જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી ઋતુમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે.
તો આજે અમે તમને એવા દેશી ઉકાળા વિશે જણાવીશું જે સરળતાથી ઘરે જ બનાવી શકાય અને તેનું સેવન તમને આ તમામ સમસ્યાઓથી બચાવશે. તો ચાલો આપણે જાણીએ ઉકાળો બનાવવાની રીત.
તુલસી-કાળા મરીનો ઉકાળો :
સામગ્રી : 4થી 5 તુલસીના પત્તા, 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર, 1/4 નાની ચમચી કાળા મરીનો પાવડર, 1 ઈંચ આદુ, 3થી 4 સુકી દ્રાક્ષ. તમારી પાસે આમાંથી જે પણ વસ્તુ હોય તેનો ઉપયોગ કરી ઉકાળો બનાવી શકો છો.
બનાવવાની રીત : એક નોન સ્ટીક અથવા કોઈપણ વાસણમાં બે ગ્લાસ પાણી નાખો. આ પાણીમાં તુલસી, ઈલાયચી પાઉડર, કાળા મરી, આદુ અને સુકી દ્રાક્ષ મિક્ચરમાં મિક્ષ કરી પાઉડર બનાવીને નાખો અને 15 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેને ઠંડી થવા મુકી દો અને પછી તે ગાળીને પી લો. આમાં તમે સ્વાદ માટે ગોળ અને લીંબુનો રસ પણ મિશ્રણ કરી શકો છો.
આ ઉકાળો પાચન સુધારવાની સાથે સાથે શરીરની ગંદકી પણ દૂર કરે છે. કાળા મરી કફ દૂર કરવા માટે ઉપયોગી છે. તુલસી-આદુ અને ઈલાયચી પાવડરમાં બળતરા વિરોધી ફાયદાઓ છે. જ્યારે તુલસીમાં એન્ટિ-માઇક્રોબલેન્સના ફાયદાઓ છે, જે શ્વાસથી જોડાયેલા ચેપને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. દિવસમાં બે વાર આ ઉકાળો પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે અને તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. તમે આ ઉકાળો ઠંડી અને તાવમાં પણ પી શકો છો.
હર્બલ ઉકાળો :
સામગ્રી : એક એલચી, 2-3 મરીનો ભૂકો, 2-3 સ્ટીક તજનો ભૂકો, 4-5 તુલસીના પાન, 1 ચમચી સૂંઠ. બનાવવાની રીત : એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં આ બધી સામગ્રી નાંખીને દસ મિનિટ સુધી ઉકળવા દેવું. હવે આ ઉકાળાને ગાળીને સહેજ ઠંડુ થાય એટલે પી લેવું. વધારે ફાયદો મેળવવા માટે આ ઉકાળાને દિવસમાં બે વાર પીવો. જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.
આ ઉકાળાનું નિયમિત સેવન તમારા શરીરને બીમારીઓથી બચાવશે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. આ ઉકાળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે. આ સિવાય આ ઉકાળાનું સેવન શરીરને ડિટોક્સીફાઈ પણ કરે છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ઉકાળો :
સામગ્રી : 1 ચમચી અશ્વગંધા, 8-10 તુલસીના પાન, 2-4 ગ્રામ તજ, 1 ઈંચ આદુ, 1 ઈંચ હળદર, ગળોની થોડી દાંડીઓ, કાળા મરી, 1 લિટર પાણી. બનાવવાની રીત : સૌ પહેલાં ખવણીમાં અશ્વગંધા, ગળો, તુલસી, કાળા મરી, તજ, આદુ, હળદરને સારી રીતે ખાંડી લો. હવે 1 લિટર પાણીમાં આ બધી વસ્તુ મિક્સ કરો. તેને ધીમા ગેસે સારી રીતે ઉકાળો. જ્યારે પાણી 100 થી 200 ગ્રામ થાય ત્યારે તેને ગાળી લો. હવે ગાળ્યા બાદ તેનું થોડા થોડા સમયે સેવન કરો. આ ઉકાળો તમને કોરોના સામે રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.