ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે. આ સિવાય પણ આ ફળના બીજા અનેક ગુણ છે. ફાલસાનું ફળ ચણિયા બોર જેવડું સરસ મજાનું એકદમ ઘેરા જાંબુડીયા રંગનું છે. સ્પર્શમાં નરમ અને સુંવાળુ હોય છે. તેની અંદર એક કે બે નાના પોચા ઠળિયા હોય છે. ફળને છાલ સહિત ખાઈ શકાય છે.
સ્વાદ સરસ મજાનો ખાટો-મીઠો, ચોક્કસ પ્રકારની સુગંધવાળો હોય છે. ઠળિયા સ્વાદે તુરા અને પોચા હોય છે. જે ફળને ખાતી વખતે ચણીબોરનાં ઠળિયાની માફક કાઢી શકાય છે. ફાલસાના ફળમાં આશરે ૬૦ ટકા જેટલો રસ, ૧૧થી ૧૨ ટકા જેટલી શર્કરા તથા ૨થી ૩ ટકા જેટલો સાઈટ્રિક એસિડ હોય છે.
ફાલસાનો છોડ સખત હોય છે. તેથી સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. પરિણામે ઓછા વરસાદવાળા સૂકા અને ગરમ આબોહવાવાળા વિસ્તારમાં તે થઈ શકે છે. તેમજ ભારતનાં દરિયા કિનારાના ભેજવાળા વાતાવરણમાં પણ થઈ શકે છે. ફાલસા સખત અને વગડાઉ પાક હોઈ લગભગ દરેક પ્રકારની જમીનમાં તે થઇ શકે છે. પરંતુ ફળદ્રુપ ગોરાળુ જમીન ખૂબ જ માફક આવે છે. છોડના મૂળ પ્રમાણમાં જમીનમાં ઘણા ઉંડા જતાં હોઇ ઉંડા પ્રતવાળી કાકરા તથા ભાસ્મિક (આલ્કલી) પડ વગરની ભરભરી જમીન વધુ ઉત્પાદન લેવા માટે સારી ગણાય.
ચણીબોરની સાઈઝના ફાલસા એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે. આ મિનરલ્સને કારણે તે ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. તેમજ અચાનક આવતા તાવથી બચી શકાય છે. પિત્ત વધી જવાને કારણે યુરિનમાં બળતરા થતી હોય, પેશાબ પીળો આવતો હોય અથવા તો ઓછો આવતો હોય તો સવાર-સાંજ બે વાર ફાલસાનું શરબત લેવાથી યુરિન પાસ થવામાં સરળતા રહે છે.
જો તમને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો ફાલસા તમારા માટે રામબાણ ઈલાજ છે. પેટના દરદના ઈલાજ માટે સેકેલા 3 ગ્રામ અજમાને 25 થી 30 ગ્રામ ફાલસાના રસને નાખીને થોડો ગરમ કરો. થોડો ગરમ થઈ ગયા પછી તેના મિશ્રણને પીવો. જેનાથી પેટના દર્દમાં આરામ મળશે.
ફાલસામાં રહેલ વિટામીન લોહીના તમામ પ્રકારના વિકારને દૂર કરે છે અને લોહીને શુધ્ધ કરે છે. સવાર –સાંજ એક મહિના સુધી સતત ફાલસા ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રિત કરી શકાય છે, જેથી હ્રદયની બિમારીનુ જોખમ ઓછુ રહે છે.
જો કોઈની યાદશક્તિ ઓછી થતી જતી હોય અને કંઈ યાદ ન રહેતુ હોયતો ફાલસાનો રસ પીવો. ફાલસમાં રહેલ વિટામીન સી અને લોહતત્વના કારણે મગજ સુધી લોહીનુ પરીભ્રમાણ વધે છે. અને આ બીમારી નાબૂદ થાય છે. ફાલસાના ઝાડના પાંદડા પણ બીમારીઓનો ઈલાજ કરવાના કામમાં આવે છે. કોઈ પણ પ્રકારણી ફોડલી થઈ હોય અને ચામડીમાં બળતરા થતી હોય તો ફાલસાના પાનને આખે રાત ભીના કર્યા પછી પીસીને લગાવાવાથી આમ સમસ્યામાંથી રાહત મળે છે.
આ ફળમાં એન્ટીઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોવાથી તે બીમારીઓથી બચાવે છે. આ ફળમાં આયરનનુ પ્રમાણ વધુ હોવાથી તે હિમોગ્લોબીન વધારે છે અને એનિમિયાથી બચાવે છે. તે કેન્સરની સામે લાડવામાં મદદ રૂપ થાય છે. તેનુ સરબત પીવાથી પાચન ક્રિયા સારી રહે છે.
ફાલસા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. ફાલસા લોહી શુદ્ધ કરે છે, એસિડિટી ઘટાડે છે, પિત્તનું શમન કરીને શરીરને ઠંડક આપે છે અને એમાં રહેલાં ખાસ કેમિકલ્સ કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે. ફાલસાને ક્રશ કરીને ખડી સાકર મેળવીને બનાવેલું શરબત અનેક તકલીફોને મટાડે છે.
ગરમીને કારણે પેટમાં આમેય નાની-મોટી ગરબડ રહેતી હોય છે. ભૂખ ઓછી લાગે છે, પાચન બરાબર ન થતું હોવાથી કબજિયાત અથવા તો અપચાને કારણે પેટમાં ઝીણું દુખ્યા કરતું હોય તો ફાલસાનું શરબત લઈ શકાય. એક મુઠ્ઠી ફાલસાનાં ફળો જમતાં પહેલાં ખાવામાં આવે તો પેટની ગરબડમાં પણ રાહત મળે છે.
ફાલસાનું સેવન તમને કફ, હેડકી અને સ્વાસ ને લગતી કોઈપણ પ્રકારની બીમારી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે તમે આ ફળ ના ગરમ રસની અંદર થોડું આદુ અને સિંધવ મીઠું ઉમેરી પી જાવ. આમ કરવાથી તમને શ્વાસને લગતી દરેક સમસ્યામાં રાહત મળશે.
વિટામીન સી અને ખનિજ તત્વોથી ભરપૂર ફાલસાના સેવનથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કંન્ટ્રોલમાં રહે છે.ફાલસાનું સેવન ગરમીમાં થનારા નાના-નાના ફોડકા અને ગુમડા ને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે આ ફળના ઝાડની છાલ પણ ગરમીના કારણે થતી અરાયુ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.