સાવધાન! ચોમાસામાં ક્યારેય ના ખાવ આ શાકભાજી,નહિ તો થઇ શકે છે ગંભીર બીમારી,કોઈ મફત માં આપે તો પણ ના ખાવી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વર્ષા ઋતુની શરૂઆત હવે ધીમે ધીમે થઈ રહી છે. ચોમાસાની શરૂઆત થતાં જ આપણા શરીરમાં પાચનતંત્રને લગતા ઘણા બધા ફેરફારો જોવા મળે છે. એટલે ચોમાસાની ખાવા માટે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં દરેકને ભીંજાવું ગમતું હોય છે પરંતુ આપણી પાચનશક્તિ નબળી હોવાને કારણે ઘણી વખત ભીંજાયા બાદ શરદી, ખાંસી કે તાવ આવી શકે છે, અને આપણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.

ચોમાસાની ઋતુમાં ઘણા બધા શાકભાજી આવે છે. વરસાદ ને લીધે લીલાછમ શાકભાજી ખાવાની મજા આવી જાય છે. પરંતુ આજે અમે તમને જણાવાના છીએ કે ચોમાસા દરમિયાન આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ગંભીર બિમારી થઇ શકે છે.

ચોમાસા દરમિયાન લીલા પાંદડાવાળા શાકભાજી ક્યારેય ન ખાવા જોઇએ. જેમકે વટાણા, ચોળા, કોબી, ફ્લાવર, બ્રોકલી, વાલ વગેરે. કારણે કે વરસાદ ને લીધે શાકભાજીમાં કીડા મકોડા અંદર જતા રહે છે. અને આપણને નરી આંખે જોવા મળતા નથી. એટલે ચોમાસા દરમિયાન આવા પાંદડાવાળી શાકભાજી ને ન ખાવી જોઈએ.

વરસાદના કારણે શાકભાજીને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી તેના કારણે અંદર ઘણા બધા જીવાણુ ફેલાઇ જાય છે. અને વાયરસ પણ ફેલાય છે. તો આનું સેવન કરવામાં આવે તો શરીરમાં પણ ઘણા બધા એવા વાયરસ ફેલાઈ જાય છે. જેના કારણે આપણું પાચનતંત્ર નબળું પડી જાય છે અને ડાયેરિયા થઈ શકે છે.

જો કોઈ મહેમાન આવ્યું હોય અને ફરજીયાત પણે ખાવી પડે એમ જ હોય તો આ પાંદડાવાળી શાકભાજીને મીઠાવાળા પાણીમાં ધોઈ પછી જ ખાવા જોઈએ. આ સિવાય ચોમાસા દરમિયાન પાલકની ભાજી, તાંદળજાની ભાજી પણ ન ખાવી જોઈએ. કારણ કે ઘણી વખત જીવાણુઓ હોય છે કે જે નરી આંખે જોઇ શકાતા નથી. અને આપણા ખોરાકમાં આવી જાય છે. તેના કારણે આપણને ડાયરિયા પણ થઈ શકે છે. અને પાચનશક્તિ નબળી થઈ જાય છે.

પાંદડાવાળી શાકભાજી માં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જેના કારણે પેટમાં ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. માટે જે લોકોને પાચનશક્તી નબળી હોય અને પેટમાં ગેસ હોય તે લોકોએ ચોમાસાના મહિના દરમિયાન ક્યારેય લીલા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય ચોમાસામાં ચોળી, વાલ, વટાણા જેવા શાકભાજી પણ ન ખાવા જોઈએ. કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. અને ચોમાસા દરમ્યાન આપણી પાચનશક્તિ નબળી હોવાને કારણે પચવામાં ભારે લાગે છે. ચોમાસા દરમ્યાન પાચનશક્તિ નબળી થઈ જાય છે.

ડોક્ટરની સલાહ પ્રમાણે ચોમાસા દરમ્યાન ઉકાળેલું પાણી જ પીવું જોઈએ. કારણ કે, પાણીમાં પણ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જંતુઓ હોય છે. જે ગરમ કરવાથી જંતુઓનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત ચોમાસામાં મીઠું ઓછું ખાવું જોઈએ. કારણ કે ચોમાસામાં સોડીયમ વધારે હોવાને કારણે હાઇ બ્લડપ્રેશરની તકલીફ પણ થઇ શકે છે.

ચોમાસા દરમિયાન લારીવાળા જંક ફૂડ ના ખાવા જોઈએ. કારણ કે જો આ ખાવામાં આવે તો અપચો થવાની શક્યતા વધી જાય છે. અને આ સિઝનમાં બેક્ટેરિયા પણ ખૂબ જ ઉત્પન્ન થાય છે. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તે લોકોએ ચોમાસા દરમિયાન ઓછા મીઠા વાળો ખોરાક ખાવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top