માટી વગર થતી આ જાદુઇ વેલથી ગમેતેવી ખંજવાળ અને દુખાવા થઈ જશે મિનિટોમાં ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

અમરવેલ એક લીલા-પીળા રંગની પાંદડા વગર ની વેલ છે. તમે તેને ઘણાં ઝાડમાં લટકતું જોયું હશે. તે ઘણી વખત બાવળ, પ્લમ વગેરે જેવા ઝાડ પર દેખાય છે. અમરવેલ ખેતરોમાં પણ જોવા મળે છે. તેની ડાળી લાંબી અને પાતળી હોય છે. તેની ડાળીઓ ખૂબ મજબૂત હોય છે.

તેની વેલ અને બીજ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે . અમરવેલ નો ઉપયોગ કરીને અનેક રોગોનો  ઈલાજ પણ કરી શકાય છે. અમરવેલ વીર્યમાં વધારો કરે છે, પાચનમાં સુધારો કરે છે અને આંખોના રોગોમાં ફાયદાકારક છે. અમરવેલ હૃદયને સ્વસ્થ રાખે છે. તે પિત્ત, કફના રોગ અને નબળા પાચનના કારણે થતાં રોગોને પણ મટાડે છે.

આ સાથે અમરવેલ નાઅન્ય ફાયદાઓ છે ચાલો આપણે તેના ફાયદા વિશે જાણીએ. અમરવેલ મા ફ્લેવોનોઇડ એસ્ટ્રોજન જેવી અસરો હોય છે. તેમાં માનવ શુક્રાણુઓને સુરક્ષા પૂરી પાડવા માટેની ક્ષમતા છે. તેની એન્ડ્રોજન પુરુષ પ્રજનન અંગો માટે સુરક્ષા પૂરી પાડે છે અને અંડકોષ નો વિકાસ અને ટેસ્ટોસ્ટેરોનની રચનાને ઝડપી બનાવી શકે છે.

અમરવેલ માં અમુક પ્રકારના કેન્સર કોષો ને રોકવાની ક્ષમતા છે. તેનાથી કેન્સર થવાની સંભાવના ઓછી થાય છે. તેથી અમરવેલ નું નિયમિત સેવન કરવું ફાયદાકારક બની શકે છે. અમરવેલના બીજથી હાડકાં મજબૂત બને છે. તેના સેવનથી કેલ્શિયમ વધારવામાં મદદ મળી શકે છે.

અમરવેલનું સેવન કરવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળી શકે છે. તેના સેવનથી લોહીમાં શર્કરાના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ સિવાય તે શરીરમાં ચરબીનું પ્રમાણ સંતુલિત કરવામાં અને ગ્લાયકોજન નું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. આ રીતે તે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

બવાસીર થાય ત્યારે ૨૦ ગ્રામ અમરવેલનો રસ લઈને તેને ૫ ગ્રામ જીરાનો પાઉડર અને ૪ ગ્રામ તજના પાઉડરમાં સારી રીતે ભેળવીને ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને સતત સવાર સાંજ ત્રણ દિવસ પીવાથી ખૂની અને સાદી બવાસીર બંનેમાં ખુબ આરામ મળે છે.

અમરવેલના બીજનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી થવાને લીધે રોગો સામે લડવાની શક્તિ ઓછી થાય છે અને આપણે વિવિધ રોગોનો શિકાર બની શકીએ છીએ. અમરાવેલમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

અમરવેલને ઘસીને પેસ્ટ બનાવી લો. ગઠીયા, સાંધાના દુખાવાવાળા અંગોની જગ્યાએ આ લેપ લગાવીને પાટો બાંધી દો. અમરવેલની પેસ્ટ તરત ગઠીયા, સાંધાના દુખાવાનો સોજો ઓછો કરે  છે. અમરવેલને પાણીમાં ઉકાળીને તેને સોજાની જગ્યાએ શેક કરો. થોડા જ દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.અમરવેલના પાંદડાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.

અમરવેલનું સેવન આંખો માટે પણ ફાયદાકારક છે. તેનો ઉપયોગ લેન્સની અસ્પષ્ટતા ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય મોતિયાની સારવારમાં પણ અમરવેલ ફાયદાકારક છે. અમરવેલની કોઈ આડઅસર નથી. જો આંખના નંબર ઓછા કરવા માંગતા હોવ અથવા તમારી આંખોનું તેજ વધારવા માંગતા હોવ, તો આજથી અમરવેલ નું સેવન કરવાનું શરૂ કરો.

ચામડી પર ખંજવાળ આવતી હોય તો અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ ઓછી થઈ જાય છે. પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળા નો લેપ પેટ ઉપર લગાવાવથી આફરો અને પેટની પીડા દૂર થાય છે.

ખૂનની ખરાબી થાય ત્યારે કોમળ તાજી અમરવેલની ડાળીની સાથે તુલસીના ચાર-પાંચ પાંદડા ચાવીને ચૂસવી જોઈએ. અમરવેલના ફૂલોને ગુલકંદ બનાવી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી નિખાર આવે છે. અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘા ઉપર લેપ કરવાથી ઘાવ સારો થઈ જાય છે.

અમરવેલને બારીક પીસી લો અને તેમાં થોડું તલનું તેલ નાખો. હવે આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. આ ઉપાયથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે. આ સિવાય વાળ ખરવાથી બચવા માટે 50 ગ્રામ આદુ કાપી એક લિટર પાણીમાં ઉકાળો અને તેનાથી તમારા વાળ ધોઈ લો.

અમરવેલનો 5-10 મિલી રસ પીવાથી તાવ, યકૃતના રોગ અને કબજિયાતમાં ફાયદો થાય છે. અમરવેલનો 10-20 મિલીલીટરનો ઉકાળો પીવાથી અથવા તેની પેસ્ટ પેટ પર લગાવવાથી ફેટી લીવર મટે છે. અમરવેલનો ઉપયોગ પેશાબ વધારવા અને કિડનીના રોગોની સારવાર માટે થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here