દૂધીને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં દૂધીનું સેવન કરવાથી આરોગ્યની ઘણી તકલીફોથી બચી શકાય છે. દૂધીમાં લગભગ 12 ટકા જેટલું પાણી હોય છે અને બાકીનું ફાઈબર હોય છે. રસોઈમાં દૂધી નો ખૂબ ઉપયોગ થાય છે. દૂધીમાં ઘણા ગુણધર્મો હોય છે. જે શરીરના અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો આપણે જાણીએ દૂધીથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ દૂધી વરદાન રૂપ છે. દૂધીમાંથી મળતું સોડિયમ, પોટેશિયમ અને અન્ય ખનિજો શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેના સેવનથી હાર્ટને લગતી બીમારીઓ પણ ઓછી થાય છે. દુધી નાં જ્યુસમાં આયરન ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે શરીરમાં લોહી ની ઉણપ દુર કરે છે.
ખાલી પેટ એક ગ્લાસ દૂધીનું જ્યુસ પીવાથી તાજગી અને શક્તિનો અનુભવ થાય છે. જ્યુસમાં 98% પાણી અને એન્ટીઓક્સીડેંટસ હોય છે જે શરીરમાં ટોકસીન્સ બહાર કાઢી નાખે છે. તે પીવાથી શરીરને ઠંડક પણ મળે છે. લીવર આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. વધુ તળેલું અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી લીવરમાં બળતરા વગેરે થાય છે. દૂધીના રસનું સેવન કરવાથી લીવરને સ્વસ્થ રાખી શકાય છે.
વજન ઓછું કરવા માંગતા લોકો માટે દૂધીનો રસ ખૂબ ફાયદાકારક બને છે. દૂધીના જ્યુસનું નિયમિત સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન સરળતાથી ઘટાડી શકે છે. દૂધીના રસમાં વિટામિન, પોટેશિયમ અને આયર્ન ઘણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ દરરોજ સવારે ખાલી પેટે દૂધીનો રસ પીવે છે, ડાયાબિટીસ, હૃદયથી જોડાયેલી બિમારીઓ અને હાઇ બીપી સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. દૂધીનો રસ અને મધ બંને એક સાથે પીવાથી શરીરમાં એસિડનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી એસીડીટીની સમસ્યા પણ થતી નથી.
દૂધી ના બી, દાડમ ના સૂકા બી, ખડસલીઓ, ધન, આંબા હળદર, આસોપાલવ ના બીજ, ગંધક, ટેકણ, સિંધવ અને હિંગળો એ દરેક પા તોલા જેટલું લઈ તેનું ચૂર્ણ બનાવી કુઠારા ના રસમાં એવી ગોળી બનાવી લેવી. આ ગોળી ના સેવનથી કૃમી, કોઢ, ઉંદરી, રક્તદોષ વગેરે વ્યાધિ મટે છે.દૂધી શરીરમાં રહેલા નકામા તત્વોને ખેંચીને શરીરની બહાર ખેંચી કાઢે છે. પેશાબ માર્ગમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ દૂધીના જ્યુસને કારણે લાભ મળે છે. તેમાં લીંબુનો રસ ઉમેરવાથી વધુ ફાયદો મળે છે.
દૂધીના રસમાં સારી માત્રામાં ફોસ્ફરસ હોવાના કારણે એને મધ સાથે પીવાથી દાંત મજબૂત અને સ્વસ્થ રહે છે. દૂધીનો રસ અને મધ સાથે લેવાથી શરીરને ઘણી વધારે માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે છે. તેના દ્વારા મસલ્સ સ્ટ્રોંગ બની રહે છે. દરરોજ સવારે એક ગ્લાસ દૂધીનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે તેનાથી સફેદ વાળ થવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
દૂધીના રસમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે સરળ પાચનમાં મદદ કરે છે અને ચયાપચયમાં પણ મદદ કરે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીનો અભાવ હોય છે, જેમ કે વધારે પડતો પરસેવો થવો, ઝાડા થવું અથવા થાક લાગે છે, તો તેને દૂર કરવા માટે એક ઉપાય છે દૂધી નો રસ એક ગ્લાસ. જે ડાયાબિટીઝના દર્દીઓમાં સામાન્ય છે તે ઘટાડવાનું કામ પણ કરે છે.
દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે. દૂધીના પાનને વાટીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં બવાસીર નષ્ટ થાય છે. દૂધીની છાલ ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે. ચાંદાપડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.