દુધીનો સ્વાદ ફિક્કો હોય છે. દૂધીનો જ્યૂસ વજન ઓછું કરવામાં સહાયક હોઈ શકે છે. તેના માટે તમારે નિયમિત રીતે દરરોજ 100 ગ્રામ દૂધીનો જ્યૂસ પીવો જોઈએ. હકીકતમાં, તેને પીદ્યા બાદ પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને ઝડપથી ભૂખ નથી લાગતી, જેનાથી મોટાપો પણ ઓછો થાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન વધારે ફાયદાકારક હોય છે.
દૂધીના જ્યુસમાં વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, આર્યન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનામાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે. આ ઉપરાંત તે શરીરના બધા ઝેરી તત્વો ખેંચી શરીરને શુદ્ઘિકરણ કરી નાખે છે.
હાઈ બ્લડ પ્રેશરમાં પણ દૂધીનો જ્યૂસ ફાયદાકારક હોય છે. જો તમે નિયમિત રીતે એક ગ્લાસ દૂદીનો જ્યૂસ પીવો છો તો આ ઘણી હદે હાઈ બીપીની સમસ્યાને ઘટાડી શકે છે. હકીકતમાં, હાઈ બ્લડ પ્રેશર વિભિન્ન પ્રકારની હ્રદય સંબંધી સમસ્યાઓ, જેવી-હાર્ટ એટેક વગેરેનું કારણ હોય છે.
પાચન સંબંધી સમસ્યાઓમાં પણ દૂધીનો જ્યૂસ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા ફાયબર આપમા પાચન તંત્રને સરખુ રાખે છે. આ કબજિયાતથી રાહત પ્રદાન કરે છે અને પાચન સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જે લોકોને કબજિયાત વગેરેની સમસ્યા છે, તેમણે નિયમિત રીતે દૂધીના જ્યૂસનું સેવન કરવું જોઈએ.
દૂધીમાં ચરબી અને કોલેસ્ટરોલ ખૂબ ઓછું હોય છે. દૂધીમાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ પણ ખૂબ જ સારું છે.લોહીની ઉણપ ને દુર કરે છે, દુધી નાં જ્યુસમાં આયરન ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે શરીરમાં લોહી ની ઉણપ દુર કરે છે.ઝડપથી ઘટશે વજન,શું તમને ખબર છે કે દુધી ના જ્યુસમાં કેલેરી અને ફેટ ખુબ ઓછા હોય છે માટે જ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.
દૂધીનો રસ કબજિયાત, ઝાડા, એસિડિટી અને નબળા પાચનને મટાડવામાં મદદ કરે છે. પાણીની વિપુલતાને લીધે, દૂધીનો નિયમિત ઉપયોગ કરવાથી સવારે સરળતાથી પેટ સાફ કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં, દૂધીના રસમાં મીઠું ઉમેરીને પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશનથી થતી ઘણી સમસ્યાઓમાં ફાયદો થાય છે.દૂધીમાં હાજર પાણી પેટને ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ નથી લાગતી.
દૂધી ના જ્યુસમાં ૯૮% પાણી અને એન્ટીઓક્સીડેંટસ હોય છે જે શરીરમાં ટોકસીન્સ બહાર કાઢી નાખે છે. તે પીવાથી શરીરને ઠંડક પણ મળે છે.વધુ પડતા તેલ અને મસાલાવાળા ખોરાક લીવરને નુકસાન પહોંચાડે છે, પરંતુ દૂધીનો રસ રોજ પીવાથી લીવર સંબંધિત સમસ્યાઓને મટાડી શકાય છે. દૂધીમાં હાજર એન્ટી ઓકિસડન્ટો અને વિટામિન સી અપચો અથવા યકૃતમાં દુખાવો, અપચો જેવી સમસ્યાઓ ઘટાડે છે.
દૂધી નો જ્યુસ કાઢતા પહેલા દૂધી નો એક નાનો ટુકડો કાપીને તેને રાખી લેવો જોઈએ. જો તે કડવો હોય તો તે દૂધી નો કોઈપણ પ્રકારે ઉપયોગ ન કરવો જોઈએ. તે ખતરનાક થઇ શકે છે. સામાન્ય દૂધી નું જ્યુસ ને પણ કોઈ શાકભાજી કે ફળના જ્યુસમાં ભેળવીને ન પીવું જોઈએ. દૂધી નું જ્યુસ પીધા પછી જો કોઈને બેચેની, ચક્કર કે ઉલ્ટીની તકલીફ થાય તો તેને તરત નજીકના દવાખાને લઇ જવા જોઈએ.