અત્યારે પર્યાવરણની હાલત ગંભીર છે. પ્રદુષણ દિવસે દિવસે વધતું જાય છે. ૨૧મી સદીનો આ માનવી પોતાના ફાયદા માટે કશું પણ કરવા તૈયાર છે, તે પોતાના સ્વાર્થ માટે બધી હદ પાર કરી ચુક્યો છે, આ માનવને તેના પર્યાવરણ અને તેના ભવિષ્યની કોઈ જ ચિંતા નથી.
તમે શાકભાજી ખરીદો છો, તેમાં પોષક તત્વો નું પ્રમાણ વધારે છે કે નુકસાનકર્તા કેમિકલો નું પ્રમાણ વધારે છે તે નક્કી કરવું ખુબજ મુશ્કેલ બન્યું છે. આજે આપને બજાર માંથી જે શાકભાજી ખરીદીએ છીએ તેમાં હવે કોઈ સ્વાદ રહ્યો નથી, કારણ કે આજકાલ ખેતી માટે પાણી નહિ પરંતુ કંપનીઓના વેસ્ટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે માનવ જાતિ માટે લાંબાગાળે ખુબ જ નુકસાનકર્તા છે. હા, કેમિકલ વાળું ગંદુ અને ઝેરી પાણી ! કે જે અત્યંત ખતરનાક છે.
શહેરમાં મળતા લીલા શાકભાજી કૃત્રિમ રંગોથી રંગાયેલા હોય છે એ જાણી તેમને આશ્ચર્ય થશે પરંતુ તેના કારણે કેન્સર જેવી ખતરનાક બીમારી થઇ શકે છે. શાકભાજીનું કદ વધારવા ઇન્જેકશન અપાય છે, જલદી પૈસા કમાવવાની લાલચમાં ખેડૂતો શાકભાજીને સમયથી પહેલા મોટા કદના કરવા ઓકિસટોસિન ઇન્જેકશનનો ઉપયોગ કરે છે. તેમજ તાજા અને લીલા બતાવવા માટે ડાઇ (રંગ)ની મિલાવટ કરે છે. શાકભાજીમાં રહેલા આવા ઝેરી પદાર્થોને આગ પણ દૂર કરી શકતી નથી તથા તેને જેમ વધુ ગરમ કરવામાં આવે તેમ તે વધુ ઝેરીલું બનતું જાય છે.
અત્યારના ફળો અને શાકભાજી પર કેટલા જંતુ હોય છે, અને તે જંતુને દૂર કરવા માટે તેની પર દવાનો છંટકાવ કરવામાં આવે છે, જે વધારે નુકસાન પહોંચાડે છે, તેનાથી ફૂડ પોઇઝન, પેસ્ટીસાઇડ કેન્સર જેવી ઘણી બીમારી થઇ શકે છે. આજે અમે તમને કેમિકલ વાળા શાકભાજી સાફ કરવાની અમુક ટિપ્સ જણાવીશું, જેનાથી શાકભાજી એકદમ સાફ થઇ જશે અને નુકશાન પણ નહિ કરી શકે.
કેમિકલવાળા ગંદા અને ઝેરી પાણીનો બેફામ ઉપયોગ કરતો આ ખેડૂત ભવિષ્યની સમસ્યાઓથી અજાણ છે. તે નથી જાણતો કે જે ગંદા અને ઝેરી પાણી નો ઉપયોગ કરે છે તે જ ગંદુ અને ઝેરી પાણી તેની જમીનને ધીરે ધીરે બીનફળદ્રુપ બનાવી રહ્યું છે.
આ જમીન માં રહેલા પોષક તત્વો દિવસે દિવસે ઓછા થતા જાય છે અને કેમિકલ ને લીધે જમીનમાં ભારે ધાતું તત્વો જેવા કે ઝીંક, ક્રોમિયમ, સલ્ફેટ, નિકલ, સીસું, કોપર નુ પ્રમાણ વધી રહ્યું છે.
