સ્ત્રી કોઈપણ ઘરની પ્રગતિમાં ફાળો આપે છે. જો ઘરની સ્ત્રી સારી હોય તો ઘર નરકથી સ્વર્ગ પણ બની શકે છે. શાસ્ત્રોમાં પણ મહિલાઓની તુલના માતા લક્ષ્મી સાથે કરવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીનું આવવું કે જવું એ અમુક બાબતો પર આધારીત છે. જો મહિલાઓ અજાણતાં કેટલીક ભૂલો કરી બેસે છે તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને ઘરની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ આ વિશેષ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.
ઘરમાં સાફ સફાઇ ના કરવી
ઘરમાં ધૂળ, કરોળિયાના જાળાઓ, દરરોજ યોગ્ય રીતે સફાઈ ન કરવી, આ બધી વસ્તુઓ નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે. તેનાથી ઘરની પ્રગતિમાં અવરોધ આવે છે અને માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ જાય છે.
સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ કરવો
માતા અન્નપૂર્ણા દેવી રસોડામાં રહે છે. આથી તે મંદિર તરીકે પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો મહિલાઓ સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ કરે છે, તો અન્નપૂર્ણા દેવી ગુસ્સે થઈ જાય છે. તેથી હંમેશા સ્નાન કરીને રસોડામાં પ્રવેશ કરવો જોઈએ.
સૂર્યાસ્ત સમયે ઘર સાફ કરવું
માતા લક્ષ્મી સૂર્યાસ્ત સમયે ઘરે રહે છે. આવી સ્થિતિમાં આ સમયે ઘરને સાફ કરવું યોગ્ય નથી. તેનાથી પૈસાની ખોટ થાય છે. આવી સ્થિતિમાં સાંજે ઘર સાફ કરવું જોઈએ નહીં
ઘરમાં વાળ ગમે ત્યાં ફેંકી દેવા
મહિલાઓ ઘણી વખત કોમ્બિંગ પછી વાળને ગમે ત્યાં ફેંકી દે છે. આ ટેવ ખૂબ ખરાબ છે. તેનાથી પૈસાની કમી થાય છે. તેથી હંમેશા વાળને કચરાપેટીમાં નાખવા જોઈએ.
સવારે દીવો પ્રગટાવવો નહીં
એવી સ્ત્રીઓ ભગવાનને સહેજ પણ પસંદ નથી, કે જેઓ સવાર-સાંજ ઘરમાં દીવો પ્રગટાવતા નથી. તેના કારણે નકારાત્મક શક્તિઓ પ્રવેશવા લાગે છે. જ્યારે દીવો પ્રગટાવવાથી વધુ સકારાત્મક ઉર્જા મળે છે.
ગેસ અને કિચન પ્લેટફોર્મ્સ ગંદા છોડી દેવા
જ્યારે પણ તમે ખોરાક બનાવી દો, ત્યારપછી ગેસ સ્ટવ અને કિચન પ્લેટફોર્મને સારી રીતે સાફ કરો. ગંદકી હોય તો ઘરની બરકત ઓછી થવા લાગે છે. આનાથી ઘરની શાંતિમાં પણ ખલેલ પડે છે. આ સિવાય રાત્રે એંઠા વાસણો પણ ન છોડવા જોઈએ. તેને હમેંશા સાફ રાખવા જોઈએ.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.