ઘણી વખત, એક સમયનું ભોજન જો થોડું બચી જાય છે. ત્યારે આપણે બીજી વખત ભોજનમાં તેને ગરમ કરીને ખાઈએ છીએ. પરંતુ, એવી ઘણી વસ્તુઓ છે, જે બીજા દિવસે ગરમ કરીને ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારે આવા ખોરાકનું સેવન કરવાનું ટાળી દેવું જોઈએ.
આપણે બધા લોકો ખોરાકને ગરમ કરીને વારંવાર ખાઈએ છીએ. જેમાં તેઓ દૂધ, વધેલી દાળ, બાકી રહેલા શાકભાજી વગેરે ગરમ કરીને ખાતા હોય છે. જો તમને પણ આ રીતે ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત છે તો તે તમારા શરીર ના સ્વસ્થ્ય માટે ખુબ જ ગંભીર બાબત છે. આપણે જોઈએ કે કયા એવા ખોરાક છે જેને વારંવાર ગરમ કરીને ના ખાવો જોઈએ.
દહીનું મહત્વ પણ આયુર્વેદમાં રહેલું છે. દહી ખાવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે. પરંતુ જો દહીને ગરમ કરીને ખાવ માં આવે તો સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. શરીરમાં ખુબ જ ગંભીર સમસ્યાઓ થાય છે. મધ સ્વાસ્થ્યમાં અનેક રોગોને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે. તેમજ તે સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ કરી શકે છે. પરંતુ જો મધ ને ગરમ કરીને ખાવા માં આવે તો પેટની સમસ્યા થઇ શકે છે. આ રીતે તે સ્વાસ્થ્યને માટે નુકશાન કરે તેવી ગેસની સમસ્યા પણ ઉભી કરે છે. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા પોષકતત્વો નાશ પામે છે.માટે તમારે જો પેટની કોઈપણ સમસ્યાથી બચવું હોય તો આવા ખોરાક ને ગરમ કરીને ના ખાવા જોઈએ.
જો તમે આલ્કોહોલિક પદાર્થોને ગરમ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે. આ માટે આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે આવા આવા ખોરાકને ગરમ કરવાથી બચવું જોઈએ. જેની સાથે આ આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને ગરમ કરવાથી બચવું જોઈએ.
પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે, જો ક્યારેય લીલા શાકભાજી જેમ કે પાલક વગેરે તમારા ખોરાકમાં પડી રહે છે, તો તેને ફરીથી ગરમ ન કરવું જોઈએ. ખરેખર, પાલકમાં ઘણું આયર્ન હોય છે અને જ્યારે તમે તેને ફરીથી ગરમ કરો છો, ત્યારે તે ઓક્સિડાઇઝ્ડ થાય છે. આયર્નનું ઓક્સિડેશન ઘણા રોગોનું જોખમ વધારે છે.
મોટાભાગના લોકો ચોખા નો અલગ અલગ રીતે ખાવા માં ઉપયોગ કરતાં હોય છે. જો આ ભાતને વધારે સમય સુધી ગરમ રાખવા માં આવે તો તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે. જ્યારે તેને લાંબા સમય સુધી ઓરડાના તાપમાને રાખવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. આ પછી, જ્યારે આ બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થાય છે.
બટાટાનો દેશમાં ખોરાક માટે ભરપુર પ્રમાણમાં ઉપયોગ થાય છે. કારણ કે તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો સહેલો છે. બટેટા આરોગ્ય માટે અતિ લાભદાયી છે પરંતુ તેને પકાવીને ખુબ વધુ સમય સુધી ન રાખવા જોઈએ. પકાવેલા બટેટા ને વધુ સમય રાખવાથી તેમાં રહેલ પોષકતત્વો નો નાશ થાય છે. જો તેને ફરીથી ગરમ કરીને ખાવાથી તે પાચનક્રિયા ઉપર નકારાત્મક અસર કરે છે. બટાકામાં વિટામીન બી6, પોટેશિયમ અને વિટામીન C હોય છે. જયારે બટાકાને ગરમ કરવામાં આવે તો તેનાથી ક્લોસ્ટ્રીડીયમ બોટ્યુલીનમ જમા થાય છે. આ એક પ્રકારનું ધીમું ઝેર છે. જે શ્વાસ, સ્નાયુ, મૃત્યુ થવાની સંભાવના વધારે છે. માટે બટાકાની બનેલી વસ્તુને લાંબા સમય સુધી ગરમ કરીને ન ખાવી જોઈએ.
ઇંડામાં ઘણું પ્રોટીન હોય છે, પરંતુ જ્યારે ઇંડા વારંવાર ગરમીમાં આવે છે, ત્યારે તેમાં નુકસાન થવા લાગે છે. આવી સ્થિતિમાં, સલાહ આપવામાં આવે છે કે રાંધ્યા પછી જલદીથી ઇંડા ખાવા જોઈએ. જો તમે તેમને ખાવા માંગો છો, તો પછી તમે તેમને ઠંડા ખાઈ શકો છો. પ્રોટીન સાથે હાજર નાઇટ્રોજન પણ કેન્સરનું કારણ બની શકે છે.
તેલ મોટાભાગે બધી વસ્તુઓને તળવા માટે ઉપયોગ કરીએ છીએ. જેમાં ભજીયા, પકોડા, ગાઠીયા, પૂરી જેવી વસ્તુઓ તેલમાં તળવામાં આવે છે. પરંતુ આ રીતે તેલમાં તળવામાં આવેલી વસ્તુઓ તળી લીધા બાદ જે તેલ વધે છે તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ. આ તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. ને તે હ્રદયને નુકશાન કરે છે. માટે તેલને વારંવાર ગરમ કરીને ઉપયોગમાં ન લેવું જોઈએ.
આમ, આવા ઉપરોક્ત ખોરાક ખાવાનું થાય તો તેને વારંવાર ગરમ કરવો ન જોઈએ, જો બની શકે તો તે જરૂરિયાત મુજબ જ રાંધવો જોઈએ. આ રીતે સ્વાસ્થ્યમાં થતી અસરથી બચવા માટે આ ઉપરોક્ત બતાવેલા ખોરાકને તમારે વારંવાર ગરમ કરવાથી બચવું જોઈએ.