શ્વાસ, ખાંસી, કોલેસ્ટ્રોલ અને ગેસના રોગમાં સૌથી અસરકારક છે આનું સેવન, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આદુ એક ભારતીય મસાલો છે. જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ મોટાભાગનુ સેવન શિયાળામાં કરવામાં આવે છે. આ ઋતુમાં આદુ ખાવથી શરદી-તાવ, બલગમ જેવી પરેશાનીઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આદુ ખાવાથી અનેક ફાયદા થાય છે.

ઉલટી કે ઉબકા આવવાની સમસ્યાને રોકવા માટે આદુ ઔષધિનુ કામ કરે છે. 1 ચમચી આદુના જ્યુસમાં 1 ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. તેને દર બે કલાક પછી પીવો. જલ્દી રાહત મળશે.

આદુમાં એંટી ઈંફ્લોમેટ્રી પ્રોપર્ટીઝ હોય છે.  જે સાંધાના દુખાવાને ખતમ કરવામાં સહાયક છે. આદુને ખાવાથી કે તેનો લેપ લગાવવાથી પણ દુખાવો ખતમ થાય છે. તેનો લેપ બનાવવા માટે આદુને સારી રીતે વાટી લો. તેમા હળદર મિક્સ કરો. આ પેસ્ટને દિવસમાં બે વાર લગાવો. થોડાક જ દિવસમાં ફરક દેખાશે.

કેટલીક મહિલાઓને માસિક ધર્મ દરમિયાન ખૂબ દુખાવો થાય છે. આવામાં આદુની ચા ખૂબ લાભ પહોંચાડે છે. તેથી દિવસમાં બે વાર આદુની ચા પીવો. તેનાથી દુખાવો ઓછો થશે. શિયાળામાં શરદી તાવ અને ફ્લૂ જેવી નાની-મોટી સમસ્યા થવી સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે નિયમિત રૂપે આદુનુ સેવન કરો. આ શરીરને ગરમ રાખે છે. જેનાથી પરસેવો આવે છે અને શરીર ગરમ બન્યુ રહે છે.

જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે.  તેમને માટે આદુ રામબાણ છે. જ્યારે પણ માઈગ્રેનનો અટેક આવે ત્યારે આદુની ચા બનાવીને પીવો. તેને પીવાથી માઈગ્રેનમાં થનારો દુખાવો ખૂબ રાહત મળશે.

આદુ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરીને બ્લડ પ્રેશરને ઠીક રાખવામાં લોહીને જામવાથી રોકવાનુ કામ કરે છે. તેનાથી દિલ સંબંધિત બીમારીઓ પણ થતી નથી. તેથી  ડાયેટમાં આદુનો સમાવેશ કરો. આદુ પેટ ફૂલવુ, કબજિયાત ગેસ એસિડીટી જેવી સમસ્યાઓને ઠીક રાખવામાં પણ સહાયક છે. જે લોકોને પેટ સાથે સંબંધિત સમસ્યાઓ રહે છે તેઓ રોજ સવારે ખાલી પેટ આદુનુ સેવન કરે.

મોર્નિંગ સિકનેસની સમસ્યા મોટાભાગે ગર્ભવતી મહિલાઓને થાય છે. રોજ સવારે આદુનો એક ટુકડો ચાવીને ખાવ. થોડા દિવસ સુહ્દી આદુ ખાવાથી મોર્નિંગ સિકનેસની સમસ્યા દૂર થઈ જશે. શિયાળામાં આદુ ખાવાથી શરીર ગરમ રહે છ્ સાથે જ એનર્જી પણ મળે છે. રોજ સવારે આદુવાળી ચા પીવાથી શરીરમાં ચુસ્તી-સ્ફ્રૂર્તિ બની રહેશે.

એક કપ પાણીમાં આદુનો એક નાનો ટુકડો લઈને 5 મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઇ જવા પર તેને પીઓ. તેનાથી કફમાં તમને ઘણી રાહત મળશે. આદુમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી મળી આવે છે, તેનું પાણી પીવાથી ફેફસા, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્, સ્કિન અને પેન્ક્રીએટીક કેન્સરથી બચાવે છે.

ભોજન લીધાના 20 મિનિટ પછી એક કપ આદુનું પાણી પીઓ, આ બોડીમાં એસિડ ની માત્રા કંટ્રોલ કરે છે. તેનાથી હાર્ટ બર્નની સમસ્યા દૂર થઇ જાય છે. આદુનું પાણી પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને મસલ્સ પેઈન દૂર થાય છે.

આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ સુધરે છે. એવામાં ફેટ તેજીમાં બર્ન થાય છે અને વજન ઘટાળવામાં હેલ્પ મળે છે. રેગ્યુલર આદુંનું પાણી પીવાથી બોડીનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં રહે છે. તેનાથી ડાયાબિટીસની આશઁકા ઓછી થઈ જાય છે.

રેગ્યુલર આદુનું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, તેનાથી બ્લડ સાફ થઇ જાય છે અને પિમ્પલ્સ, સ્કિન ઇન્ફેક્શન નો ખતરો પણ ટળી જાય છે. આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી શરદી-ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો પણ ટળી જાય છે. 2 ચમચી આદુના રસમાં 2 ચમચી પાણી અને 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્કેલ્પમાં લગાવવાથી વાળ હેલ્ધી બને છે. ડેન્ડ્રફ દૂર થાય છે. વાળ ખરતાં અટકે છે.

આદુનો રસ અને સાકર- 2 ચમચી આદુના રસમાં 1 ટુકડો સાકર મિક્સ કરી સવાર-સાંજ લેવાથી યૂરિન પ્રોબ્લેમ્સમાં લાભ થાય છે. આદુ-ફુદીનાનો રસ- 1-1 ચમચી આદુ અને ફુદીનાનો રસ લો અને તેમાં ચપટી સિંધાલૂણ મીઠું નાખીને પીવો. પેટ દર્દ દૂર થશે.

આદુનો રસ અને ગોળ- 2-3 ચમચી આદુના રસમાં થોડો 1 ચમચી ગોળ મિક્સ કરીને રોજ સવારે પીવાથી સોજાની તકલીફ દૂર થાય છે. શ્વાસની તકલીફ માટે આદુનો રસ અને નવશેકું પાણી- 1 ચમચી આદુના રસને અડધો કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. આદુનો રસ અને મધ- 2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવાથી લોહી સાફ થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here