દાંતના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો દાંતની સંભાળમાં બેકાળજી રાખવામાં આવે તો પણ તમે દાંતના દુખાવાથી પીડાઈ શકો છો. દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. તો આજે અમે તમને દાંતના દુખાવાને ને દૂર કરવા મટેના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ.
લવીંગના તેલમાં રૂનું પુમળું ભીંજવી પોલી ડાઢ પર કે દુ:ખતા દાંત પર દબાવી રાખવાથી દાંતની પીડા મટે છે. તલનું તેલ આંગળી વડે પેઢા પર ઘસવાથી હલતા દાંત મજબૂત બને છે. સરગવાનો ગુંદર પોલા દાંતમાં ભરવાથી દંત પીડા મટે છે. વડની વડવાઇનું દાતણ કરવાથી હલતાં દાંત મજબૂત થાય છે.
ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જામફળના ઉપરવાળા તાજા કોમળ પાંદડાને તોડી લો અને તેને દાંતમાં દુખાવા થતો હોય તે જગ્યા પર રાખીને દબાવી લો, તેનાથી દુખાવામાં થોડીક રાહત મળશે.
પોલા થયેલા અને કોબવાઇ ગયેલા દાંતનાં પોલાણમાં લવીંગ અને કપુર અથવા તજ અને હિંગ વાટી ભેગું કરી ભરી દેવાથી આરામ મળે છે. આંકડાનું મૂળ દાંતે ઘસવાથી દાંતની કળતર મટે છે. રાયણમાંથી નીકળતું દૂધ દુખતી ડાધ પર લગાવાથી દાંતનો દુ:ખાવો મટે છે. હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દંત પીડા મટે છે.
દાંતના પોલાણમાં હિંગ અથવા અક્કલગરો ભરવાથી દાતનો દુ:ખાવો મટે છે. સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને ખાઇ ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે. દાંત ના દુખાવા થી છુટકારો મેળવવા તેમજ દાંત ને મજબૂત બનાવવા માટે તલના તેલમાં સિંધાલૂણ મેળવી કોગળા કરવા. દાંતનાં દરેક પ્રકાર ના દુખાવા માટે બોરસલ્લીના ઝાડની છાલનું ચૂર્ણ બનાવી તેનું મંજન કરવું.
આદુનો ઉપયોગ વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. આદુ દાંતમાં હનીકરક બેક્ટેરિયાને મારી નાખે છે. તે દાંતના દુખાવાને પણ દૂર કરે છે. આ માટે આદુના નાના ટુકડાની પેસ્ટ બનાવો અને તેને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. આ ઉપરાંત તમે આદુનો નાનો ટુકડો ચાવવા પણ શકો છો.
દાંતના દુખાવાથી મુક્તિ મેળવવા માટે મીઠાનો ઉપયોગ એ શ્રેષ્ઠ રીત છે. જો તમે દાંતની પીડામાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો પછી તમારા હળવા હાથથી પેઢાને મીઠું વડે સારી રીતે ઘસવું. ત્યારબાદ તેને નવશેકા પાણીથી ધોઈ લો. તમને આરામ મળશે. દાંતમા દુખાવો અથવા સડો હોય તો આ ઉકાળામા પીપરનુ ચૂર્ણ, મધ અને ઘી ભેળવવુ જોઇએ. આનાથી દુખાવો દુર થાય છે.
બે-બેરીનોની છાલ સાથે વિનેગરના થોડા ટીપાં મિશ્ર કરી પીડા આપતા દાંત પર એક કપાસના પોતા સાથે લગાવવું જોઈએ. તે ઝડપથી પીડામાં રાહત માટે મદદ કરશે.મરી પીડા ઘટાડવા, રક્તસ્ત્રાવ ઘટાડવા અને ખરાબ શ્વાસને પણ દૂર કરવા માટે વાપરી શકાય છે. લવિંગ સાથે મરીનો પાવડર લવિંગ તેલ સાથે મિશ્ર કરી અને અસરગ્રસ્ત દાંત પર લગાવી શકાય છે.
એક ચમચી કોફી પાવડર એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ પડતા હુંફાળું થાય એટલે ગાળી એ હુફાળા પાણીના કોગળા કરવાથી દુખાવામાં રાહત થાય છે. તુલસીના પાંચ પાન લઇ તેમાં પાચ દાણા મરીના નાખી ને વાટીને રાખો, હવે આ ચટણી જેવું ચૂર્ણ દાંતના પેઢા પર દાબવી દો, તેનાથી દુખતા દાંતના દર્દ માં ખુબ જ રાહત થાય છે.
ચણોઠી નું મૂળ લાવીને તેને ચાવીને તેનું દાતણ કરવાથી પણ ફાયદો થાય છે. બારીક વાટેલી સૂઠ તથા નવસાર સરખા ભાગે લઈને મિક્સ કરો, ચપટી ચૂરણ રૂના પૂમડા માં વીટી ને દુખતા દાંતના પેઢા પર ડાબી દ્યો દર્દ માં રાહત મળી જશે. લસણ પણ દાંતના દુખાવામાં અસરકારક છે, લસણને ફોલીને તે કળીને ચાવી જાઓ જેથી દુખાવામાં રાહત મળશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.