સ્વસ્થ અને તંદુરસ્ત બાળક માટે બાળકનો જન્મ થાય ત્યાં સુધી, ગર્ભાવસ્થા દરમિયાન જરૂર કરો આ ખોરાકનું સેવન, અહી ક્લિક કરી જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેટલી વખત ભોજન લેવું તેવો કોઈ નિયમ નથી છતાં પણ દિવસ માં દર ત્રણ ત્રણ કલાક બાદ ભોજન લેવું જોઈએ. તમને ભૂખ ના લાગી હોય છતાં પણ ભોજન લેવું એનું કારણ છે કે ગર્ભ ની અંદર રહેલું બાળક દર ચાર કલાકે ભૂખ્યું થતું હોય છે.

આ ઉપરાંત જો ભરપૂર પ્રમાણ માં ભોજન લેવામાં આવે તો મિસ કેરેજ ની સમસ્યા પણ રહેતી નથી. દિવસ દરમિયાન વધુ પ્રમાણ માં પાણી પીવું જોઈએ. દિવસ ના લગભગ 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેમ વધુ પાણી પીવામાં આવશે તેમ તેમની ડિલિવરી નોર્મલ થવાના ચાન્સ વધુ રહે છે. આ ઉપરાંત ભરપૂર પ્રમાણ માં પાણી પીવામાં આવે તો બોડી ડીહાઇડટ્રેટ પણ થતી નથી.

ગર્ભાવસ્થા ના શરૂઆત ના તબક્કા માં સ્ત્રીઓ એ વધુ પ્રમાણ માં પ્રોટીન,વિટામિન,મિનરલ્સ , કાર્બોહાઇટ્રેડ, ચરબી, પ્રોટીન વિટામિન ,મલ્ટી વિટામિન, કેલ્શિયમ , ફોલિક એસિડ, આયર્ન ,મિનરલ્સ , એન્ટી ઓક્સિડેન્ટ, ઓમેગા -3 , ઓમેગા- 6, વગેરે મળી રહે તેવા ખોરાક નો ભોજન માં વધુ ઉપયોગ કરવો જોઈએ. જેથી બાળક ને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે અને બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મ લે છે.

પ્રોટીન યુક્ત ખોરાક જેવો કે બધા પ્રકાર ના કઠોળ, દૂધ, સોયાબીન, વગેરે નો સમાવેશ કરવો જોઇએ.પ્રોટીન શરૂઆત નાતબક્કા માં ખુબ જ જરુરી છે.આ ઉપરાંત સ્ત્રીઓ એ આયર્ન અને ફોલિક મળી રહે તેવો આહાર જેમ કે પાલક,ચોખા ના પોહા ,દલિયા વગેરે નો સમાવેશ ભોજન માં કરવો જોઈએ.

આ સમયે સ્ત્રી ઓ ના શરીર ની અંદર બીજા શરીર ના વિકાસ પામવાની પ્રક્રિયા શરુ થાય છે.તેથી તેમણે પોતાના શરીર સાથે પોતાની અંદર રહેલા બીજા શરીર માટે પણ ભોજન ને સારા પ્રમાણ માં લેવું જોઈએ.સ્વાભાવિક છે કે વજન માં પણ વધારો થશે, આ સમય દરમિયાન 10 થી 12 કિલો વજન વધે તો તે સમસ્યા ના કહી શકાય.

વિટામિન યુક્ત ભોજન નો પણ સમાવેશ કરવો જોઈએ જેમ કે ફળો ને વિટામિન નો ભંડાર ગણવામાં આવે છે.ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન લેવા ખુબ જરૂરી છે તેથી ફળો વધુ ખાવા જોઈએ. જેમાં ચીકુ, દાડમ, દ્રાક્ષ,કેરી,કેળા,કીવી,સફરજન,જેવા અલગ અલગ પ્રકાર ના ફળો આખા દિવસ દરમિયાન ના બે થી ત્રણ ફળો ખાવા જોઈએ.

