હજી તો ઓરીજનલ રસી ના વાંધા છે ને આ જગ્યા એ 70000 લોકો એ ડુપ્લિકેટ રસી મૂકાવી પણ દીધી….

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

એક વરસ બાદ પણ હજી કોરોના ના કેસ આવવાના ચાલુ જ છે. હજી ઇન્ટરનેશનલ હેરફેર માં ઘણી રોક છે. સરકાર ઘણું ધ્યાન રાખી રહી છે પરંતુ અમુક ચોર લોકો ને આવા સમયે પૈસા કામવાનું સુજે છે અને જનતા ને હેરાન કરે છે.
આવી જ એક ઘટના દક્ષિણ અમેરિકા ના ઈક્વાડોર શહેર માં બની.

હજી તો આહી નકલી રસી ના ફાંફાં છે ત્યાં અમુક લોકો દુપલીકેટ રસી બજાર માં ફરતી મૂકી દીધી છે. ઈક્વાડોર માં કોરોનાની નકલી રસી પણ બજારમાં ફરતી થઈ ગઈ. ઈક્વાડોર શહેર માં ૭૦ હજાર લોકોને નકલી રસી લગાવાઈ.
રસીના ૩-૩ ડોઝ લગાવાયા, ડોઝ દીઠ ૧૧૦૦ પડાવાયા.

કોરોના વાયરસ મહામારીથી દુનિયા લડી રહી છે તે સમયે વેક્સિન મેળવવા માટે પણ જાણે કે યુદ્ધ ચાલી રહ્યું છે. દરેક દેશ જલદીથી જલદી પોતાના નાગરિકો સુધી વેક્સિન પહોંચાડવા માંગે છે.આ દરમિયાન દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં લગભગ ૭૦૦૦૦ લોકોને નકલી કોરોના રસી લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

વેક્સિન લગાવનારા પ્રાઈવેટ ક્લિનિકને લોકોને પૂર્ણ સુરક્ષાએ ત્રણ-ત્રણ ડોઝ લગાવ્યો હતો. જેમાં એક ડોઝના લગભગ ૧૧૦૦ રૂપિયા(૧૫ ડોલર) ચાર્જ લેવામાં આવ્યો હતો.

ટાઇમના અહેવાલ મુજબ આ કેસ ઇક્વાડોરની રાજધાની ક્વિટો ની છે. ક્વિટોના પોલીસ વડા સુરક્ષા સિઝર દાઝે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ક્લિનિકમાંથી લોકોને કોઈ અજાણ્યા પદાર્થની માત્રા આપવા માટે લગભગ ઇં ૧૫ ફી વસૂલવામાં આવી હતી.

લોકોને કહેવામાં આવી રહ્યું હતું કે આ રસીના ત્રણ શોટ મળ્યા બાદ તેઓ કોરોના વાયરસ પ્રતિ ઈમ્યૂન થઈ જશે. પોલીસે તે કેન્દ્રમાં નકલી રસી ડોઝ કરાવનારા લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આશરે ૭૦૦૦૦ લોકોને નકલી રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

પોલીસે કેન્દ્રને સીલ કરી આરોપીની ધરપકડ કરી હતી.જોકે, આ ક્લિનિકના માલિકે દાવો કર્યો છે કે તે ઈમ્યૂન વધારવા માટે લોકોને રસીને બદલે વિટામિન અને સીરમના ડોઝ આપી રહ્યા હતા. ઇક્વાડોર દક્ષિણ અમેરિકા ખંડમાં કોરોના વાયરસનું એક મુખ્ય સ્થળ છે. આ દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં ૧૪,૬૬૮ લોકો મૃત્યુ પામ્યા છે.

જ્યારે ૨,૪૨,૧૪૬ લોકોને ચેપ લાગ્યો છે. એક્વાડોરએ ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને મંજૂરી આપી છે. જ્યારે અહીંના આરોગ્ય મંત્રાલયે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના લોકો માટે કોરોના રસીનો ડોઝ મફતમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here