માત્ર 5 મિનિટમાં કપડાં પરના જિદ્દી ડાઘ ગાયબ કરવાનો જબરજસ્ત ઘરેલુ ઉપાય, એકવાર ટ્રાય કરી મેળવી લ્યો પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સૌથી વધારે ગમતા કપડાં પર ડાઘ પડી જાય તો? કેટલાક જીદ્દી ડાઘ એટલા જીદ્દી હોય છે કે મોટી-મોટી જાહેરાતો કરતા વોશિંગ પાઉડર પણ દૂર નથી કરી શકતા. પણ તમારા ઘરમાં રહેલી કેટલીક સામાન્ય વસ્તુઓ જીદ્દીમાં જીદ્દી ડાઘથી છુટકારો અપાવી શકે છે.

શર્ટના કોલર વધારે મેલા થઈ ગયા હોય, તો શર્ટ ધોતાં પહેલાં એના કોલર પર થોડું શેમ્પૂ લગાડો. આવું કરવાથી મેલ અને ચીકાશ જલ્દી સાફ થઈ જાય છે.કપડાં પરથી પરસેવાના ડાઘ દૂર કરવા માટે એને ધોતી વખતે પાણીમાં બે-ત્રણ એસ્પિરિનની ગોળીઓ નાખી દો. એનાથી પરસેવાના ડાઘ તરત જ દૂર થઈ જશે.

દાંત સાફ કરવા વપરાતી ટ્યુબ થી આ ડાઘ સરળતા થી દુર કરી શકાય છે. પહેલા તો જ્યા ડાઘ હોય તે કપડા પર ટ્યુબ લગાવવી અને સુકાયા બાદ તેને સાફ કરી લેવી. આ ઉપરાંત નેલ પોલિસ ને દુર કરવા વપરાતા દ્રવ્ય થી પણ આ ડાઘ દુર થાય છે. ડાઘ વાળી જગ્યા પર થોડુ આ દ્રવ્ય લગાવી ઘસ્યા બાદ પાણી થી ધોઈ લેવુ. ડાઘ નઈ રહે.

કોફીનો ડાઘ પડ્યો એટલે કપડું ગયું સમજો. પણ જો આ ટીપ્સ ફોલો કરશો તો કોફીના ભલભલા ડાઘ દૂર કરી શકશો.1. 150 ml પાણી અને 100 ml વિનેગર લો.2. હવે જ્યાં ડાઘ પડ્યો છે તે જગ્યાના કપડાને પાણીમાં મસળો અને 5 મિનિટ માટે છોડી દો.3. શર્ટ/પેન્ટને બહાર કાઢી અને તડકામાં સૂકાવી લો ધોઈ નાખો.

કપડા પર કેચઅપનો ડાઘ પડ્યો હોય તો પણ ગભરાવાની જરુર નથી.1. પાણીમાં અડધી ચમચી લિકવિડ ડિશ વોશ ડિજરજન્ટ અને 1 ચમચી વિનેગર નાખો.2. આ પાણીમાં ડાઘ પડેલું કપડું બોળો અને 30 મિનિટ સુધી રહેવા દો. પછી તેને પાણીમાંથી બહાર કાઢીને હુંફાળા પાણીમાં ધોઈ નાખો.3. કપડાને વધારે ચોખ્ખું કરવા માટે તેને ધોવામાં નાખો તે પહેલા સ્ટેઈન રિમૂવરનો ઉપયોગ પણ કરી શકો છો.

સ્ત્રીઓ માટે આ મોટી સમસ્યા છે કારણ કે તેઓ રસોડામાં હોવાથી અવાર-નવાર આવા ડાઘ માથાનો દુખાવો બની જતા હોય છે. આ રીતે ડાઘને દૂર કરો.1. ડાઘ પડ્યો હોય ત્યારે જો તમારી પાસે પેપર નેપકિન હોય તો તેને ડાઘ પર દબાવી રાખો. આ સિવાય ડાઘ પર બેબી પાઉડર/મીઠું નાખીને ડાઘને ઢાંકી દો.2. હવે જે પાઉડર ડાઘ પર ચોંટી ગયો તેને ચમચીથી ઉખાડી લો. હવે પછી તેના પર ડિશ વોશિંગ ડિટર્જન્ટ અને પાણી લગાવો.3. આ પછી ટૂથ બ્રશથી ડાઘ પર ગોળ હાથ ફેરવતા રહો. ધ્યાન રાખો ટૂથ બ્રશ કાપડની બન્ને બાજુએ ઘસવાનું છે.4. હવે સમાન્ય પાણીથી આ ડાઘને ધોઈ નાખો અને કપડું સૂકવવા મૂકી દો.

