બાવળ એ ખૂબ જ પ્રચલિત વનૌષધિ છે અને આપણે જાણીએ છીએ કે, દાંતના આરોગ્ય માટે તે ઉત્તમ છે.બાવળના દાંતણ દાંત માટે ઘણા સારા હોય છે. કફ અને પિત્તનો ઈલાજ કરવા માટે બાવળનું ઝાડ ઘણું જ અસરકારક હોય છે. તે મૂત્ર વિકાર, સોજા, દુ:ખાવો, પિત્ત અને ગર્ભાશયના બ્લીડીંગને ઠીક કરવામાં મદદ કરે છે. બાવળના પાંદડા, ગુંદર, સીંગો અને છાલ તમામ વસ્તુ જ કામની હોય છે.
બાવળનો ઉપયોગ સાંધાના દુ:ખાવા દુર કરવા માટે ઘણો જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગ કરવા માટે બાવળના સીંગોને તડકામાં સુક્વી તેનો પાવડર બનાવી લો. આ દવાને સવારે એક ચમચી જેટલી માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી લો. આનું સેવન ૨-૩ મહિના સતત કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.
ધાતુની પુષ્ઠી કરવાં માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લો. અને એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લો. આ જ રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે. ત્યારબાદ એ કપડાને ૧૪ ભાગમાં વહેંચી લો, અમે રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને એ દૂધ ગાળીને પીવાથી ધાતુની પુષ્ઠી થાય છે.
બાવળની સીંગોનું ચૂરણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી સાજા થઈ જાય છે. એના માટે ૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવો. ત્રણ દિવસમાં જ તમારું તૂટેલું હાડકું જોડાવા લાગે છે. આ ઉપરાંત બીજો ઉપાય એ છે કે બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે. અને હાડકા વજ્ર જેવા મજબુત થઈ જાય છે.
કાનના રોગો માટે બાવળના સીંગોને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવવા માટે મૂકી દો. પાકી ગયા પછી તેને તાપ ઉપરથી નીચે ઉતારીને ઠંડુ થવા મૂકી દો. આ તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું સારું થઈ જાય છે.
કમરમાં દુ:ખાવો થવા ઉપર બાવળની છાલ, સીંગો અને એનુ ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. દિવસમાં ૩ વખત એક ચમચીના પ્રમાણમાં એનું સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે. ઉપરાંત બાવળના ફૂલ અને સજ્જી સરખા ભાગે ભેળવીને સવારે સૂર્ય ઉગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં લેવાથી પણ કમરના દુ:ખાવામાં આરામ મળશે.
જો પેશાબ વધુ આવવાની તકલીફ થાય છે, તો એના માટે બાવળની કાચી સીંગોને છાયામાં સુકવીને તેને ઘી માં ટળીને પાવડર બનાવી લો. આ પાવડરનું ૩-૪ ગ્રામના પ્રમાણમાં રોજ સેવન કરવાથી પેશાબ વધુ આવવાની સમસ્યા બંધ થઈ જાય છે.
બાવળની સિંગ પથારીમાં પેશાબ કરવા વાળા બાળકો માટે પણ તે ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. આ સમસ્યાના નિવારણ માટે બાવળના કાચા સીંગોને છાયામાં સુકવીને, ઘી માં શેકીને તેમાં સાકર ભેળવીને ૪-૪ ગ્રામના પ્રમાણમાં સવારે અને સાંજે ગરમ દૂધ સાથે પીવાથી પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દુર થઈ જાય છે.
અતિસારમાં આરામ મેળવવા માટે બાવળની સીંગો, આંબળા અને જાયફળના બીજની રાબ બનાવીને પીવી જોઈએ. આ રાબ પીધા પછી જેટલી વખત પણ પાન ખાશો એટલી વખત જ દસ્ત થશે. અતિસારને સારું કરવા માટે બાવળના ૮-૧૦ કુણા પાંદડાને જીરું અને દાડમની કળીઓ સાથે ૧૦૦ મી.લી. પાણીમાં વાટી લો, હવે આ પાણીને ૨ ચમચી સવારે, બપોરે અને રાત્રે રોગીને પીવરાવવાથી અતિસાર દુર જ થઈ જાય છે.
શારીરિક શક્તિ વધારવા માટે બાવળની સીંગો ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. તેના માટે બાવળની સીંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા પ્રમાણમાં સાકર ભેળવીને તેને વાટી લો. હવે એને એક ચમચી સવાર-સાંજ નિયમિત રીતે પાણી સાથે લેવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. અને નબળાઈ વાળા રોગ દુર થઈ જાય છે.
બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે. એક વખત સુકાઈ જવા પર ફરી વખત તેને પલાળીને સુકવી લેવામાં આવે છે. તેવી રીતે આ પ્રક્રિયા ૧૫ વખત કરવામાં આવે છે. ત્યાર પછી તે કપડાને ૧૪ ભાગમાં વહેચી લો, અને રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી પૌરૂષ શક્તિ વધે છે. અને તેની સાથે આ ઉપાયથી શારીરિક નબળાઈ પણ દુર થઈ જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.