હોળી-ધૂળેટી પહેલાં પેટ ભરીને ખાઈ લો આ 4 વસ્તુ, આખા વર્ષની ગંદકી નીકળી જશે બહાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હોળી-ધૂળેટીની સીઝન એટલે ઠંડકમાંથી ગરમી તરફ જવાનો સમય. હવે ખરા અર્થમાં બળબળતી ગરમીની શરૂઆત થશે. ઠંડક દરમ્યાન શરીરમાં કફનો સંચય થતો રહે છે અને હવે ગરમીની સીઝન શરૂ થશે. કહેવાય છે કે આ હોળીનો સમય ઠંડી અને ગરમી વચ્ચેનો સંધિકાળ છે. બે ઋતુઓના સંધિકાળ દરમ્યાન દિવસ ગરમ અને રાત્રિ ઠંડી એમ બન્ને પ્રકારનું વાતાવરણ રહે છે જે અનેક રોગોને આમંત્રણ આપે છે.

એટલે જ આપણાં પૂર્વજોએ જે-તે સીઝન દરમ્યાન આવતા તહેવારોમાં પારંપરિક ખોરાક અને વિધિનું મહાત્મ્ય દર્શાવ્યું છે. સામાન્ય રીતે મોટા તહેવારો બે ઋતુઓની સંધિમાં આવતા હોય છે. હોળીનો સમય છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનો. શિશિર ઋતુ પૂરી થઈ ચૂકી છે અને ગ્રીષ્મ આવે એ પહેલાં વસંત ઋતુનો સમય આવશે. આ વસંત ઋતુ છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનો.

આવા સમયમાં વાતાવરણ વધઘટ થતું હોય છે. સવારે ગુલાબી ઠંડી પડે, બપોરે આકરો તાપ હોય અને સાંજે ફરીથી ઠંડક છવાય. હોળી પહેલાંના દસેક દિવસ અને હોળી પછીના દસેક દિવસનો ગાળો એવો છે જેમાં કફ પીગળવાને કારણે કફજન્ય રોગો થવાની સંભાવના વધે છે. અધૂરામાં પૂરું શિયાળામાં આપણે જે ગળ્યું અને ભારે ખાધું હોય એને કારણે જમા થયેલો કફ પીગળે છે. એ કફને શોષવા માટે હોળી તાપવી અને ધાણી, ચણા-ખજૂર ખાવાં જેથી કફ શોષાઈ જાય. ધાણી અને ચણા એ રુક્ષ છે એને કારણે કફ છૂટો પડે છે.’

હવે સવાલ એ આવે કે કફને કાઢવા માટે ધાણી, ચણા અને ખજૂર જ ખાવાનું કેમ કહેવાયું હશે? એની પાછળનું વિજ્ઞાન છે, કોઈ પણ ધાન્યને જ્યારે શેકી લેવામાં આવે ત્યારે એ પચવામાં હલકું થઈ જાય છે. જુવાર અને મકાઈ જેવાં ધાન્યોને શેકવાથી એ ફૂટીને એમાંથી ધાણી બની જાય છે. આ અગ્નિના તાપમાં ફૂટેલું આ ધાન્ય પચવામાં લઘુ, સરળ અને રુક્ષ થઈ જાય છે.

ખાવામાં જુવારની ધાણી ઉત્તમ કહેવાય.  જુવાર વધુ પોષ્ટિક છે. ગરમીની શરૂઆતમાં ભૂખ ન લાગે, કંટાળો આવે, જીભનો ટેસ્ટ બગડી જાય એટલે જેટલું ઓછું ખાઈએ એટલું સારું રહે. કફ છૂટો પડે એટલે શરીરને કમજોરી લાગવા લાગે. એ કમજોરીની પૂર્તિ માટે સુપાચ્ય પ્રોટીન તરીકે દાળિયા લેવાના હોય. રુક્ષતા શરીરમાં વધી જાય તો પ્રોબ્લેમ થઈ શકે. એટલે સાથે ખજૂરની પેશી રસતૃપ્તિનું કામ કરે. એક પેશીમાં એક ગ્લાસ પાણી જેટલો રસ મળે. એમાં નૅચરલ ફ્રુક્ટોઝ હોય છે જેને કારણે શરીરના કોષોને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.’

ઠંડીની સીઝનમાં શરીરમાં ભરાયેલો અને સુકાઈ ગયેલો કફ અનેક રોગોને આમંત્રણ આપે છે. ઉપવાસ કરવાથી શરીરમાં સંચિત કફ બળશે. આવા સમયે સૂકી અને લુખી ચીજોનું સેવન કરવામાં આવે તો કફ જલદી સુકાશે. એ માટે જુવારને શેકીને બનાવેલી ધાણી અને શેકેલા ચણા ઉત્તમ કહેવાય. આ બન્ને ચીજો કફ સૂકવે છે.

ખજૂર પચવામાં ભારે છે જે શરીરને બળ આપે છે એટલે ઉપવાસ દરમ્યાન એનર્જી જળવાઈ રહે છે. આ સીઝનમાં જો રોજ રાતે સૂતાં પહેલાં શેકેલા ચણા ચાવી-ચાવીને ખાઈએ અને પછી પાણી પીધા વિના જ સૂઈ જઈએ તો ગળામાં ભરાયેલો કફ છૂટો પડે છે. રુક્ષ ચીજો ખાવાથી પાચનમાં તકલીફ થઈ શકે છે પણ એ માટે સાથે ખજૂર ખાવાનું કહેવામાં આવ્યું છે. ખજૂરથી કબજિયાત નથી રહેતી અને પેટ સાફ થાય છે. ધાણી-ચણાથી છૂટો પડેલો કફ મળ વાટે બહાર કાઢવામાં ખજૂર મદદ કરે છે.  ખજૂર ફેફસાં અને હાડકાંને બળ આપે છે.

સંધિકાળ દરમ્યાન સંચિત અને સુકાયેલા કફને દૂર કરવા માટે આવો પ્રયોગ ન કરવાથી કફની અનેક સમસ્યા પેદા થાય છે. નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંમાં કફ ભરાઈ રહેવાથી રોગપ્રતિકારક શક્તિ બગડે છે. શરદી-ખાંસી, ઉધરસ જેવી સામાન્ય જણાતી સમસ્યાઓ વધુ લાંબી ચાલે છે અને વારંવાર ઇન્ફેક્શન થવાની સંભાવના વધે છે.

જુવારની ધાણીમાં મકાઈની ધાણી કરતાં ત્રણ ગણું વધુ કૅલ્શિયમ અને ૫૦ ટકા વધુ આયર્ન રહેલું છે.

અલબત્ત, જુવાર રુક્ષ હોવાથી જો એની ધાણી વધુ માત્રામાં ખવાય તો એ વાયુ કરે છે. જુવારની ધાણી કાચી ખાવાને બદલે એમાં પૂરતી સ્નિગ્ધતા અને વાયુશામક દ્રવ્યો ઉમેરવાં જરૂરી છે. તલના તેલ કે ઘીમાં હિંગ અને લસણ કકડાવીને વઘારેલી ધાણી ખાવાથી કફ છૂટો પડે છે અને વાયુ પણ નથી કરતી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top