જમીન ના પ્રદુષણ ની સાથે સાથે માનવજાતના આરોગ્ય સામે પણ મોટો સવાલ ઉભો થયો છે. શાકભાજી નો છોડ ગંદા પાણીની સાથે સાથે ઝેરી તત્વો નું પણ જમીન માંથી શોષણ કરે છે, તેના ફલ સ્વરૂપ તે શાકભાજીમાં પણ ઝેરી તત્વો હોય છે. આ પ્રકારની પ્રદુષિત શાકભાજી ખોરાક માં લેવાથી માનવ આરોગ્ય જોખમાય છે.
નાના-મોટા કેમિકલ એકમો દ્વારા ફીનોલ, ક્લોરાઈડ, સાયનાઈડ, એમોનીક્લ નાઈટ્રોજન જેવા ઝેરી તત્વો ઉપરાંત ઝીંક, ક્રોમિયમ, સલ્ફેટ, નિકાલ, સીસું , કોપર જેવી ભારે ધાતુઓ આ ચેનલમાં છોડવામાં આવે છે. આ ઝેરી તત્વો શાકભાજી મારફત માનવ શરીર માં પ્રવેશે છે, અને ગંભીર બીમારીઓ નું કારણ બને છે.
આ ઝેરી તત્વો શરીર માં દાખલ થવાથી ઝાડા, ઉલટી, લોહીના દબાણ માં વધરો, શ્વસનના રોગો, મોઢામાં ચાંદા જેવા નાના રોગો ઉપરાંત કીડની ના રોગો, કેન્સર તથા હદય ની નિષ્ફળતા જેવા ગંભીર રોગો પણ થઇ શકે છે.
કેમિકલ યુકત શાકભાજી ખાવાથી કેન્સર જેવી અસાધ્ય બીમારી થઇ શકે છે તો લિવરના રોગ સ્ક્રીન ઇન્ફેકશન આંખોની તકલીફો થઇ શકે છે. શરીરમાં વિટામિનની કમી રહે છે. અને સૌથી ગંભીર ગણી શકાય તેવી હદયની બીમારીને પણ આ ચમકદાર શાકભાજી આરોગી આપણે આમંત્રણ આપી રહ્યા છીએ
કેમિકલ યુક્ત શાકભાજીના ઝેરથી બચવા ખરીદી કરો ત્યારે સૌથી પહેલા મીઠાવાળા ઉકાળેલા પાણીમાં તેને ડૂબાડી રાખવા અને ૩૦ મિનિટ બાદ તેનો ઉપયોગમાં લેવા આમ કરવાથી તેમાં રહેલો કેમિકલ યુક્તચ રંગ દૂર કરી શકાયછે.
જો તમે સાદા પાણીથી ધોઇ લીધા બાદ શાકભાજીનો છોલીને ઉપયોગ કરો તો તેમાંથી ૯૦ ટકા જેટલા જંતુ નીકળી જાય છે.વધારે સમય પાણીમાં ફળોને ન રાખવા તેને આ પદ્ધતિ પ્રમાણે ધોયા બાદ તેને કાણાં વાળા બાઉલમાં અથવા કપડાંમાં તેને કોરા કરો, ત્યાર બાદ તેનો ઉપયોગ કરો.
એક મોટા બાઉલમાં પાણી ભરો તેમાં 1 કપ વિનેગર નાંખો અને તે પાણીમાં ફળ અને શાકભાજીને ધોઇને તેને કાણા વાળા બાઉલમાં રાખો. વિનેગર દ્વારા શાકભાજી કે ફળો પર રહેલા જંતુ અને તેની પર છંટકાવ કરેલી દવા સાફ થઇ શકશે.
બાઉલમાં પાણી ભરો. તેમાં એક નાની ચમચી હળદર નાંખો તે પાણીમાં શાકભાજી અને ફળોને ધોઇ નાંખો, ત્યાર બાદ તે શાકભાજીને સાફ પાણીમાં ફરીથી ધોઇ લો. હળદરમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે જંતુનો નાશ કરે છે.