ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે, પણ તેને ઘણી રીતે નિયંત્રણમાં શકાય છે અને તેનાથી થતી બીજી આડઅસરોથી પણ બચી શકાય છે. ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ઘણું અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કાર્ય કરતો હોય છે. તેમનો આહાર સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરૂરી છે. તો ચાલો આજે આપણે જાણીએ ડાયાબિટીસ મટેના ઘરેલુ ઉપચારો.
દરરોજ 70-80 ગ્રામ સારાં પાકાં જાંબુ લઇ ચાર ગણા ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ સુધી ઢાંકમ ઢાંકી રાઈ, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે લીવર કાર્યક્ષમ બને છે અને ડાયાબિટીસમાં ઉત્તમ ફાયદો થાય છે. સારાં પાકાં જાંબુ સકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20-20 ગ્રામ 15 દિવસ સુધી લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
કડવા કરેલાનો રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સવારે તેનો રસ ખાલી પેટ પીવાથી ફાયદો થાય છે. જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી લેવાથી ડાયાબિટીસ મટે છે.
જાંબુના ઠળિયા 200 ગ્રામ, લીમડાની ગળો 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરી 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચર્ણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ધૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. 3-4 ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે.
ડાયાબિટીઝથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાનને રોજ ચાવવાથી પણ લાભ થાય છે તમે ઇચ્છો તો તેના જ્યુસનો ઉપયોગ પણ કરી શકો છો. તે રક્ત ખાંડ ઘટાડવામાં અને રક્ત વાહિનીઓમાં અવરોધ દૂર કરવામાં મદદ કરે છે
કુમળાં કારેલાનાં કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર-સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે. કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે. રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે.
હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબીટીસમાં જવની રોટલી સારી ગણવામાં આવે છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે.
ઊંડા શ્ર્વાસોચ્છશ્ર્વાસ મધુપ્રમેહની ઉત્તમ ઔષધિ છે. ઊંડા શ્ર્વાસોચ્છવાસથી લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નકળી જાય છે. હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી ડાયાબિટીસ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે. વડની છાલનું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે.
બીલીપત્ર ડાયાબિટીઝથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તેનું સેવન કરવા માટે, સરકો પીસીને તેનો રસ કાઢો. હવે એક ચપટી મીઠું અને મરી નાખીને 20 મિલીલીટર પીવો. રોજ આમ કરવાથી ફાયદો થશે.આમલીના કચકા શેકી 50 ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે.
વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ 24 કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઇન્સ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબીટીસને કાબુમાં રાખે છે.
આમળાં અને વરિયાળીનો સરખભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ 1-1 મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબીટીસ મટે છે. આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સ જ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે. આંબાના કોમળ પાન સુકવી, ચૂર્ણ બનાવી ભોજન બાદ 1-1 ચમચી પાણી સાથે લેવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે.
પર્વતોમાંથી નીકળતી વિશેષ પદાર્થને શીલાજિત કહે છે. તેની અસર ગરમ છે. આ સ્વાદુપિંડને સક્રિય બનાવે છે. તેના દૈનિક સેવનથી રક્ત વાહિનીઓમાં ઇન્સ્યુલિનના સંગ્રહમાં રાહત મળે છે. તે બ્લડ સુગરનું પ્રમાણ પણ ઘટાડે છે. સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે. ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ 800 થી 1200 મિ.લિ. ગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં 20 થી 25 મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબીટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે.
ટાઇપ-2 ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. શુદ્ધ કેસરના ચાંર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘીમાં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. ડાયાબીટીસમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. આનાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.