માત્ર એકવાર આના સેવનથી કોલેસ્ટ્રોલ, જાડું લોહી અને સાંધા ના દુખાવા જીવનભર ગાયબ, જીવો ત્યાં સુધી એકપણ રૂપિયાની નહીં પડે જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અળસીમાં અનેક અસરકારક ગુણો છે પણ બહુ ઓછા લોકોને આ વિશેની જાણકારી હશે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.

જો તમે તમારી જાતને નિરોગી અને સ્વસ્થ રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. તો ચાલો હવે આપણે જાણીએ અળસીથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે.

કબજિયાતની સમસ્યા હોય અને પાચનશક્તિ નબળી હોય તો અળસીનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે અને મજબૂત બને છે આ ઉપરાંત આખા દિવસ દરમિયાન બને તેટલું વધારે પાણી પીવાનું રાખવું જોઈએ.

જો તમે ઇચ્છતા હોવ કે વાળ અને ચામડી સ્વસ્થ અને ચમકદાર બને તો રોજ 1થી 2 ચમચી અળસી ખાવાની ટેવ રાખો. જેનાથી ચામડી પર ઉંમરની સાથે થતા ફેરફારો ઓછા દેખાય છે.

અળસીમા જે ફાઇટોએસ્ટ્રોજન હોય છે એના કારણે  સ્ત્રીઓ માટે અળસી લાભદાયક સાબિત થાય છે. સ્ત્રીઓમા પિરિયડ્સના સમયે થનારા હોર્મોનલ ફેરફાર અને તેના કારણે ઉભી થતી સમસ્યાઓ જેમ કે વધારે પડતી ગરમી, અકળામણ, અનિયમિત રક્તસ્ત્રાવ, કમરદર્દ, યોની શુષ્ક થઈ જવી, અને સાંધાના દુખાવા વગેરેમાં અળસી ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

અળસીમા સમાવિષ્ટ ફાઈબર ચરબી અને કોલેસ્ટ્રોલને અટકાવે છે, અળસી શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં સહાયરૂપ બને છે. તેની સાથે  અળસીના બીજ હાઈ બ્લડપ્રેશર ના દર્દીઓ માટે પણ લાભદાયી સાબિત થાય છે.

અસ્થમાની સમસ્યામાંથી રાહત મેળવવા માટેના અનેક ગુણતત્વો નો સમાવેશ અળસીમાં થાય છે. જો અસ્થમાની સમસ્યાથી પિડિત હોવ તો તેના માટે અળસીના બીજને વાટી તેને ક્રશ કરી તેને પાણીમાં મિક્સ કરી દેવું ત્યાર બાદ આ પાણી ને ૧૦ કલાક માટે તેમ જ રાખી મુકવું.

ત્યાર બાદ આ પાણીનું આખા દિવસમાં ત્રણ વાર નિયમિત સેવન કરવામાં આવે તો અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત આ પાણી ના સેવનથી ઉધરસમાં પણ રાહત મળશે.

અળસી બ્લડ શુગર ને નિયંત્રિત રાખવામાં અત્યંત મદદરૂપ બને છે. માટે ડાયાબિટીઝ ના દર્દી ને  કોઈપણ રીતે નિયમિત 25 ગ્રામ અળસીનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. જો ઇચ્છો તો આ પ્રમાણને કેટલાક ભાગમાં વહેંચીને પણ લઈ શકાય છે. અને પછી આખા દિવસમાં કોઈ પણ સમયે તેનું સેવન કરી શકો છો.

અળસી સાંધાની દરેક તકલીફો મા મદદરૂપ થાય છે. તેના નિયમિત સેવન થી લોહી પાતળુ થાય છે, જેના લીધે પગમા લોહીનો પ્રવાહ યોગ્ય માત્રામા થાય છે. સાંધાના દુઃખાવામા અળસીનો ભુક્કો લઈ તેને સરસિયાના તેલ ની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ થવા દઈ સાંધા પર લગાવી દેવું, જેથી આરામ મળશે.

નિયમિતપણે અળસી ખાવાથી તમારા વાળ નરમ અને મજબૂત બને છે. તે વાળને પોષણ આપે છે, જેનાથી વાળ ખરતા ઓછા થાય છે. અળસીનું તેલ વાળ પર લગાવવાથી ખોડાની સમસ્યાથી મુક્તિ મળે છે.

અળસીમાં વધારે પ્રમાણમાં ફાઇબર અને ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બ્સ હોય છે. જે પાચનને સારું બનાવે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત અને પાચનની અન્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે. અળસીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય રેસા હોય છે, જે પાચન પ્રક્રિયાને સરળતાથી ચલાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

શરીરમા મળી આવતા ટોક્સિંસ લીધે કેન્સર થવાનું જોખમ હંમેશા આપણાં પર રહે છે. અળસી શરીરમા મળતા ટોક્સિંસ, તેમજ કોલેસ્ટ્રોલને એકસાથે મળવાટે બહાર કાઢી નાખે છે અને કેન્સર જેવા જીવલેણ રોગથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેના સેવન થી પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર , બ્રેસ્ટ કેન્સરથી પણ રક્ષણ મેળવી શકાય છે.

અળસીમાં વિટામિન બી હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તે ખરજવું, શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓનો ઇલાજ કરવાની ક્ષમતા ધરાવે છે. અળસી ના તેલમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ ખંજવાળ, ફોલ્લીઓ વગેરે મટાડે છે. ઠંડા હવામાનમાં તમે અળસીના તેલથી ત્વચાની મસાજ કરી શકો છો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top