લીવર, હાથીપગા, જેવા અનેક રોગથી છુટકારો આપી વાળને કાળા કરવામાં અને શુક્રાણુ વધારવા માટે ચમત્કારી છે આ ઔષધિ, જરૂર જાણી લ્યો વાપરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ચોમાસાની સિઝન  માં તળાવ  ની પાળે કે વહેતા પાણી ના ધોરીયા ની પાસે  કે શ્રાવણ માં નદીએ નહાવા જાવ તો એને  કિનારે  સફેદ ફુલ વાળી એક વનસ્પતિ  જોવા મળે એ ભાંગરો.

ભાંગરો તરીકે જાણીતી વનસ્પતિનો માથામાં નાખવાના તેલમાં ઉપયોગ કરવામાં આવે છે, જે મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્યપ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. આજે જાણીએ ભૃંગરાજ કે ભાંગરો કેવી રીતે મદદરૂપ થાય છે.

નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર ઈ શકે છે.  ભાંગરાનું શુંધ  તેલ વાળના સ્કેલ્પ પર લગાવવું. વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં એ મદદરૂપ થાય છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે.

વાળના સફેદ થવાના સમયને લંબાવે છે. જેવી રીતે કોઈ શેમ્પૂની જાહેરાત જોઈને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવાનું મન થઈ જાય તો આ તો શેમ્પૂ કરતાં સારો અને કુદરતી ઉપાય છે. ભાંગરો વાળને મુલાયમ અને નરમ બનાવે છે. વાળની શુષ્કતા દૂર કરે છે.

ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે.  સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ  હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.મોઢા કે જીભ ના છાલા, પાંડુ , કામલા, ત્વચા ની વિવર્ણતા કે અકાળે માથા ના વાળ સફેદ  થવા તથા  પિતજ ખાંસી કે શ્વાસ જેવા રોગો ની ચિકિત્સા માં ભાંગરા  નો તાજો સ્વરસ  એકલ ઔષધીય પ્રયોગ  સફળ રહ્યો  છે.

જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.

ભાંગરો ત્વચા માટે પણ ફાયદાકારક છે.ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સો મિક્સ કરવું. આ પાણીથી નાહવાથી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવાી નિખાર તો આવે જ છે અને ખીલના ડાઘ કે કથ્ઈ રંગના ડાઘ પણ દૂર થાય છે.

ડીકલરેશનની સમસ્યામાંથી  જે પસાર થઈ રહ્યા છે તેમના માટે તો ભાંગરાનો લેપ કે ઘી ઉત્તમ છે. ડીકલરેશન એટલે ત્વચાના રંગમાં જ વિવિધતા દેખાય. જેમ કે તમે દરરોજ ઘડિયાળ પહેરો છો તો ઘડિયાળના છાયા નીચેની ત્વચા અન્ય ત્વચા કરતાં ગોરી હોય છે. એી ઘડિયાળ વગર હા પર જાણે કોઈ રોગ યો હોય એવી રીતે ભેદ દેખાશે. તો આવા ડીકલરેશનને દૂર કરવામાં ભાંગરો આર્શીવાદ સમાન છે.

ઘીમાં ભાંગરો નાખીને એને ઉકાળવું. જ્યારે ભાંગરાનો રસ ઘીમાં ભળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. આ ઘીને તમે સૌંદર્યપ્રસાધન તરીકે વાપરી શકો છો. આવી જ રીતે માાથામાં  નાખવાનું તેલ પણ બનાવી શકાય છે. આંખોમાં ચેપ અને દુખાવો છુટકારો મેળવવા, ભૃંગરાજથી આંખની આંખો સાથે રસ બનાવવામાં આવે છે! તે આંખોની દૃષ્ટિમાં પણ વધારો કરશે, અને તે ઇજાગ્રસ્ત અને ઘાયલ પરના આ પર્ણના પેસ્ટને મૂકીને સારું છે!

વિટામીન બી -12  લીવરનું તત્વ છે. એટલે તેનો ઉપયોગ લીવરને સુધારવા અને એ રીતે જ્ઞાનતંતુઓનું બળ વધારવા માટે થાય છે. જો તમને કાનમાં સમસ્યાની સમસ્યાથી મુશ્કેલી થાય છે, તો કાનમાં ભૃગરાજ પાંદડાનો રસ મૂકો. આ તમને રાહત અનુભવે છે.

ભાંગરા માં લોહ તત્વ સારૂ છે. તથા સ્વભાવે  પ્રકુપિત પિત્ત  ને પ્રાકૃત  કરવા નો પ્રભાવ જન્ય  ગુણકર્મ  ધરાવે છે  એટલે સૂતશેખર, ગંધકરસાયન જેવી રસૌષધિ  માં ભાંગરા ના રસ ની ભાવના પ્રમુખ પણે અપાય છે. .ભૃંગરાજના પાનનો રસ મધની સાથે મેળવીને આપવાથી બાળકોને ખાંસીમાં ઘણો આરામ મળે છે. દિવસમાં કમ સે કમ 3 વાર 10 ગ્રામ પત્તાને કચડીને રસ તૈયાર કરવો જોઈએ.

હાથીપગો કે એલિફેંટેયાસિસ થાય ત્યારે તલના તેલની સાથે ભૃંગરાજના પત્તાનો રસ મેળવીને પગ ઉપર લેપ કરવાથી ફાયદો થાય છે. એસીડીટી થાય ત્યારે ભૃંગરાજના છોડને સૂકવીને ચૂરણ બનાવી લેવામાં આવે અને હરાના ફળોના ચૂરણ સાથે સમાન માત્રામાં લઈને ગોળની સાથે સેવન કરવામાં આવે તો એસીડીટીની સમસ્યાથી તરત જ છુટકારો મળી જાય છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here