વગર ખર્ચે માત્ર 2 દિવસમાં ખરતા વાળ, ડાર્ક સર્કલ અને ચામડીના રોગ જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંખ નીચેના કાળા ડાઘ એટલે કે ડાર્ક સર્કલ કોઇપણ સીઝન હોય તે થતા જોવા મળે છે. આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મુખ્ય કારણમાં અપૂરતી ઊંઘ, હોર્મોન્સ ઔઇમ્બેલેન્સ થવા, લોહીની ઊણપ, વિટામિન્સની ઊણપ વગેરે હોઇ શકે છે.

ટામેટાંનો રસ ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, ટામટાંના રસને ત્વચા પર ઘસવાથી ગ્લો કરે છે, ટામેટાંના રસને  ડાર્ક સર્કલના ભાગ પર લગાવીને હળવા હાથે મસાજ કરવો. આ ફક્ત અઠવાડિયામાં બે વખત કરો. તમારી ત્વચા પર કુદરતી રંગ પાછો આવતો જણાશે.

ટામેટા સિવાય બટાકા પણ ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગી થાય  છે. કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને એ રસને કોટન કે રૂની મદદથી આંખો બંધ કરીને તેના પર એ કોટન મુકી દેવું. આંખ અને તેની આસપાસનો ડાર્ક સર્કલનો પુરેપુરો ભાગ ઢંકાઇ જાય એ રીતે કોટન કે રૂ મૂકવું. અને 10 મિનીટ પછી આંખોને ઠંડા પાણીથી ધોઇ નખવી.

કાકડીના  કટકાને આંખો પર મુકવાથી પણ ફાયદા થાય છે. કાકડીને અડધો કલાક ફ્રીઝમાં રાખીને ત્યાર બાદ એ ઠંડી કાકડીના ટુકડાને આંખો પર મુકવાથી ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. 10 મિનીટ બાદ એ જ ટુકડા હટાવીને આંખોને ઠંડા પાણીએ ધોઇ નાખવી. આ પ્રયોગ વાંરવાર કરવાથી આંખોની ગરમી અને આસપાસના ડાર્ક સર્કલ બંને દૂર થાય છે.

ગુલાબ જળના પોતા મુકવાથી પણ ફાયદો થાય છે. 15 મિનીટ ગુલાબજળમાં પલાળેલા કોટન બોલ્સ કે પછી પોતા મુકીને આંખને ઠંડા પાણીએ ધોઇ નાખવી. આ પ્રયોગ મહિના સુધી દરરોજ રાત્રે કરવાથી ઘણો લાભ જોવા મળે છે.

આ સિવાય છાશનો પણ ઉપયોગ કરી શકાય છે. બે ટેબલ સ્પૂન છાશ અને તેમાં ચપટી હલ્દી નાંખીને આ મિશ્રણને આંખોની આસપાસ ડાર્ક સર્કલ પર તેની પેસ્ટ લગાડવી. 15 મિનીટ બાદ હુંફાળા પાણીથી આંખો ધોઇ નાખવી.

પીપળાની છાલને દૂધમાં પીસી પેસ્ટ જેવું બનાવી આંખના કાળા ઘેરાવા પર લગાવવું. હળદર, ગુલાબજળ અને મુલેડીની પેસ્ટ બનાવી ડાર્ક સર્કલ્સ પર લગાડવું    . થોડા દિવસ પ્રયોગ કરવાથી  કાળા ડાઘા આછા થવા લાગશે. ચંદન, ખસનું ચૂર્ણ, હળદર ને ગુલાબજળમાં મેળવી ડાર્ક સર્કલ્સ પર નિયમિત લગાવવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાશે.

બદામના તેલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઇ હોય છે. અને વિટામીન ઇ તમારી ત્વચા તેમજ તમારી આંખો તેમજ તમારા વાળ માટે અત્યંત લાભદાયક હોય  છે. બદામનું તેલ તમારી ત્વચાને સાફ કરે છે. કાકડીનો રસ પીવાથી તેમજ તેને ત્વચા પર લગાવવાથી પણ તમારી ત્વચા ખીલી ઉઠે છે. કાકડીનો રસ  ત્વચાને જરૂરી ભેજ પૂરો પાડે છે.

ટી બેગ્સ આંખોના સોજા દૂર કરવામાં  ઉપયોગી બને  છે. એના માટે એક વાસણમાં પાણી ઉકાળો અને એમાં 2 ટી બેગ્સ મૂકી  જ્યારે આ પાણી ઠંડું થઇ જાય તો ટી બેગ્સને કાઢીને  3  થી 4  મીનિટ સુધી તમારી આંખો પર રાખો. આંખોની સાથે આ સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

ટામેટા માત્ર કાળા ડાઘા ને જ દૂર નથી કરતાં પરંતુ ત્વચા ને પણ સુકોમળ બનાવે છે. એક ચમચી ટામેટા નો રસ લઈ તેમા લીંબુનો રસ  ભેળવો અને ત્યારબાદ આ મિશ્રણ આંખો ના નીચે ના ભાગે લગાડ્વો. આ મિશ્રણ ને દસ મિનિટ સુધી લગાવી રાખવું અને ત્યારબાદ સાદા પાણી થી સાફ કરી લેવું. આ પ્રક્રિયા દિવસ દરમિયાન ઓછા મા ઓછી બે વખત કરવાથી  આંખો નીચેના કુંડાળા ઓછા થવા લાગે છે.

સંતરું આંખ નીચે ના કાળા ડાઘ ને દુર કરવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. તમારે આ સંતરા ના રસના  અમુક ટીપાં ગ્લિસરીનમાં  ભેળવી લેવા અને ત્યારબાદ આ મિશ્રણ ને ડાર્ક સર્કલ વાળા ભાગ પર લગાવવું. આ મિશ્રણ ડાર્ક સર્કલ ને દૂર કરશે તેની સાથે આંખો મા કુદરતી ચમક પણ આવશે.

ગુલાબ જળ ની અંદર અમુક એવા પ્રાકૃતિક ગુણ હોય છે કે જે તમારા આંખોને બરાબર રીતે સાફ કરે છે, તેની સાથે ચહેરાને  સુંદર પણ  બનાવે છે. આથી તમારી આંખોને સુંદર રાખવા માટે દરરોજ બે થી ત્રણ ટીપાં ગુલાબજળ  આંખોમાં નાખવામાં આવે અને આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલમાં પણ  ગુલાબ જળ લગાવવામાં આવે તો આંખોમાં ચમક આવે છે, અને ડાર્ક સર્કલ પણ દૂર  કરી શકાય છે.

આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક અને પ્રભાવશાળી હોય છે. આ માટે એક કપ જેટલા ગરમ પાણીની અંદર એક ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરી બરાબર ભેળવી લો.

પાણી ખૂબ વધુ ગરમ ન હોય જોઈએ કે જેથી  તમારી ત્વચા દાઝી ન જાય. ત્યારબાદ કોટન બોલને આ પાણીની અંદર ડુબાડી અને તમારી આંખો પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો, પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ નાખો. પછી  આંખોની નીચે કોઈ પણ સારા મોઈશ્ચરાઈઝરને લગાવી નાખવું.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top