લીલા શાકભાજી પણ ખુબ જ જરૂરી છે, આ સમય દરમિયાન લીલા શાકભાજી નો પણ વધુ પ્રમાણ માં ઉપયોગ કરવો જોઈએ. લીલા શાકભાજી માંથી જરૂરી પોષકતત્વો મળી રહે છે. અલગ અલગ ચાર થી પાંચ પ્રકાર ના શાકભાજી ની કચુંબર બનાવી દિવસ માં બે થી ત્રણ વાર જમવી જોઈએ. જેમાં તમે ગાજર,કાકડી,ટામેટા,કોબી, વગેરે નો સમાવેશ કરવો જોઈએ.આ ઉપરાંત લીલી ભાજી નો પણ ભોજન માં સમાવેશ કરવો જોઈએ. જેમાં પાલક, તાંદળજો, મેથી વગેરે.આવી પાંદડા વાળી શાકભાજી ઓ માંથી વધુ પ્રમાણ માં પોષક તત્વો મળે છે.

ચરબી વાળા ખોરાક લેવો જોઈએ .જેમ કે ઘી , ચીઝ, માખણ વગેરે આ સમયે શરીર માં ચરબી ની પણ જરૂર પડે છે તેથી આવા ખોરાક નો પણ સમાવેશ કરવો જોઈએ.

આ ઉપરાંત આ બધા જ પ્રકાર ના ભોજન તમે ડોક્ટર ની સલાહ સૂચન મુજબ તેમજ જ ડોકટરે આપેલી ટેબ્લેટ સાથે લેવું જોઈએ.તેમને જણાવેલી દવાઓ નિયમિત લેવી જોઈએ.

દરોજ સાંજે લગભગ 10 થી 12 કિસમિસ પાણી માં પલાળી ને તેને સવારે જાગીને તરત જ ખાવી જોઈએ.જેથી શરીર માં રહેલી લોહી ની ઉણપ દૂર કરી શકાય છે.

ત્યારબાદ લગભગ સવાર ના 7 થી 8 ના સમયગાળા દરમિયાન એક ગ્લાસ પ્રોટીન પાવડર વાળું દૂધ પીવું જોઈએ.શરૂઆત મા પ્લેન અથવા પ્રોટીન પાવડર વાળું દૂધ ત્યારબાદ તમે કેસર અને બદામ વાળું દૂધ પી શકો છો. ડ્રાયફ્રૂટ બાળક ના માનસિક વિકાસ માટે ખુબ મહત્વ નો ભાગ ભજવે છે.તેમજ કેસર બાળક ના રંગ માં નિખાર લાવે છે.

સવાર નો નાસ્તો ફરજીયાત કરવો જોઈએ. જેમાં તમે પોહા , દલીયા , વેજિટેબલ સૂપ, જામ , ફ્રૂટ જ્યુસ વગેરે લઇ શકો છો.લગભગ 10 થી 11 ની વચ્ચે મિક્સ ફ્રૂટ જ્યુસ, દાડમ,કેળા, પાલખ જ્યુશ, લસ્સી ,ફ્રૂટ સલાડ, છાશ વગેરે લઇ શકો છો.

બપોર ના ભોજન ખુબ જ જરૂરી છે. બપોરે મિક્સ દાળ ,સલાડ, દહીં, પાલખ પનીર, રોટી ,ભાત , માછલી , બાફેલા બધા પ્રકાર ની શાકભાજી વગેરે લઇ શકો છો. શાક માં તમે કારેલા સિવાય કોઈ પણ શાક લઇ શકો છો.

નાસ્તા માં તમે કોઈ પણ પ્રકાર નો હેલ્ધી નાસ્તો લઇ શકો છો જેમાં પનીર થી બનેલી આઈટમ ઉમેરી શકો છો. ફણગાવેલા કઠોળ લઇ શકો છો.આ સમય દરમિયાન તમારે ચા કોફી પીવા નું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.

રાત ના ભોજન માં થોડું હળવું ભોજન લેવું જોઈએ જેથી પચવામાં સરળ બને. શાક ,રોટલી, આ ઉપરાંત રાતે જમ્યા બાદ થોડીવાર માટે ચાલવા જવું જોઈએ .

