વગર ઓપરેશનએ આંખના નંબર માંથી છુટકારો મેળવવાનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંખો એ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને તેની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં, પ્રદૂષણ, ટીવી, કમ્પ્યુટર અને મોબાઇલમાંથી નીકળતી કિરણોના સતત સંપર્કને કારણે તેની સીધી અસર આંખો પર પડે છે.

આ જ કારણ છે કે આ દિવસોમાં નાના બાળકોની પણ દૃષ્ટિ ઓછી થવા લાગી છે અને તેમને પણ ચશ્માની જરૂરિયાત પડે છે. જો તમે પણ ઈચ્છો છો કે આંખો ની દ્રષ્ટિ ઓછી ન થાય અને તમે કાયમ માટે ચશ્માને બાય બાય કહેવા માંગતા હો, તો આ સરળ ઉપાયને અનુસરો… કોથમીરનો રસ કાઢી, ચોખા કપડાથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશમાંના નંબર ઊતરે છે.

આંખોમાંથી તણાવ દૂર કરવા માટે તમારા બંને હથેળીને એકસાથે ઘસો પછી આંખો બંધ કરો અને હથેળીઓને આંખો પર મૂકો. આ સમય દરમિયાન, ખાસ ધ્યાન રાખો કે જ્યારે આંખો પર હાથ રાખો ત્યારે લાઇટ્સ જરાય ન આવે. દિવસમાં 3-4 વખત આ કરો. શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો.

રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશમાંના નંબર ઘટે છે. એક લિટર પાણી આખી રાત તાંબાના જગમાં રાખો અને સવારે ઉઠીને આ પાણી પીવો. તાંબામાં રાખેલ પાણીથી શરીરને, ખાસ કરીને આંખોને ખૂબ ફાયદો થાય છે. ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી, સવાર-સાંજ 1 ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.

નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે. જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.

એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની કીકી ઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘી ની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદ માં પણ લાભ થાય છે.

પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂઓ. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ–વિલોમ પ્રાણાયામ કરો, તેનાથી આંખોની નબળાઈ દૂર થઈ જશે અને આંખોના ચશ્મા ઉતરી જશે.

બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.

આમળાને અમૃત ફળ માનવામાં આવે છે. અમૃત અનેક રોગો માટે ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આમળા આપણા સ્વાસ્થ્યની સાથે આપણી આંખો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આંખોનું તેજ જાળવી રાખવા આમળાનું સેવન કરવું જોઈએ સાથે જ આમળાના પાણીથી આંખો ધોવાથી અથવા આંખોમાં ગુલાબજળના કેટલાક ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહે છે.

અડધી ચમચી માખણમાં, પાંચ કાળામરી પીસેલા અને તેમાં અડધી ચમચી પીસેલી મિશ્રી મિક્સ કરી સવારે ખાલી પેટ લેવી ત્યાર બાદ નાળીયેરના ત્રણથી ચાર ટૂકડા ચાવીને ખાવ ત્યાર બાદ વરીયાળી ખાવી અને ત્યાર બાદ બે કલાક સુધી કંઈ ન ખાવું. તેમજ કોઈ પ્રવાહી પણ ન લેવું. આ એકદમ દેશી ઉપાય છે જેના નિયમિત પ્રયોગથી આંખની રોશની વધશે તેમજ આંખમાં બળતરા કે દુઃખાવો થતો હશે તે પણ દૂર થશે.

ચશ્માને દૂર કરવા માટે, તમારી આંખોની આજુબાજુ અખરોટના તેલની માલિશ કરો, તે આંખોને તેજસ્વી કરે છે અને ચશ્મા પણ દૂર કરે છે. આ એક ખૂબ જ સરળ પણ ખાતરી પૂર્વકનો ઈલાજ છે. દર 20 મિનિટમાં 20 સેકંડ માટે 20 મીટર દૂર ધ્યાન કેન્દ્રિત કરો.  તેનાથી આંખોની દ્રષ્ટિ સુધરશે. સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળી ભેળવીને તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે પીવાથી આંખનું તેજ  વધે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top