અત્યંત સુગંધીદાર, પ્રાચિનકાળથી વપરાતી એવી એલચી ના અનેક લાભો છે. તેનો ઉપયોગ પ્રાચીનકાળ થી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યંજન, મીઠાઈ માં સુગંધ લાવવા માટે એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાન માં નાખવામાં આવે છે.
ભારત માં એલચી નું બજાર ખુબ વિકસેલું છે. કેરલા, મલબાર માં પુષ્કળ એલચી થાય છે. ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં એલચી બહાર વિદેશ મોકલવામાં આવે છે. એલચીના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા આજે અમે જણાવીશું. આપણે કેવી રીતે ઇલાયચીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ અને મોટા રોગોથી બચી શકીએ તે વિશે આયુર્વેદમાં પણ એક ઉલ્લેખ છે. એલચી બાળકોને અનેક પ્રકારના રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે.
કપૂર, એલચીના દાણા, બદામ અને પીસ્તાને પાણી સાથે પથ્થર પર ખુબ લસોટવી. ત્યારબાદ દૂધ માં નાખીને ખુબ ઉકાળવુ અડધું દૂધ બાકી રહે ત્યારે સાકર નાખીને ઉકાળવું. હલવા જેવું થાય એટલે તેમાં ચાંદી નો વરખ નાખીને રોજ થોડું થોડું ખાવાથી શક્તિ આવે છે અને આંખો નું તેજ વધે છે. એલચીનો સાચો ઉપયોગ કરવાથી શરદીથી રાહત મેળવી શકીએ છીએ, પરંતુ તેનાથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે.
એલચી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થાય છે. એલચીના ફાયદા મેમરી વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે. ખરેખર, એનસીબીઆઈ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, એલચીના ઔષધીય ગુણધર્મો મેમરી વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે, તેનો ઉપયોગ ચા અથવા અન્ય ખાદ્ય ચીજોમાં થઈ શકે છે.
એલચી, બિલા, દૂધ અને પાણી મિક્સ કરીને દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પીવાથી તમામ પ્રકારના તાવ મટી જાય છે. આમળા ના રસ સાથે એલચીનું સેવન કરવાથી શરીરની બળતરા, પેશાબની બળતરા, અને હાથ-પગની બળતરા દૂર થાય છે. જીવ મુંઝાતો હોય ત્યારે એલચીના ભુક્કા ને મધ સાથે મિલાવીને ચાટવાથી રાહત થાય છે.
આખી એલચીને ખાંડી તેમાં દૂધ અને પાણી નાખીને ઉકાળીને રાખી દો. ઠંડુ પડે એટલે તેમાં સાકરનો ભુક્કો નાખીને અડધા અડધા કલાકે પીવાથી પેશાબ છૂટથી આવે છે. સુંઠ અને એલચી સરખા ભાગે લઈને તેને દાડમ ના રસ માં કે દહીના પાણીમાં સિંધા નમક નાખીને પીવાથી પણ પેશાબમાં થતી બળતરા શાંત થાય છે, પેશાબ છૂટ આવે છે.
મોઢામાંથી દુર્ગંધ આવે છે અને ઉપચારની દરેક કોશિશ કરી ચૂક્યા છો તો એકવખત એલચી ખાઇ જૂઓ. આ મસાલામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ, તામસી સ્વાદ અને એક ભીની મહેક આપે છે. આ સિવાય તે પાચનતંત્રમાં સુધાર લાવે છે, જે દુર્ગંધનું મુખ્ય કારણ હોય શકે છે. આ સમસ્યાના મૂળ કારણોને દૂર કરવામાં ખૂબ પ્રભાવશાળી છે.
દરેક વખતે ભોજન બાદ એલચી ખાવાનો આગ્રહ રાખો. આનાથી પાચનતંત્ર મજબૂત બનશે અને ડિટોક્સિફાઇ કરવા માટે વૈકલ્પિક રૂપથી દરરોજ સવારે એલચી ની ચા પણ પી શકો છો. એલચી માં રહેલ આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચી માં રહેલ તેલ લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. માનવામાં આવે છે કે ચપટી એલચીમાં વધુ સારા પરિણામ આવવાની સંભાવના છે.
શંખજીરૂ, નાગકેસર, જાયફળ, કપૂર, કેસર, અને એલચી દાણા ને સરખે ભાગે લઈને ચૂર્ણ કરવું. તેમાંથી એક નાની ચમચી ચૂર્ણ ને મધ, ઘી અને સાકર મેળવીને સવાર સાંજ ૧૪ દિવસ સુધી પીવાથી હરસ-મસા મટી જાય છે. આ પ્રયોગ કરતી વખતે ગોળ, ટોપરા જેવા ગરમ ખાદ્ય પદાર્થો નું સેવન બંધ કરી રાખવું.
શેકેલી હિંગ અને એલચી દાણા નું ચૂર્ણ લઇ ને લીંબુ ના રસ માં નાખીને પીવાથી પેટનો ગેસ, અને આફરો મટી જાય છે. પીપળીમૂળ અને એલચી દાણા ને સરખે ભાગે લઈને દરરોજ સવારે ઘી સાથે ચાટવાથી હૃદયરોગ મટે છે. દાડમ ના શરબત માં એલચીના ભૂકાને નાખીને પીવાથી ઉલટી અને ઉબકા મટે છે.
તાંબુ, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક ઘટકો એલચી માં રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં અત્યાધિક મહત્વ માટે પ્રચલિત તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન સાથે એનિમિયાથી લડવામાં મદદ મળે છે.
એલચી એક શક્તિશાળી ઉત્તેજક ટોનિક છે. એલચી શરીરને મજબૂત બનાવે છે એટલું જ નહીં યૌન રોગ જેવા પૂર્વ સ્ખલન અને નપુંસકતા પણ દૂર કરે છે. એલચી એક શક્તિશાળી ઉત્તેજક ટોનિક છે. એલચી શરીરને મજબૂત બનાવે છે એટલું જ નહીં યૌન રોગ જેવા પૂર્વ સ્ખલન અને નપુંસકતા પણ દૂર કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.