વેજીટેરિયન માટે શક્તિનો ખજાનો છે આ ફળ, નબળાઈ અને દરેક દુખાવા દૂર કરી શરીરને કરી દેશે તાકાતવર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે એક એવા ફળ વિશે વાત કરવાના છીએ કે જે શરીર ને તાકાતવર, અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને “ભારતીય ચેરી” તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફળ વેજીટેરિયન માટે ખૂબ જ ગુણકારી છે. કેમકે 5 ઈંડા જેટલી શક્તિ આ એક ફળ માંથી મળે છે. તેથી જ આ ફળને પ્રોટીન નો ખજાનો પણ કહેવામાં આવે છે. આ ફળનું નામ છે ગુંડાનું ફળ. ગુંદા નું સેવન શરીર માટે ખુબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે.

ગુજરાતી માં તેને ગુંદા કહેવાય છે. હિન્દી માં તેને “લસોડા” કહેવાય છે અને તે કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. ગુંદાનાં કાચા ફળો ઠંડા , કડવો, પાચક અને મધુર હોય છે. તેના ઉપયોગથી, પેટના કીડા, કફ, નાના પિમ્પલ્સ, અને તમામ પ્રકારના ઝેર નાશ પામે છે. તેના ફળ નરમ, મધુર અને હળવા હોય છે.

ગુંદા આખા ભારતમાં ઉત્પન્ન થાય છે. વસંતઋતુમાં તેના પર ફૂલ આવે છે અને ગ્રીષ્મ ઋતુ નાં અંત સુધી તેના પર ફળ આવી જાય છે. તેના ઝાડ માંથી એક પ્રકારનું ગુંદર નીકળે છે. તેના ફળમાં ચીકણાહટ ભરેલી હોય છે. કફ નિષ્કર્ષ હોવાના કારણે તેને શ્લેષ્માન્તક કહેવામાં આવે છે. તેનું વૃક્ષ લગભગ ૩૦ થી ૪૦ ફૂટ જેટલુ ઊંચું હોય છે.

ગુંદા ને સુકવીને ચૂર્ણ બનાવી આ ચૂર્ણ માં મેંદો, બેસન, ગોળ અને ઘી નાખીને લાડવા બનાવી આ લાડુ ખાવાથી શરીર ને તાકાત મળે છે અને સ્ફૂર્તિ આવે છે. ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને તે પાણીના કોગળા કરવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે.

ગુંદા મધુર , ઠંડુ, ગ્રહણશીલ, કૃમિનાશક, વાળ માટે ફાયદાકારક છે, અગ્નિશામક, પાચક, મૂત્રવર્ધક અને તમામ પ્રકારના ઝેરી તત્વોનો નાશ કરે છે. ગુંદા પેટ અને છાતી ને નરમ પાડે છે અને ગળાના દુખાવા અને સોજા ને દૂર કરવા માટે ફાયદાકારક છે. તેના પાકેલા ફળ મીઠા, ઠંડા અને પૌષ્ટિક હોય છે, તે વાત્ત દૂર કરે છે.

ગુંદા લાળ અને લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. ગુંદા હાડકા મજબૂત બને છે, મગજ નો વિકાસ થાય છે, શરીર માં લોહીની ઉણપ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે, પાકેલા ગુંદા મીઠા હોય છે અને તેની અંદર થી ગુંડ જેવો ચીકણો રસ નીકળે છે તે પણ મીઠો હોય છે.

પિત્ત ને મળ દ્વાર મારફતે કાઢી નાખે છે અને કફ અને લોહી ના વિકારો ને મટાડે છે. ગુંદા નો ઉકાળો બનાવીને પીવાથી કફ અને પાતળા ઝાડા મટી જાય છે. ગુંદા પેટ ને નરમ કરે છે અને ગળા ની ખરાશ દૂર કરવામાં મદદ કરે છે.
પેશાબમાં બળતરા, દમ ની બીમારી, સુખી ઉધરસ, અને છાતી ના દુખાવામાં ફાયદાકારક છે.
ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને ૨૦-૪૦ મિલી સવાર-સાંજ પીવાથી વારંવાર આવી જતા તાવ માં ખુબ જ ફાયદો કરે છે. ગુંદા ના પાંદડા ને પીસીને તેનો રસ પીવાથી ડાયાબીટીશ માંથી ધીમે ધીમે છુટકારો મળે છે. ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી ગળા ના તમામ રોગો મટી જાય છે અને અવાજ પણ સારો બને છે. ગુંદા ની છાલને પાણી માં ઘસીને પીવાથી અતિસાર માં ફાયદો થાય છે. કોલેરા માં ગુંદા ની છાલ અને ચણા ની છાલ ને પીસીને તેને કોલેરા ના દર્દીને પીવડાવવાથી ઝડપ થી ફાયદો થાય છે.
ગુંદા ફળનો રસ વાળ પર લગાવવાથી વાળ સમય સફેદ થવાની સમસ્યા સમાપ્ત થાય છે. ગુંદા ફળનો રસ પણ તેલમાં ભેળવીને લગાવી શકાય છે. માથાનો દુખાવો હોય તો પણ તમે ગુંદાનો ઉપયોગ કરી શકો છો. ગુંદાના પાનને પીસીને તેની પેસ્ટ લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top