જૂની શરદીવાળા દર્દીઓ માટે, ચરબીના દર્દીઓ માટે અને હરસ-મસાના દર્દીઓ માટે કઈ રીતે છે ફાયદાકાર છે આ ઔષધ? જાણો સંપૂર્ણ માહિતી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મિત્રો આજે આપણે ચિત્રક મૂળ વિષે સંપૂર્ણ માહિતી જાણીશું. ચિત્રકના મૂળ ૩ થી ૬ ફૂટ ઊંચા હોય છે. અને મૂળ આંગળી જેવું જાડું હોય છે. ચિત્રકના તાજા મૂળની છાલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. 

ચિત્રકમુળ એક ઉત્તમ ઔષધ છે. દોષને ખોતરનાર, તોડનાર, અગ્નિપ્રદિપક, શૂળને શાંત કરનાર, પાચક, દિપક, ગુદાનો સોજો નાશ કરનાર, રુચિવર્ધક, વાયુ તથા કફના નાશક, કૃતિમનાશક તથા પાંડુરોગનો નાશક છે.

ચિત્રકમૂળ પ્રકૃતિના આચાર્ય સુશ્રુતના જણાવ્યા પ્રમાણે ઉષ્ણ, તીખી, લઘુ તથા રુચિવર્ધક અને અગ્નિસમ છે. જેથી પેટમાં ગરમી ઉત્પન્ન થાય છે અને પાચનક્રિયા સુધરે છે. યકૃત ઉત્તેજિત થાય છે અને પિત્ત સ્રાવ વધે છે. તેથી પિત્તપ્રકૃતિવાળા દર્દીઓને અનુકૂળ આવતું નથી. તથા શરીરમાં બળતરા ઉત્પન્ન કરે છે.

જૂની શરદીવાળા દર્દીઓ માટે ચિત્રકમૂળ કેમ વાપરવું? દર્દીએ સાત દિવસ સુધી અલૂણું એટલે કે મીઠાં વગરનો ખોરાક લેવો. તથા એક મહિના સુધી ખોરાકમાં ગળપણ કે ખાંડ પણ ન લેવાં. ચિત્રકમૂળની છાલનું ચૂર્ણ પાંચ રતી, સુવર્ણ વસંત માલતી એક રતી, મહાલક્ષ્મી વિલાસરસ એક રતી લેવું. 

આ બધાં ઔષધોનું મિશ્રણ કરી મધમાં નાખી દિવસમાં બે વખત તેનું ચાટણ લેવું. ઉપરાંત રાત્રે એરંડિયું જરાક ગરમ કરીને નાકના બંને ભાગમાં ત્રણથી ચાર ટીપાં મૂકવાં. તથા કબજિયાત રહેતી હોય તો એરંડિયાનો જુલાબ લેવો. આ પ્રયોગ વાયુ અને કફ પ્રકોપને કારણે કાયમી રહેતી શરદીમાં અકસીર છે. તથા એક મહિનાના ઉપચારથી જરૂરથી મટી જાય છે. ચોમાસું કે શિયાળામાં આ ઉપચાર શરૂ કર્યો હોય તો દોઢ માસ સુધી ચાલુ રાખવો. કાયમી અને જૂની શરદી ઉપર્યુકત પ્રયોગથી મૂળમાંથી મટી જાય છે. અને શરદીને કારણે દૂબળા પાતળા શરીરમાં કૌવત આવે છે. તથા વજન વધે છે. 

ચરબીના દર્દીઓ માટે: મેદસ્વી શરીર ધરાવનારાઓએ ચિત્રકમૂળનો પ્રયોગ કરવા જેવો છે. પરંતુ ગરમ કોઠો ધરાવનારાઓએ વૈદ્યની સલાહ લઈને જ આગળ વધવું. મળશુદ્ધિ ન થતી હોય કે કબજિયાત રહેતી હોય તો સવારે નરણાકોઠે હરડે તથા પીપરીમૂળના ગંઠોડાનું ચૂર્ણ પાણી સાથે લેવું.  ચિત્રકમૂળની છાલનું ચૂર્ણ મધ સાથે એક એક ગ્રામ જેટલું દિવસમાં ત્રણવાર ચાટી જવું.

મેદ ઘટાડવા માટે ખોરાકમાં કોરી ચોપડ્યા વગરની રોટલી તથા બાફેલું શાક અને મલાઈ વગરની છાશ લેવી. તથા ભાત, બટાકા ત્યજી દેવા. એક થી બે માસ આ પ્રયોગ કરવો જરૂરી છે.

ઝાડા અથવા અતિસારના દર્દીઓ માટે: ચિત્રકમૂળથી છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તેને અર્ધો લિટર દૂધમાં પાંચ ગ્રામ જેટલું લઈ લસોટવું. તથા લેપ જેવું બનાવી એક વાસણની અંદર ચોપડી દેવું. આ વાસણમાં દૂધને જમાવવું. તેમાં તૈયાર થયેલા દહીંની છાશ બનાવવી અને વાયુ તથા કફના પ્રકોપથી થયેલા ઝાડામાં આ છાશ ખૂબ જ લાભદાયી છે. 

હરસ-મસાના દર્દીઓ માટે: હરસ-મસાના દર્દીઓને પણ ચિત્રકમૂળની ઉપરોક્ત પ્રક્રિયાવાળી છાશ પીવાની આચાર્ય ચરકે ભલામણ કરી છે. 

ભૂખ લગાડવા માટે: કફ અને વાયુના અત્યંત વધી જવાને કારણે કેટલાક દર્દીઓની ભૂખ મરી જાય છે. આવા દર્દીઓએ દિવસમાં ત્રણ વખત પાંચ પાંચ રતીભાર જેટલું ચિત્રકમૂળની છાલનું ચૂર્ણ મધ સાથે ચાટી જવું. કબજિયાત રહેતી હોય કે મળશુદ્ધિ બરાબર ન થતી હોય તો એરંડિયાનો રેચ લેવો.

સાત દિવસ સુધી સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ પીવું. ખોરાકમાંથી ખટાશ, ગળપણ, તેલ, ઘી વગેરે બંધ કરવાં. ખોરાકમાં કોરી રોટલી કે ખાખરા, મગ અને વધાર વગરના બાફેલાં શાકભાજીનો જ ખોરાક લેવો. સાત દિવસના આ પ્રયોગથી ભૂખ ઉઘડશે તથા ખોરાક પ્રત્યે રુચિ જાગશે. ચિત્રકમૂળ પાચનમાં લાભદાયી હોઈ તથા ભૂખપ્રદીપક હોઈ આ અકસીર ઈલાજ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top