15 દિવસમાં માત્ર 1 વાર આના સેવનથી ગેરેન્ટી ડાયાબિટીસ, બીપી અને હદયરોગ રહેશે જીવો ત્યાં સુધી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અળસીમાં અનેક અસરકારક ગુણો છે, પણ બહુ ઓછા લોકોને આ વિષેની જાણકારી હશે. અળસીનું રોજ સેવન કરવાથી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા 3 આપણા શરીરની અંદર નથી બનતું માટે ભોજન દ્વારા જ તે ગ્રહણ કરી શકાય છે.

માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે, પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો શરીર ને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો આહારમાં સમાવેશ કરો. અળસી ખાવાથી શરીરને ઊર્જા અને સ્ફૂર્તિ પૂરી પાડે છે. સાથે સાથે સાંધાના દર્દમાં પણ રાહત આપે છે. પેટ સાફ રાખવાનો ઘરેલુ અને સરળ નુસખો અળસી છે.

અળસી ખાવા થી હૃદય સંબંધી રોગો નું જોખમ પણ ઓછું ઠાઉ છે. અને હાઈ બ્લડપ્રેશર પણ કન્ટ્રોલ માં રહે છે. અળસી ત્વચાને સ્વસ્થ રાખે છે, અને ડ્રાયનેસ દૂર કરી એગ્ઝિમાથી બચાવે છે. તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

અળસી નું નિયમિત સેવન કરવાથી રજોનિવૃત્તિ સંબંધી પરેશાનીઓ સામે રાહત મળે છે. માસિક ધર્મ દરમિયાન તાણ ઓછો કરી ગર્ભાશય સ્વસ્થ રાખે છે. અને સાથે સાથે યકૃત પણ સ્વસ્થ રાખે છે.

જો ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરવાથી ખાંસી માં રાહત મળે છે. દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું રાહત મળશે. અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.

જો સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવથી શરીર ને ફાયદો થાય છે. અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.

અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે. કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ તેનાથી ફાયદો થાય છે.

અળસીમાં મળી આવતો ઓમેગા-3 બળતરાને ઘટાડે છે અને હ્રદય ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક થતી નથી. સાથે તે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

અળસી ખાવાથી ડાયાબિટીસ નિયત્રણમાં રહે છે. અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.

અળસીના બીજને મિક્ષરમાં ચૂર્ણ બનાવી 15 ગ્રામ, મુલેઠી પાંચ ગ્રામ, મિશ્રી 20 ગ્રામ, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પીવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.

અળસીમાં મળી આવતા વિટામીન ઇ વાળની લંબાઇ વધારવા માટે ખૂબ મદદ કરે છે. એના માટે એના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમય પહેલા ગ્રે થતા વાળને રોકીને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અળસીમાં મળી આવતા ઓમેગા 3 ફેટી એસિડ વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવાની સાથે લચકદાર બનાવવામાં પણ મદદ કરે છે. આ સાથે જ વાળ ખરવા અથવા ખોડાની સમસ્યાથી પણ છુટકારો આપે છે. આ સાથે જ ડ્રાય વાળમાં અળસીનું તેલ લગાવવાથી ખૂબ જ ફાયદો મળે છે. અળસીનું તેલ વાળના મૂળને પોષણ આપે છે. જેનાથી વાળની ગુણવત્તા વધે છે. આટલું જ નહીં એનાથી વાળની સુંદરતા પણ વધે છે.

વાળ અને દિમાગને સ્વસ્થ રાખવા માટે અળસીના બી નો પેક બનાવીને લગાવી શકો છો. એના માટે અળસી, પાણી અને એલોવેરાને મિક્સ કરો. પાણીમાં ફ્લેક્સ સીડ્સને મિક્સ કરીને ઉકાળો. જ્યારે મિશ્રણ જાડું થઇ જાય તો એની પણ આછી સફેદ પરત આવી જશે. એને ઠંડી કરીને મલમલના કપડાંથી ગાળી દો. એમાં એલોવેરાનું પાણી મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને સપ્તાહમાં 3 વખત લગાવો. આ પેક વાળને પ્રદૂષણ અને ધૂળથી પણ સુરક્ષા કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top