આ ઉપરાંત સાતમા મહિના પછી ભોજન માં ઘી નો ઉપયોગ વધારવો જોઈએ. ઘી થી બાળક ની ડિલિવરી નોર્મલ થવાના ચાન્સીસ વધે છે તેવું કહેવાય છે.

આ ઉપરાંત વિટામિન C વાળી વસ્તુઓ પણ ઓછી લેવી જોઈએ. કારણકે તે મિસ કેરેજ ની સમસ્યા ઉભી કરી શકે છે.પાઈનેપલ અને પપૈયું વિટામિન C થી ભરપૂર છે. તેથી તે શરૂઆત ના સમય માં ખાવા જોઈએ નહિ.

આ સમયે કાચા ઈંડા ના ખાવા જોઈએ. ઈંડા પ્રોટીન,વિટામિન અને ખનીજ નો સારો સ્ત્રોત છે. છતાં,પણ જો ઇંડા ખાવાની ઇચ્છા થાય તો બાફેલા ખાઈ શકાય છેઆ ઉપરાંત બજારમાં મળતા ફાસ્ટ ફૂડ જેવા કે મેંદા થી બનેલી વસ્તુઓ બ્રેડ,પાઉં ,પિઝા,બર્ગર વગેરે થી પણ દૂર રહેવું જોઈએ.

બજાર માં મળતા અથાણાં, પાપડ, વાસી ખોરાક, તીખા તળેલા ખોરાક થી પણ દૂર રહેવું જોઈએ.આવા ભોજન થી એસીડીટી, ઉલ્ટી અને અપાચન ની સમસ્યા ઉભી થતી હોય છે.તેથી જેમ બને તેમ સાત્વિક ભોજન વધુ લેવું જોઈએવળી ,સમય દરમિયાન આલ્કોહોલ થી તેમજ સિગારેટ વગેરે થી દૂર રહેવું જોઈએ.

દહી એ આંતરડા ના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા લેક્ટો બેસિલસ ( પ્રો બાયોટિક્સ) ધરાવે છે. દહીં એ પચવા માં હળવો અને પ્રોટીન – કેલ્શિયમ નો મોટો સ્ત્રોત છે. શક્ય એટલી વધુ માત્રા માં દહી લેવું જોઈએ.

પપૈયુ, કેરી પાઈનેપલ જેવા પીળા રંગ ના ખાદ્યપદાર્થો વિટામિન એ ના ખૂબ સારા સ્ત્રોત છે અને વિટામિન એ નું મુખ્ય કામ આંખ ના પડદા ( રેટિના) ને સ્વસ્થ રાખવાનું છે. એથી સગર્ભા સ્ત્રીઓ દ્વારા યોગ્ય પ્રમાણ.માં વિટામિન એ નું સેવન બાળકની સ્પષ્ટ દૃષ્ટિ માટે જરૂરી છે. એટલે જો યોગ્ય પ્રમાણ માં પપૈયા, કેરી, પાઈનેપલ લેવાથી ફાયદો જ થાય છે. હા, કોઈ પણ પદાર્થ નું અતિશય સેવન નુકસાન કરી શકે. હા, વિટામિન એ નું અતિશય સેવન રક્તસ્રાવ કરી શકે એમ તબીબી વિજ્ઞાન કહે છે. એથી, પ્રમાણભાન રાખવું અનિવાર્ય બને.

ખજૂર એ લોહતત્વ અને ગ્લુકોઝ નો મોટો સ્ત્રોત છે અને માતા તથા ગર્ભ માં વિકસતા બાળક માટે ખૂબ જરૂરી છે. જો ૨-૨ પેશી કરીને ખજૂર દિવસ માં ૨ -૩ વાર લેવામાં આવે તો તે બિલકુલ નુકસાન કરતું નથી. ખજૂર ખાવાથી ચોક્કસ આયર્ન ની ઉણપ હોય તો તે ઝડપ થી દુર થઇ શકે. ખજૂર ગર્ભાવસ્થા માં ચોક્કસ જ ખાઈ શકાય. .

ગર્ભાવસ્થા એ આનંદપૂર્વક અનુભવવાનો તબક્કો છે. એને આનંદ થી પસાર કરવાથી જ સ્વસ્થ બાળક મેળવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top