જેમ ઉમર વધે તેમ સામાન્ય રીતે જોવા મળતી ઘુંટણના દુખાવાની સમસ્યા વધારે જોવા મળે છે. ઉંમર વઘવાની સાથે જ ઘુંટણના દુખાવા થવાનું શરૂ થઈ જાય છે. આમ તો ધૂંટણ ના દુખાવા ને સંધિવા તરીકે ઓળખાય છે. ઘુંટણના દુખાવાનો ઈલાજ જલ્દી કરવો ખુબ જ જરૂરી છે, નહિ તો તે દુખાવો દિવસે ને દિવસે વઘતો જ જતો હોય છે. આ સમય માં લોકો ને 35 – 40 વર્ષની ઉંમરે પણ ઘુંટણના દુખાવાની સમસ્યા થતી જોવા મળે છે.
લોકો એ ઘુંટણના દુખાવામાં રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ. જેથી વૃદ્ધાવસ્થામાં વધારે તકલીફનો સામનો ના કરવો પડે. જો તમને ઘુંટણ માં દુખાવો થાય ત્યારે તેલથી માલિશ કરો તો દુખાવા માં રાહત મળે છે. ઘુંટણના દુખાવો થતો હોય તો સરસવનું તેલ, મેથી, અશ્વગંઘા અને હળદર જેવી ઔષધીનો ઉપયોગ કરીને દુખાવાને સરળતા થી દૂર કરી શકાય છે.
જો તમને ઘુંટણનો દુખાવો થતો હોય તો આદું નો પણ ઉપયોગ કરીને દુખાવો મટાડી શકાય છે. કેમકે આદું ની તાસીર ગરમ છે. તેમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે. આ માટે ઘુંટણ માં જ્યાં દુખાવો થતો હોય તેના પર આદુની ની પેસ્ટ લગાવી લો. આ પેસ્ટ લગાવાથી થોડા જ સમયમાં ઘુંટણમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. આર્થરાઈટિસનાં દરેક દુખાવાને દૂર કરવામાં આદું ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
ઘુંટણના દુખાવા માં સરસવ નું તેલ પણ ખુબજ ફાયદાકારક હોય છે. સરસવના તેલમાં એવા કેટલાક બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે. જે દુખાવાને દૂર કરે છે. માટે જો ઘુંટણના દુખાવાની સમસ્યા થાય ત્યારે સવારે અને સાંજે સરસવના તેલની માલિશ કરવી જોઈએ. જો શરીરમાં કોઈ પણ દુખાવા થતા હોય તો સરસવના તેલની માલિશ કરવાથી તે દુખાવા માં રાહત મળે છે.
હળદરમાં પણ બળતરા વિરોઘી ગુણ મળી આવે છે, જે ઘુંટણના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં બે ચમચી હળદર મિક્સ કરીને પીવાનું, રોજ આવી રીતે કરવાથી ઘુંટણ માં થતો દુખાવો દૂર થઈ જશે. જો તમને શરીર માં કોઈ પણ દુખાવો થતો હોય તો આ હળદર વાળું દૂઘ પી શકાય છે.
મેથી માં ઘણા બઘા આયુર્વેદિક ગુણ હોય છે, જે તમને શરીર ના કોઈ પણ દુખવા માં રાહત આપી શકે છે. મેથી નો ઉપયોગ કરવા માટે પેહલા તમે મેથીનો પાવડર બનાવી લો, હવે એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મેથી નો પાવડર મિક્સ કરી લો, હવે તે પાણીને સવારે અને સાંજ બંને સમયે પી જવું. આ મેથી વાળું પાણી પીવાથી ઘુંટણના દુખાવા માં રાહત મળે છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા નાખીને આખી રાત પલાળીને રહેવા દો. હવે આ પાણીને સવારે ઉઠીને પી જવું. આમ કરવાથી પણ ઘુંટણના દુખાવામાં આરામ મળશે.
ઘુંટણના દુખાવા દૂર કરવા માટે અશ્વગંઘા ખુબ જ ઉપયોગી છે. આ માટે અડઘી ચમચી અશ્વગંઘા ચૂરણમાં અડઘી ચમચી સૂંઠ પાવડર અને એક ચપટી સાકર પાવડર મિક્સ ચૂરણ પાવડર તૈયાર કરો. હવે સવારે અને સાંજે બંને ટાઈમ આ ચૂરણ પાવડર લેવાનો છે. રોજે આ રીતે ચૂરણ પાવડરના સેવનથી ઘુંટણનો દુખાવો થોડા જ સમય માં દૂર થઈ જશે.