દૂધમાં જો એલચી ઉમેરીને પીવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ કરી શકાય છે. એલચી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો પાચક કરવાની ક્રિયા ઓછી ન રાખવામાં આવે તો આપણે ઘણા રોગોનો સામનો કરવો પડે છે. એલચીનું દૂધ પીવાથી તમારા પાચનને સ્વસ્થ રાખી શકાય છે.
એલચી અને દૂધ બંનેમાં પાચક શક્તિને મજબૂત કરવા માટેના ફાઇબર નામના પોષક તત્વો હોય છે. ફાઇબર આપણા પાચન માટે એકદમ ફાયદાકારક ગણવામાં આવે છે. તેવી જ રીતે પાચનમાં સુધારો કરવા માટે એલચી પણ ખૂબ ઉપયોગી બને છે.
દૂધ હાડકાંને મજબૂત બનાવવા માટે સૌથી ઉત્તમ પ્રવાહી છે. કેલ્શિયમની માત્રા તેમાં સૌથી વધારે હોય છે, જેનાથી હાડકા મજબૂત બને છે.તેવી જ રીતે એલચીમાં પણ કેલ્શિયમની માત્રા ઘણી હોય છે, દૂધમાં તેને ઉમેરી દેવાથી તેનો ફાયદો બમણો થઈ જાય છે. તેના જ કારણે વૃદ્ધ લોકો વધુ દૂધમાં એલચી ઉમેરીને પીવાની સલાહ આપે છે.
એલચીનું દૂધ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આવા ગુણધર્મો ઇલાયચીમાં જોવા મળે છે, તે બ્લડ પ્રેશરના સંચાલનમાં અસરકારક ગણવામાં આવે છે. બ્લડ પ્રેશર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બ્લડ પ્રેશરને અનિયંત્રિત રાખ્યા પછી, તે ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખવા માટે ધૂધ અને એલચીનું સેવન કરવું જોઈએ.
ફાઈબરની મોટી માત્રા ઈલાયચી અને દૂધ બંનેમાં હોય છે. પાચન ક્રિયાને મજબૂત બનાવવામાં ફાઈબર મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરના પાચનમાં ફાઇબર પોષક તત્વના રૂપમાં મોટી ભૂમિકા નિભાવે છે. જે લોકોને ભોજન યોગ્ય રીતે પચતું ન હોય તેવા લોકોએ દૂધ અને એલચીનું સેવન ભોજન કરી લીધા બાદ કરવું જોઈએ.
પાચનક્રિયા તેનાથી યોગ્ય રીતે કામ કરે છે અને પાચન સાથે સંકળાયેલી કોઇપણ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હવામાનમાં ફેરફાર આવે ત્યારે આપણને ઘણીવાર શરદી થાય છે. ત્યારે ઘરેલું અને અસરકારક પદ્ધતિઓ અપનાવવા અને દરરોજ રાત્રે એલચીવાળું દૂધ પીવું વધુ સારું હોય છે. એલચી સામાન્ય શરદી મટાડવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે.
કેટલાક લોકોના મોઢામાં ચાંદા પડી જવાને કારણે હંમેશા પરેશાન રહેતા હોય છે. મોઢામાં ચાંદા આટલા માટે પડે છે કે પેટ યોગ્ય રીતે સાફ થતું નથી. એલચીમાં એવા વિશેષ ગુણ રહેલા હોય છે, જે પેટને સાફ કરે છે અને સાથેસાથે મોઢાના ચાંદાને પણ સ્વસ્થ કરે છે. દૂધ અને એલચીનું સેવન જો એકસાથે મળીને કરવામાં આવે તો તેનાથી મોઢાનાં ચાંદાની સમસ્યા દૂર થઈ જાય છે.
અત્યારે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને હૃદય સંબંધી બીમારીઓનો ખતરો વધારે રહે છે. બ્લડ પ્રેશરને કારણે હ્રદય સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓ જેમ કે સ્ટ્રોક અને હાર્ટ એટેક વગેરેનો ખતરો કાયમ રહે છે. આ બધાની આશંકાથી બચીને રહેવા માટે દૂધ અને એલચી મિક્સ કરીને પીવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
દૂધ અને એલચી મીક્ષ કરીને પીવાથી કેન્સર જેવા મોટી બીમારીથી પણ બચી શકાય છે. એલચીનું સેવન કરવાથી આપણાં સ્વાસ્થયને જાળવી રાખે છે. અને અનેક બીમારીઓથી પણ બચાવે છે. મેગ્નેશિયમ દૂધ અને એલચી બંનેમાં ઘણી માત્રામાં મળી આવે છે. મેગ્નેશિયમ એક એવું પોષક તત્વ છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને સાથેસાથે બ્લડપ્રેશરને પણ સંતુલિત રાખે છે, જેનાથી તમારું શરીર યોગ્ય રીતે કામ કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.