ગુણોની ખાણ છે આ ફળ, અસ્થમા અને અલ્સર જેવા ગંભીર રોગોનો કરે છે જડમૂળથી સફાયો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શહેરમાં લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે વિટામિન સી ઇમ્યૂન સિસ્ટમને  સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે.

અસ્થમા હોય તેવા લોકો માટે પણ ફણસનું પાણી લાભદાયી ગણાય છે. અસ્થમાના દર્દીએ ફણસ સમારીને તેને બાફી લીધા પછી તેને ગાળીને તેનો રસ કાઢીને પીવો જોઈએ. આનાથી અસ્થમાં કંટ્રોલમાં રહે છે.  થાયરોઈડના દર્દી માટે પણ ફણસ બેસ્ટ હોય છે. તેના સેવનથી હાડકાં મજબુત બને છે. એટલું જ નહીં તેમાં કેલરી અને ફેટ બરાબર હોય છે. તેથી તેના સેવનથી વજન પણ ઉતરે છે.

ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ ટકા કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યો થી ભરપૂર લો કેલરી ફૂડ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપર ફૂડ છે.

ફણસના બીજ મેગ્નીશીયમ, મેગ્નીજ વેગેરે જેવા તત્વોથી ભરપૂર હોય છે જે હાડકામાં કેલ્શિયમ વધારવામાં મદદરૂપ કરે  છે. તે લોહીની ગંઠાઈ રચનાને અવરોધિત કરીને રક્ત પરિબળમાં પણ મદદ કરે છે. ફણસ શાક તરીકે ખાવા સિવાય તેનું અથાણુ અને પાપડ પણ બનાવવામાં આવે છે. આદિવાસીઓ દ્વારા અનેક રોગોના ઈલાજ માટે પણ ફણસનો ઉપયોગ કરવામાં આવે છે.

ફણસ એક એવી શાકભાજી છે જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો તેનું નિયમિત રીતે સેવન કરે છે. ફણસનું વાનસ્પતિક નામ આર્ટ કાર્પસ હેટેરો ફિલ્લસ છે. ફણસમાં પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે.

ફણસમાં વિટામીન એ જોવા મળે છે જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ફણસના સેવનથી આંખો સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ, ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. મોતિયાબિંદ, આંખમાં પાણી આવવું, આંખો સૂકાઈ જવી વગેરે જેવી ગંભીર બીમારીઓ થી બચી શકાય છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટની માત્ર આંખો માટે સૂરજની નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.

આ રેસાદાર ફળમાં મોટા પ્રમાણમાં આર્યન મળી આવે  છે જે એનિમિયા દૂર કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. હાડકાં માટે પણ ફણસ ખૂબ જ સારું ગણાય છે. તેમાં રહેલા મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે.

પોટેશિયમ ફણસમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરે છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે અને હાર્ટ એટેકથી પણ બચાવે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ હોય આવી સ્થિતિમાં ફણસ નું સેવન કરવું જોઈએ. ફણસ માં વિટામિન સી અને ઇ બંને જોવા મળે છે. આ સિવાય ફણસમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

ફણસ અલ્સર અને પાચન સબધિત સમસ્યાને દૂર કરે છે. અને તેમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે. તમે થાઇરોઇડની સમસ્યાથી પરેશાન છો તો ફણસ નું સેવન કરવું જોઈએ. ફણસમાં કોપર તત્વ જોવા મળે છે. જે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને સંતુલિત રાખે છે. ફણસમાં વિટામિન એ હોય છે, તે આંખો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમારી દૃષ્ટિ ઓછી થઈ ગઈ છે તો તમારે તેનું સેવન કરવું જોઇએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here