક છે. જીરું તથા ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની તથા એસીડીટીની સમસ્યા દૂર થાય છે. છોકરીઓ પણ સમયે અનિયમિત પીરિયડ્સનો સામનો કરે છે. આવી સ્થિતિમાં ગોળ અને જીરુંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ. એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી જીરું અને ગોળ મિક્સ કરીને ઉકાળી લો. રોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તમે ગોળની ચા પણ બનાવી શકો છો.
જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. ગોળ-જીરાનું પાણી પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. જીરામાં રહેલા તત્વો પાચનક્રિયામાં સહાયક હોય છે. જીરાનો તડકો લગાવવાથી લઈને પેટ સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર કરવામાં ઘણું જ લાભકારી છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.