વગર દવાએ માત્ર આ 100% અસરકારક આયુર્વેદિક ઉપચારથી થઈ જશે હાઈ બ્લડપ્રેશર કોંટ્રોલ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ હાઈ બ્લડપ્રેશરનો રોગ ખૂબ વધુ પ્રમાણમાં થતો જોવા મળે છે. વિવિધ દેશોમાં થતાં સર્વેક્ષણમાં હાઈ બ્લડપ્રેશરનાં દર્દીઓની સંખ્યા વધતી જતી નોંધવામાં આવી છે. સામાન્ય રીતે દર ૪ વ્યક્તિએ ૧ વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરનો શિકાર બનતી હોવાનું નોંધવામાં આવ્યું છે.

હાઈ બ્લડપ્રેશરનો રોગ લોહીની નળીમાં જયારે લોહી વધુ દબાણથી સંચારણ કરે ત્યારે થતો હોય છે. બ્લડ પ્રેશર વધવાથી ગ્લુકોમા અને રેટિનોપેથી નું જોખમ વધી જાય છે. આંખોથી દેખાવાનું બંધ થઈ શકે છે. ડિપ્રેશન વધવા ઉપરાંત સેક્સ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બ્લડપ્રેશર વધવા પર કેલ્શિયમ શરીરમાં રહેવાની જગ્યાએ બહાર નીકળવા લાગે છે અને હાડકાં કમજોર થઈ શકે છે.

હાઈ બ્લડપ્રેશર સતત રહેવાથી હાર્ટ ડિસીઝ, પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ, હાર્ટએટેક, સ્ટ્રોક, કિડની ડિસીઝ થવાની સંભાવના વધે છે. બ્લડ પ્રેશર વધારે રહે છે તો ડાયટમાં ખાટા ફળ જેવા કે સંતરા, લીંબુ અને દ્રાક્ષને સામેલ કરો, તે બીપીને કંટ્રોલ કરશે. તેમાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ, અને પ્લાન્ટ કમ્પાઉન્ડ છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. તેના પર રિસર્ચ પણ થયું છે.

રિસર્ચમાં 101 જાપાની મહિલાઓને 5 મહિના સુધી નિશ્ચિત પ્રમાણમાં લીંબુ પાણી પીવડાવામાં આવ્યું. પરિણામમાં બ્લડ પ્રેશર સામાન્ય થવાની પુષ્ટિ થઈ. ટામેટાં પર થયેલા 21 પ્રકારના વિવિધ રિસર્ચમાં એક વાત સામાન્ય હતી કે તેમાં રહેલ લાઈકોપીન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે બ્લડપ્રેશર ને કંટ્રોલ કરીને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. અર્જુનની છાલ. અર્જુન એક વૃક્ષ છે જેની છાલને તડકામાં સૂકવીને પથ્થરમાં પીસીને તેનો પાઉડર બનાવી દો. અડધી ચમચી પાઉડર, અડધો ગ્લાસ પાણીમાં ભેળવીને ઉકાળી લો, અને ખુબ ઉકાળ્યા પછી તેને ચાની જેમ પીય લો. તે હાઈ બ્લડપ્રેશર ને સરખું કરશે, રિસર્ચમાં સાબિત થયું કે ગાજર બીપી પણ કંટ્રોલ કરે છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ગાજરમાં ફિનોલિક કમ્પાઉન્ડ નું પ્રમાણ હોય છે જે ધમનીઓના સોજાને ઘટાડે છે. પરિણામે બીપી કંટ્રોલમાં રહે છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને એમીનો એસિડ હોય છે જે ધમનીઓને રિલેક્સ રાખવાની સાથે બ્લડ પ્રેશર ઘટાડે છે. આ બીજનું તેલ પણ અસરકારક છે.

મેથીના દાણા અડધી ચમચી એક ગ્લાસ ગરમ પાણીમાં લો અને રાત્રે પલાળી દો, આખી રાત પાણીમાં રાખી મુકો અને સવારે ઉઠીને પાણીને પી લો અને મેથીના દાણા ને ચાવીને ખાઈ જાવ. આ ખુબ જ જલ્દી તમારું હાઈ બ્લડપ્રેશર ઓછું કરી દેશે, દોઢ થી બે મહિનામાં એકદમ સામાન્ય કરી દેશે.

બ્લડ પ્રેશર સંબંધિત 8 વિવિધ પ્રકારના રિસર્ચમાં સામે આવ્યું કે કઠોળ અને સરગવો બ્લડપ્રેશર ના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, અને પોટેશિયમ હોય છે જે વધેલા બ્લડ પ્રેશરને ઘટાડે છે. રોજ ૫૦ મિલી દાડમનો રસ પીવાથી ફાયદો થાય છે. જો હાઈ બીપીથી બચવું હોય તો વધારે પાણી પીવાનું શરૂ કરો. તે શરીરમાંથી વધારે મીઠા ને બહાર કાઢે છે.

હાઇ બ્લડ પ્રેશર અટકાવવા ખાસ કરીને ભોજનમાં લસણ, ડુંગળી, આદુ, ટમેટા, કાકડી, મૂળા, ગાજર, સરગવો, કેળા, તરબૂચ, ટેટી નારંગી, દાડમનો ઉપયોગ કરવો જોઇએ. દાડમનો ૫૦ મીલી રસ રોજ પીવાથી ફાયદો થાય છે. ડાર્ક ચોકલેટ માં વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફ્લેવાનોલ હોય છે જે કે બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે.

બ્રાહ્મી, શતાવરી, અશ્વગંધા, ડોડી વગેરે વનસ્પતિ હ્રદય, રક્તવાહિનીઓમાં સંચારણ, સ્થિતિસ્થાપકતા જાળવવામાં સહાયક એવાં ઔષધો છે જેનો ઉપયોગ વૈદકિય માર્ગદર્શનમાં ખોરાકમાં પણ થઈ શકે છે.  ડાર્ક ચોકલેટ ખાવાથી મગજમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન બને છે જેનાથી તણાવ વખતે જન્મતા કોર્ટે સોલ નું પ્રમાણ ઘટે છે.

નિયમિત ચાલવાથી હાઈ બ્લડપ્રેશરનાં દર્દીઓની સંખ્યા માં ઘટાડો નોંધાયો છે. નિયમિત ચાલવાથી હ્રદયનાં કાર્યમાં નિયમન થાય છે જેની અસર બ્લડપ્રેશર પર થતી જોવા મળે છે. અનેક અભ્યાસ, તારણો દ્વારા નિયમિત ચાલવાથી નાડીતંત્ર પર થતી સકારત્મક અસરનો ફાયદો બ્લડપ્રેશરનાં ઘટાડામાં પણ થતો જોવા મળ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top