શરીરમાં દુખાવો હોય તો તેના પર શેક કરી અને રાહત મેળવવાનો ઉપાય સૌથી વધારે સરળ છે. શરીરમાં કંઈ વાગ્યું હોય કે સાંધાનો દુખાવો હોય સામાન્ય રીતે ગરમ અને ક્યારેક ઠંડા પાણીનો શેક કરવામાં આવે છે.
ગોઠણ, ખભા, કોણી, આંગળી જેવા સાંધા ઘસાતા હોય અને તેના કારણે દુખાવો થતો હોય તો ગરમ પાણીથી શેક કરવો જોઈએ તેનાથી સ્નાયૂ ઠીલા પડે છે અને દુખાવો દૂર થાય છે. ઘર્ષણના કારણે એડી કે અન્ય સાંધામાં દુખાવો થાય ત્યારે ગરમ પાણીથી શેક કરવો. ગરમ પાણીના શેકથી શરીરની નસોમાં લોહીનો પ્રવાહ વધે છે. સ્નાયૂ ઢીલા પડે છે અને દુખાવામાં રાહત મળે છે.
ગરમ શેક જે જગ્યા પર લેવામાં આવે છે એ ભાગનું તાપમાન વધારવામાં એ મદદરૂપ બને છે. એ ભાગનું તાપમાન થોડુંક પણ વધે તો શરીરના એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જ્યારે એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે ત્યારે એ ભાગમાં કળતર હટી જાય છે અને એ સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધે છે. ગરમ શેક કે હીટ થેરપી સ્નાયુને રિલેક્સ કરે છે અને ટિશ્યુનું જે ડેમેજ થયું હોય છે એને ઠીક કરે છે.
લાંબા ગાળા માટે એટલે કે ઘૂંટણ, કમરના દુખાવા, આર્થ્રાઇટિસ કે ગાઉટની સમસ્યાનો ઉકેલ સૅન્ડ-થેરપીથી મળી જાય એવું માની લેવું એ ભ્રમ છે. એનું કારણ છે રેતીની શુષ્કતા. આપણા સાંધા સ્મૂધલી વાળી શકાય એ માટે વચ્ચે સાઇનોવિયલ ફ્લુઇડ આવેલું હોય છે. આ ફ્લુઇડ ઘટી જાય તો બે બાજુના સાંધાનાં હાડકાં વચ્ચે ઘર્ષણ થાય અને હાડકાં એકબીજાને ઘસાવાથી દુખાવો થાય. રેતીના સૂકા શેકને કારણે આ ફ્લુઇડ જાડું થતું જાય છે.
જ્યારે પણ સૂકો શેક ડાયરેક્ટ્લી સાંધા કે કમરમાં લેવામાં આવે છે ત્યારે આ ફ્લુઇડ ઘટી જવાની સમસ્યા પેદા થઈ શકે છે જે લાંબા ગાળે સાંધા માટે નુકસાનકારક બની શકે છે.
પહેલાંના જમાનામાં રેતીની પોટલી-ઈંટને ગરમ કરીને અસરગ્રસ્ત જગ્યાએ શેક લેવાતો. ઘણી વાર સૂકો લીમડો, નીલગીરી, આકડો, એરંડો, નગોડ, સરગવો, અરડૂસીનાં પાન બાળીને એનો ધુમાડો શરીરનાં અંગો ઉપર લેવામાં આવતો. પહેલાંના જમાનામાં નૉર્મલ ડિલિવરી પછી કાથીના ખાટલા પર ઔષધીય પાંદડાં પાથરીને ખાટલા નીચે તબડકા અથવા ડોલમાં અંગાર ભરીને ગરમી કરવામાં આવતી. એનાથી ઔષધીય પાંદડાં ગરમ થઈને શરીરને શેક અપાતો.
જ્યારે શરદી-કફ થયાં હોય, શ્વાસ ચડતો હોય, ફેફસાંમાં પાણી ભરાઈને પ્લુરસી થઈ હોય, કફનો તાવ, ઉધરસ અને સસણી થઈ હોય ત્યારે સૂકો શેક હિતાવહ છે. શિયાળા-ઉનાળાની ઋતુસંધિ એટલે કે વસંત ઋતુમાં કફ છૂટો પડતો હોય ત્યારે સૂકો શેક વાપરી શકાય. કફનું પ્રાધાન્ય ધરાવતા લોકો તેમ જ મેદસ્વીઓમાં વધારાની ચરબી ઉતારવા માટે સૂકો શેક સારો પડે છે.
સૂકો શેક ટેમ્પરરી પીડામાં શમન આપે છે, પણ લાંબા ગાળે સાંધાને વધુ બગાડે છે. વાયુને કારણે થતી પીડામાં સાંધાને તલ તેલ અથવા સરસિયાના તેલથી માલિશ કરીને ભીનો ડાયરેક્ટ પાણીનો શેક કરવો એ સાંધાના લૉન્ગ ટર્મર્ના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રેતી ને ગરમ કરી કપડાં ની મદદ થી તે ગરમ રેતી નો શેક લેવાથી શરદી માં રાહત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.