શરીરમાં જોવા મળે આ સંકેતો તો થઈ જાવ સાવધાન છે એ બ્લડ કેન્સરના સંકેત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લ્યુકીમિઆ એ લોહી કે અસ્થિમજ્જાનું કેન્સર છે. જેમાં રક્તકણો, સામાન્ય રીતે શ્વેત રક્તકણો અસાધારણ રીતે વધી જાય છે અને ફેલાય છે. તે વ્યાપક એવા હીમેટોલોજિકલ નિઓપ્લાઝમ્સ નામના રોગના સમૂહનો એક ભાગ છે.બ્લડ કેન્સરનાં લક્ષણો સંદિગ્ધ હોય છે. અને તેમાંનાં ઘણાં શરદી અને ફ્લુની બીમારીનાં લક્ષણો જેવાં જ હોય છે. ગાંઠા થવા તે લિમ્ફૉમાનું સામાન્ય લક્ષણ છે, પરંતુ અન્ય, ઓછી ગંભીર બીમારીઓમાં પણ ગાંઠા થાય છે.

બ્લડ કેન્સર ના સંકેતો :

બ્લડ કેન્સર થવાથી ગળામાં અથવા અંદર આર્મ્સમાં હળવો દુઃખાવો અને સોજો આવી જાય છે. આ સિવાય જો તમારા પગમાં લગાતાર સોજો અને છાતીમાં બળતરા થતી હોય તો કેન્સર નિષ્ણાંત પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ, કેમ કે આ લક્ષણ બ્લડ કેન્સરના છે.

લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જાય તો બ્લડ કેન્સરનું લક્ષણ હોય શકે છે. પ્લેટલેટ્સની સંખ્યા ઓછી હોવાના કારણે ત્વચાની નીચે નાની રક્ત વહીકાઓ હોય એ તૂટી જાય છે. અને તેના કારણે શરીર પર વાદળી અથવા રીંગણી કલરના નિશાન પડી જાય છે.

બ્લડ કેન્સરના શરૂઆતના લેવલમાં તમને એનેમિયા જેવા સંકેતો જોવા મળે છે. અને સાથે દરેક સમયે થાક, કમજોરી અથવા હળવો તાવ એ બ્લડ કેન્સરના સંકેત હોય છે. જો ભૂખ ન લાગતી હોય અથવા તો અચાનક જ વજન ઘટવા લાગે, તો એ પણ બ્લડ કેન્સરના લક્ષણ છે. જે લોકોને કેન્સર થાય છે તેનું વજન અસામાન્ય રૂપે ઓછું થવા લાગે છે. અને જો કોઈ પણ પ્રયાસ કર્યા વગર શરીરનું વજન ઓછું થવા લાગે તો એ બ્લડ કેન્સરના શરૂઆતી લક્ષણ હોય શકે છે.

જો તમારા મોં, નાક અથવા શૌચ દરમિયાન જો લોહી નીકળતું હોય, તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. તેના વિશે તરત જ સાવચેત થઈ જાવ અને ડોક્ટર પાસે જઈને બ્લડ કેન્સરની તપાસ કરાવો. બ્લડ કેન્સર દરમિયાન આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ જ ઝડપથી ઓછું થવા લાગે. આપણા શરીરમાં હિમોગ્લોબીનની સંખ્યા ખુબ જ ઝડપથી ઘટવા લાગે છે. તેમજ ઓક્સિજન શરીરના અંગો સુધી યોગ્ય માત્રામાં પહોંચી શકતું નથી. આ કારણે શરીરના લગભગ અંગો યોગ્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે અને થાક મહેસુસ થાય છે.

બ્લડ કેન્સર મટાડવા ના ઉપાય :

તુલસીના ૨૧ થી ૩૫ પાંદડા ને ચટણી જેવું વાટી લો. તુલસી ના પાન ની ચટણી ને ૧૦ થી ૩૦ ગ્રામ મીઠું દહીં માં ભેળવીને નિયમિત સવારે ખાલી પેટ ત્રણ મહિના સુધી ખાવ. ધ્યાન રાખવાનું કે દહીં ખાટું ન હોય અને જો દહીં માફક ન આવે તો એક બે ચમચી મધ ભેળવીને પણ લઈ શકાય છે. દૂધ સાથે ભૂલથી પણ ન આપવું. ઔષધી સવારે ખાલી પેટ લો. એક થી દોઢ કલાક પછી નાસ્તો લઇ શકો છો.

દેશી ગાયના દુધને ફાડીને પનીર બનાવી લો. 100 ગ્રામ અળસીનું તેલ ભેળવીને બન્નેને સારી રીતે મિક્સ કરી લો. બધું તેલ પનીરમાં મિક્સ કરી તેને સવારે નાસ્તામાં લેવું જોઈએ. આ કેન્સરના દર્દીઓ માટે ખાસ ડાયટ છે જે કેન્સરનો નાશ કરવામા ખુબ ઉપયોગી છે. કેન્સરના તે રોગી જેને નબળાઈ, ઉલટી, ઉબકા, દુઃખાવો, થાક વગેરે છે. તેમને રોજ 5 થી 10 ગ્રામ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ.

લીંબુના છોતરા ચપ્પુથી કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો. અથવા લીંબુને ફ્રીજરમાં રાખો અને કડક થઇ જાય એટલે તેના છોતરા ઉખેડી લો. આ ટુકડા કે ઉખેડવામાં આવેલ છોતરાને દાળ, શાક, સલાડ, સૂપ વગેરે ખાદ્ય પદાર્થોમાં ભેળવીને નિયમિત સેવન કરવાથી કેન્સર રોગમાં ફાયદો મળે છે.

બદામમાં વિટામીન ‘બી17’ મળી આવે છે. જે કેન્સરની કોશિકાઓને નાશ કરી શકે છે. તો કેન્સરના રોગીઓએ દિવસમાં 5 થી 10 બદામનું સેવન જરૂર કરવું જોઈએ. કોબીમાં મળી આવતા ફ્લાવનોઈડ પણ કેન્સર કોશીકોની પ્રગતિને ઓછી કરીને કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે, કોબીને સાફ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top