આપણે ત્યાં વર્ષાઋતુમાં ‘અપામાર્ગ’ પુષ્કળ થાય છે. આયુર્વેદ પ્રમાણે આ અપામાર્ગમાં અનેક ઔષધિય ગુણો રહેલા છે. અપામાર્ગમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, સોડા,આયર્ન, ગંધક અને સોલ્ટ હોય છે. અપામાર્ગને અઘેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અપામાર્ગ નો સ્વાદ તીખો અને કડવો હોય છે અને તેની તાસીર ગરમ હોય છે. આજે અમે તમને અપામાર્ગના ફાયદાઓ વિશે જણાવીશું.
અપામાર્ગનું પંચાંગ ૪૦ ગ્રામ અને તલનું તેલ ૧૬૦ ગ્રામ લઈ બંનેને પોણો લિટર પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરવું. એમાંનું બધું પાણી બળી જાય એટલે તેલ તૈયાર થઈ ગયેલું સમજવું. આ રીતે બનાવેલ તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના દર્દમાં ઘણી રાહત થાય છે. અધેડોના બીજની ખીર ખાવાથી ઘણા દિવસો સુધી ભૂખ નથી લાગતી અને શરીર નબળું નથી પડતું. શરીરમાં ઉર્જા બની રહે છે.
અપામાર્ગના મૂળ રક્તસ્રાવથી હરસ-મસા પર પણ ઉત્તમ પરિણામ આપે છે. મસાની તકલીફ હોય તો, અઘેડાનાં મૂળ લાવી તેને ચોખાનાં ઓસામણમાં વાટી લેવાં. અડધી ચમચી જેટલા આ પ્રવાહી સાથે એટલું જ મધ મેળવીને સવાર-સાંજ આપવાથી મસાનો રક્તસ્રાવ તરત જ બંધ થાય છે. જળોદર (પેટ ફૂલવાની સમસ્યા) માં અપામાર્ગનો ઉકાળો અને કુટકી ચૂર્ણનું સેવન કરવાથી લાભ થાય છે.
અપામાર્ગનું ચૂર્ણ અને કાળા મરીને મધ સાથે મિક્સ કરી ચાટવાથી શ્વાસની બીમારીઓમાં ફાયદો થાય છે. અપામાર્ગ , ગુલર(ઉમરડો) પત્ર, કાળા મરીને પીડીને ચોખાના પાણી સાથે ખાવાથી શ્વેત પ્રદર દૂર થઈ જાય છે. ખંજવાળ થવા પર અપામાર્ગનો ઉકાળો બનાવીને તેનાથી સ્નાન કરો, તેનાથી ખંજવાળ દૂર થાય છે.
માથાનો દુઃખાવો થવા પર અપામાર્ગને પાણીમાં ઘસીને લેપ લગાવવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે. પથરી થવા પર અપામાર્ગ ક્ષારનું ઠંડા પાણી સાથે સેવન કરવાથી પથરી ઓગળી જાય છે. અપામાર્ગ મૂળ ચૂર્ણ 6 ગ્રામ રાત્રે સુતા પહેલા સતત 3 દિવસ પાણી સાથે પીવાથી રતાંધળાપણામાં લાભ થાય છે.
અપામાર્ગના મૂળ, બીજ, હળદર તથા જટામાંસી એ બધી વસ્તુનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી બાળક પીડાને કારણે હોય તો તે રડતું બંધ થઈ જાય છે અને બાળક શાંતિ અનુભવે છે. વડની વેલ, ખજૂર પત્ર અને અઘેડાના કવાથ થી કોગળા કરવાથી દાંત ની દરેક પ્રકારની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. અપચો થાય ત્યારે 5 મિલી અપામાર્ગના મૂળના રસમાં મધ અને દૂધ ભેળવીને પીવાથી બરાબર નહિ પચવાની અપચોની સમસ્યા દુર થાય છે.
અપામાર્ગનું દૂધ સાથે સેવન કરવાથી ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય છે. અઘેડાનું ચૂર્ણ 10 ગ્રામ પાણીમાં પીસીને ગાળીને, 3 ગ્રામ મધ અને 250 મિલી દૂધ સાથે પીવાથી શીઘ્રપતનની સમસ્યા દૂર થઈ જાય છે. અઘેડાના બીજ, પુનર્નવાના મૂળ, શુદ્ધ હરતાલને અપામાર્ગના પાન સ્વરસમાં પીસીને લેપ કરવાથી ગિલ્ટ જલ્દી બેસી જાય છે.તેના બીજની ખીર ખાવાથી ઘણા દિવસો સુધી ભૂખ નથી લાગતી અને શરીર નબળું નથી પડતું. શરીરમાં ઉર્જા બની રહે છે.
બહેરાપણામાં પણ અપામાર્ગનાં રસમાં પકવેલા તલના તેલનાં ટીપાં કાનમાં નખાય છે. કોઈ વાર ઘા લાગે ત્યારે એનાં પાન વાટીને લુગદી કરી બાંધવાથી ઘણી રાહત થાય છે. રક્તપ્રદર કે લોહીવા માં અપામાર્ગનો રસ માથા પર રેડવાથી ઘણો સારો લાભ થાય છે. નવા તથા ઉથલો મારતા ટાઢિયો તાવ માટે અપામાર્ગના પંચાંગની રાખ કે મૂળનું ત્રિકટુ ચૂર્ણ સાથે લેવાથી તાવ ઊતરી જાય છે.
અપામાર્ગ, જેઠીમધ અને સાકરને ને પાણીમાં ગરમ કરી પાણી બળી જાય પછી તેને પીવાથી ગળાના ચાંદા, મોં, હોજરી તથા ગર્ભાશયના ચાંદા ને દૂર કરવામાં અપામાર્ગ ખૂબ જ લાભદાયક છે. અપામાર્ગનું સેવન કરવાથી આયુષ્ય વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જે લોકોને દુખતા હરસ અને મસા હોય તેવા લોકોએ સાકર અને અપામાર્ગ નાખીને પિવાથી ખુબજ લાભ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.