પુરુષોની આ સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે, ઓફિસમાં પહેરવાનો ગમતો શર્ટ હોય અને આવા ડાઘા પડે તો મૂડ ઓફ થઈ જતો હોય છે… પણ આવું થાય ત્યારે બસ આટલું કરો..1. જો તમારી પાસે હેર સ્પે હોય તો તેને આ ઇન્કના ડાઘ પર છાંટો જેનાથી ડાઘ ફેલાઈ જશે.2. હવે, થોડું વિનેગરથી હેર સ્પ્રે અને શાહીના ડાઘને એકવારમાં દૂર કરી લો.
ચોકલેટ સાથે મસ્તી કરો અને તેના ડાઘ પડી જાય તો લોચો તો થવાનો જ પણ જ્યારે તમારી સાથે આવું બને તો સરળ ટિપ્સ ફોલો કરો..1. એકદમ ઠંડું પાણી લઈને જેટલો ડાઘ (કાપડની બન્ને તરફથી) સાફ થાય તેટલો કરી લો. ધ્યાન રાખો ચોકલેટનો ડાઘ વધારે કપડાની અંદર ન જાય.2. હવે કપડાના એ ડાઘવાળા ભાગને એક કપમાં કપડા ધોવાનો પાઉડર લઈને બોળી રાખો.3. હવે તેને વ્યવસ્થિત રીતે ધોઈ લો.

કપડાં પર ચ્યુઇંગમ ચીપકી જાય તો એની પર ઈંડાની સફેદી લગાવીને થોડીક વાર સુધી રહેવા દો. થોડીવાર પછી ચ્યુઇંગમ એની મેળે નીકળી જશે.સફેદ કપડાંને સારી રીતે સાફ કરવા હોય તો, એને ગરમ પાણીમાં જ પલાળો.ખાવા મા ઉપયોગી એવા દહી ના પ્રયોગ થી પણ ડાઘ દુર થાય છે. તેના માટે વાટકી મા થોડુ દહી લઈ ડાઘ પડેલા ભાગ ને તેમા બોળી રાખવુ અને તેને હળવે હાથે ઘસવુ. ધીમે-ધીમે ડાઘ દુર થશે. જો તમારા કપડા પર બોલપેન ની સ્યાહી ના ડાઘ લાગ્યા હોય તો તે મીઠા ની મદદ થી સરળતા થી દુર કરી શકાય છે. પણ તેનો પ્રયોગ તરત જ કરવાથી આ ડાઘ દુર થાય છે.

સફેદ કપડાંને ડાઘ પડયો હોય, તો તેને થોડા પાણીમાં બ્લીચિંગ પાઉડર નાખીને દોઢ-બે કલાક પલાળવાથી કપડાંના ડાઘ નીકળી જાય છે, અને કપડાં ચમકી ઊઠે છે.જો કપડાં પર ચાના ડાઘ પડી ગયા હોય તો ચાના ડાઘ પર રાત્રે ગ્લીસરિન લગાવીને રહેવા દો. સવારે પાણીથી ધોઈ નાંખો. ડાઘ જતા રહેશે.આપણે રોજ ઉપયોગ મા લેતા દુધ ની મદદ થી પણ ડાઘ દુર કરી શકાય છે. રાત્રે દુધ મા પલાળી રાખી બીજા દિવસે તેને કપડા ધોવા ના પાઉડર થી ધોઈ લેવા. તેમજ દુધ ની સાથે કોર્ન સ્ટાર્ચ ભેળવી ને તેને કપડા પર ડાઘ ની જગ્યા પર લગાવવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ધોઈ લેવુ. આ ડાઘ નીકળી જશે.

બેબી પાવડર તથા ટેલ્કમ પાવડરની મદદથી પણ તમેં તેલના દાગને દૂર કરી શકો છો. જ્યાં તેલ લાગી ગયું છે તે જગ્યા પર પાવડર લગાવવામાં કંજૂસી ન કરતા પાવડર લગાવો. અને દાગને પાવડરથી બરાબર રીતે કવર કરી દો હવે તેલ પાવડરને શોષવાનું શરૂ કરી દેશે.તેલ જેવા હઠીલા ડાઘ દુર કરવા માટે ચહેરા પર લગાવવા મા આવતા પાઉડર નો ઉપયોગ કરી દુર કરી શકાય છે. પાઉડર તેલ ને શોષી લેવા નુ કામ કરે છે. આ પાઉડર ને અડધી કલાક ડાઘ પર રહેવા દઈ બ્રશ ની સહાયતા થી દુર કરો.

જો ડાઘ સામાન્ય હોય તો તેને નવશેકા પાણી થી પણ કાઢી શકાય છે. આખી રાત એક પાત્ર મા ગરમ પાણીમા આ ડાઘ લાગેલ કપડા ને બોળી રાખવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ઘસવુ. આ ઉપરાંત તમે ખાવા ના સોડા નો પ્રયોગ તેલ ના ડાઘ દુર કરવા થાય છે. થોડા પાણી મા આ સોડા નાખી એક પેસ્ટ બનાવી ડાઘ પર લગાવવી અને સુકાય ગયા બાદ તેને વોશ કરી લેવા.

કપડાંં પર લાગેલ હોળીના કલરને દૂર કરવા માટે વાસણ ઉટકવાના સાબુની મદદથી ધોવો. તેના માટે રંગ લાગેલા કપડાંંને ડીશવોશ બારથી ધોવો અને થોડી વાર તેને તેમનું તેમ રાખી મૂકો. થોડી વાર પછી પાણી વડે કપડાંંને સાફ કરી લો. અને બધો રંગ દૂર થઇ જાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top