કેમ 14 નવેમ્બર ના દિવસે જ ઉજવવામાં આવે છે બાળદિવસ ? આ છે તેની પાછળનો ઈતિહાસ, જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

14 નવંબર  એ ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા અનેક દેશોમાં  ઉજવાય છે . ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ  દિવસ ઉજવવા માટે એમના જન્મદિવસ પસંદ કરવામાં આવ્યો.

વિશ્વમાં પ્રથમ વાર 1954ના વર્ષમાં બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો.મૂળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી, તેમજ સંપૂર્ણ વિશ્વમાં બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી.

વિશ્વમાં બાળ દિન તરીકે 20મી નવેમ્બરની તારીખની પસંદગી કરવામાં આવી કારણકે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી હતી, તેની 1959માં આવતી જયંતિને આ દિવસ સૂચવે છે. 1989માં બાળ હકો પરના કરાર પર તે સમાન દિવસે જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,ત્યારથી 191 રાજ્યો દ્વારા તેને માન્ય કરવામાં આવ્યું છે.

ભારતમાં બાળદિવસની શરૂઆત 1925થી થઈ.  જ્યારે બાળકોના કલ્યાણ પર વિશ્વ કોન્ફરેંસમાં બાળ દિવસ ઉજવવાની ઘોષણા થઈ. 1954માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી. સંયુક્ત રાષ્ટ એ આ દિવસ 20 નવંબર નક્કી કર્યો. ઘણા દેશમાં  1950થી બાળ સંરક્ષણ દિવસ એટલે 1 જૂન પણ બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ એ  વાતની યાદ આપે છે કે બાળક ખાસ છે બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરરિયાતો અને ભણતરની જરૂરિયાતને ખૂબ ખાસ બનાવવું જરૂરી છે. આ દિવસ બાળકોના યોગ્ય જીવન આપવાની યાદ અપાવે છે.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને બાળકોના પ્યારા ચાચા નહેરુનો જન્મ આજના દિવસે એટલે કે 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. જેને આપણે સૌ બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. વડાપ્રધાન તરીકે તેઓએ 1947 થી 1964 સુધી સેવા આપી હતી. ભારતમાં પંડિતજી અને બહાર પંડિત નેહરુ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં નહેરુજી ભારતના સૌથી પહેલા વડાપ્રધાનની સાથે સાથે અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા. આવતો હતો. આઝાદીની લડતમાં યુવાન વયે જ જોડાઈને નહેરુજીએ આજીવન દેશસેવાના કાર્યો કર્યા.

મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની ચળવડમાં જોડાયેલા નહેરૂજી એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા. ભારતની લાંબી અને સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં તેઓ એક ચાવીરૂપ અને મહત્વની વ્યકિત રહ્યા હતા. મિત્રો, આજે 14 નવેમ્બર એ ચાચા નહેરુજીના જન્મ-દિવસની સાથે સાથે બાળ દિવસ પણ છે. નહેરુજી બાળકોને દેશનું ભવિષ્ય માનતા, જે વાત 100% સાચી છે. બાળકો જ મોટા થઈને રાજકારણી, ડૉક્ટર, એંજિનિયર, શિક્ષક, લેખક, વ્યવસાયી કે કામદાર બનશે.

દેશના નિર્માણમાં આજના બાળકોનો વિશેષ ફાળો રહેશે તેવું નહેરુજી માનતા હતા. નહેરુજી યુવાઓ કે પ્રૌઢ લોકોની તુલનામાં બાળકોને વધારે મહત્વ આપતા હતા. બાળકો પ્રત્યેના આ અનન્ય પ્રેમને કારણે નહેરુજીને ચાચા નહેરુ નું બિરુદ મળ્યું હતું. અને આ જ કારણે 1964માં નહેરુજીના નિધન બાદ એમના જન્મ-દિવસને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top